અમન કી આશા- નવો વિભાગ – નવો વિચાર – પહેલી પોસ્ટ

કેટલાક મહિનાઓથી જી.એસ.ટી.વી.ની વેબસાઈટ સાથે જોડાયો છું, આ બ્લોગ પર થી ગાયબ થયો છું, જયારે એ વેબસાઈટ માટે રોજ ઘણું બધું લખું છું , એમાં સમાચાર થી માંડીને રીવ્યુ અને બીજું ઘણું બધું. માત્ર ત્યાં જ લખ્યા કરું અને અહીં ફરકું પણ નહીં તે કેમ ચાલે ? એટલે મેં વચ્ચેનો એક માર્ગ કાઢ્યો છે. ત્યાં લખેલી કેટલીક પોસ્ટ હું અહીં પણ મુકીશ. ઓબ્વીયસ્લી એથી મારી વાતોનું જોનર બદલાઈ જશે, એટલું જ નહીં ભાષા પણ બદલાશે , પણ તોય …. મારા ભેરુઓ … બ્લોગીંગ તો ચાલુ રહેશે ને ?

તો શુભ શરૂઆત આ નવી કેટેગરી સાથે કરું છું – “અમન કી આશા’ . આ કેટેગરી હેઠળ પાકિસ્તાન વિષે અવનવી વાતો થશે. ભારત પાકિસ્તાનના સંબંધો વિશેની પણ અવનવી વાતો થશે .

આ પહેલી પોસ્ટ છે નવા આવેલા એક પુસ્તક વિષે જેમાં પાકિસ્તાનમાં આવેલા હિંદુ મંદિરોની વાતો મંડાઈ છે , ટેઈક એ લુક …

દક્ષીણ એશિયાનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. પાકિસ્તાનમાં આવા ઘણા ઐતિહાસિક સ્થળો છે જેને જુના સમય સાથે નીશ્બ્ત છે અને જે આજે પણ આબાદ છે. પાકિસ્તાની પત્રકાર રીમા અબ્બાસી પોતાના પુસ્તક ‘હિસ્ટોરિક ટેમ્પલસ ઇન પાકિસ્તાન’ ના માધ્યમથી આવાઐતિહાસિક સ્થળોનો પરિચય કરાવે છે. ૨૯૬ પાનાંવાળા આ પુસ્તકમાં ૪૦૦થી વધુ ફોટા છે. પુસ્તકની ફોટોગ્રાફી મહીદા એજાઝે કરી છે. રીમા અબ્બાસીએ આ પુસ્તકમાં પાકિસ્તાનના ચાર પ્રાંતોના ઐતિહાસિક મંદિરોની કથા માંડી છે અને આજના સમયમાં ત્યાં રહેતા લોકો વિષે લખ્યું છે.

રીમાનું આ પુસ્તક પાકિસ્તાનનું એ સ્વરૂપ દેખાડે છે જે સામાન્ય રીતે નજરોની છુપાયેલું રહે છે. રીમાની આ શોધ પાછળનો ઉદ્દેશ દક્ષીણ એશિયામાં&MaxW=640&imageVersion=default&AR-140809727  રહેતા લોકોને અહીંના ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડવાનો હતો. રીમાએ એક ઇન્ટરવ્યુમાં કહેલું “પાકિસ્તાનમાં એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે જે સેંકડો સદીઓ જોઈ ચુક્યા છે, આવા સ્થળોને કોઈ ધર્મ સાથે જોડીને ન જોવા જોઈએ. આ આપણો ઈતિહાસ અને સંસ્કૃતિ છે.” રીમાએ જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં હજારો વર્ષ જૂની જગ્યાઓ આજે પણ હેમખેમ છે, આ ઐતિહાસિક સ્થળોને શોધીને સામે લાવવાનો તેનો ઉદ્દેશ છે કેમકે એ સ્થળ પાકિસ્તાન અને ભારત બંને દેશોનો ઈતિહાસ છે.

રીમા કહે છે કે આ પુસ્તક દ્વારા પાકિસ્તાનનું એક બીજું સ્વરૂપ જોવા મળી શકે છે. પાકિસ્તાનના પશ્ચિમોત્તર વિસ્તારોમાં હાલત ખરાબ હોવાને કારણે દેશનો એ ભાગ કોઈના ધ્યાને ચડતો નથી. રીમા અબ્બાસી આ પુસ્તક દ્વારા પાકિસ્તાનના ચારેય ખુણાની સફર કરાવે છે. કરાચી થી લઈને માનસેહરા સુધીના રસ્તામાં તેને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. અને કેટલીક જગ્યાઓએ સુરક્ષાના કાયદાઓ પણ નડ્યા. આ પુસ્તક તૈયાર કરવામાં તેને બે વર્ષનો સમય લાગ્યો અને આ દરમ્યાન એવો સમય પણ આવ્યો જયારે તેને લાગ્યું કે આ કામ પૂરું નહીં જ થાય. બલુચિસ્તાનનું હિંગલાજ માતા મંદિર અને સિંધનું પ્રાચીન કાકલાગાર મંદિર અને ભોની મંદિર રીમાના મનપસંદ સ્થળો છે. પાકિસ્તાનના મંદિરો વિષે જણાવતા તે કહે છે કે સિંધમાં મંદિરોની ખૂબ સારી રીતે સાર સંભાળ રખાય છે. ખેબર પખ્તુનખ્વાહ અને બલુચિસ્તાનમાં મંદિરોની હાલત વધુ સારી છે, જયારે સૌથી ખરાબ પરિસ્થિતિ પંજાબની છે. અને એમાંય ખાસ લાહોરમાં , જ્યાં બે મંદિર બચ્યા છે, જેમાંથી એક બંધ રહે છે.

5 comments

 1. અરે આવો આવો બંધુ . . . તમે તો કાઈ ઉડન’છુ થાવ એટલે પાછા આવવાનું નામ ન લો !! સારું સારું , હવે GSTV સાથે સક્રિય થયા છો તો ખુબ જ સફળ રહો એવી હૃદયેચ્છા 🙂

  આ પુસ્તક વિષે જાણ હતી અને વિશલીસ્ટ’માં પણ છે પણ તમારા તરફથી માહિતી મળી એટલે આ દુર્લભ પુસ્તક પાકેપાયે લેવાશે .

  1. વાહ … પુસ્તકો વિષે સારી રીતે જાણકારી રાખો છો. તમારા શોખને બરાબર જીવી રહ્યા છો. કીપ ઈટ અપ…. ભેરુબંધ … બ્લોગીંગ બંધ થાય ત્યારે તમે જ સૌથી વધુ યાદ આવો છો… બાકી તો બીજા કોઈને કોઈ માધ્યમ દ્વારા સંપર્કમાં રહેતા હોય છે, પણ તમારી સાથે મને જોડતું આ એક જ માધ્યમ છે..

   1. ફેસબુક પર આવવા માટે તો કદાચ હું હવે ઘરડો કહેવાઉં 😉

    પણ સારું છે , લાંબા સમયે અચાનક મળવાની પણ એક મજા છે 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s