માવો થૂંકીને જુઓ .. આ પોસ્ટર ફેઇક છે !

અરે મારી વ્હાલુડી ગુજરાતી ફિલ્મો ને ખોટી બદનામ કરાય છે – તમે સહભાગી થાશોમાં ! જુઠી વાતોમાં દોરવાશોમાં ! એક ખોટું પોસ્ટર જે વોટ્સ અપમાં ફરતું થયું ,અને લોકો એ માની લીધું કે “માવો થૂંકી નાખજે સાયબા મોરા ” નામની ખરેખર એક ફિલ્મ છે . મેં કેટલાક મિત્રોને કહ્યું પણ ખરું કે એ ફેઇક પોસ્ટર છે તો નો માન્યા અને પાછા પૂરાવા માંગ્યા. તો મેં ય જહેમત ઉઠાવીને અસલી પોસ્ટર શોધી કાઢ્યું કે જેના પર આ કારીગરી કરવામાં આવેલી. એ પોસ્ટર અહી રજુ કરું છું. ફિલ્મનું ખરું નામ છે- “તું મારો કોણ લાગે” આ ફિલ્મ વર્ષ ૨૦૦૪ માં આવેલી.

ઓરીજીનલ પોસ્ટર

ઓરીજીનલ પોસ્ટર

ફેઇક પોસ્ટર

ફેઇક પોસ્ટર

બીજું એક પોસ્ટર ફરે છે “બેવફા ની બોનને પૈણું ” એ ફિલ્મનું પોસ્ટર છે જ નહિ. એ એક આલ્બમ છે.

ત્રીજું પોસ્ટર જે વોટ્સઅપ પર ફરે છે એનું શિર્ષક છે – “અમે ગુજરાતના ગઠીયા” તો ભાઈ આ શિર્ષક માં મને તો કશું હાસ્યાસ્પદ કે શરમજનક નથી લાગતું. ગઠીયા એટલે ચોર કે ઠગ એવો અર્થ થાય. પણ આપડું તો ભાઈ એવું ને કે અંગ્રેજીમાં “ગેન્ગસ ઓફ વાસેપુર” હાંભળવું ગમે , પ્રેમિકા ને “ડાર્લિંગ… ડાર્લિંગ ” કરો છો તો ક્યારેક “પ્રિયે … ” પણ કહી જોજો. પોતાની ભાષામાં જે ભાવ – જે વ્હાલ, જે આત્મીયતા ઊભરાશે એ પારકી ભાષામાં ક્યારેય નહિ ઉભરાય.

આ હિતુ કનોડિયા – મોના થોબા જેવા કલાકારોની મહાનતા છે કે આવી વાહિયાત બાબતોમાં એમના ફોટા જોડવામાં આવ્યા હોવા છતાં – સોશિયલ મીડિયાના યુગમાં પણ તેઓ આ ખોટી ભદ્દી મજાકને ઉઘાડી પાડવા સામે નથી આવતા. એમને ખબર જ હોય કે જે એમનો પ્રેક્ષક છે એ જાણે જ છે કે કનોડિયા કે મોના આવી ફિલ્મ કરે જ નહિ. કારણ કે એ પ્રેક્ષકને ખબર છે કે આ જોડી હંમેશા સારી ફિલ્મો આપવા માટે પ્રયત્નશીલ રહી છે. બોલીવૂડમાં આપડે અનેક ઉદાહરણો જોઈએ છીએ કે મનોજ કુમાર , સની દેઓલ જેવા કલાકારો પોતાની ઉપર થયેલા મજાક ને ગંભીરતા થી લઈને કેસ કરી દે છે. જયારે આ મીલેનીયમ સ્ટારનો પુત્ર હિતુ તો એક ઇન્ટરવ્યુ માં બોલેલો કે “ગામડાના લોકો હું કે પપ્પા ત્યાં જઈએ એટલે અમને “ઓલો કાનોડીયો આયો સે … કનોડીયો” એમ કહી ને બોલાવે. મને આ સંબોધન ખુબ વ્હાલું લાગે છે . એમાં એમનું ભોળપણ છલકે છે અને એ અમને કેટલા પોતીકા ગણે છે એ પણ દેખાઈ આવે છે.” આવા ખુલ્લા દિલથી પ્રેક્ષકોના પ્રેમને ઝીલતો કલાકાર છે હિતુ કનોડિયા. અને બીજા પણ અનેક પ્રેમાળ ગુજરાતી કલાકારો છે જ !

બીજી ભાષાની ફિલ્મો આજે બોક્સ ઓફીસ ગજવવા નાગાઈઓ ( તમારી સોફેસ્ટીકેટેડ ભાષામાં હું કિયે સે ઈને? હા … વલ્ગારીટી ) કરે જ છે જયારે મને એ વાતનો ખૂબ ગર્વ છે કે ગુજરાતી ફિલ્મોનું સ્તર ભલે જે હોય પણ તેણે ક્યારેય બોક્સ ઓફીસ માટે નાગાઈ નથી કરી. હા , આઈટમ સોંગ્સ નું ચલણ થોડું ઘૂસ્યું છે આજ કાલ. બટ ધેટ્સ ઈટ ! અધરવાઈઝ ધેર ઈઝ નોટ ઇવન અ કિસ !

10 comments

 1. ‘તમારી સોફેસ્ટીકેટેડ ભાષામાં હું કિયે સે ઈને? હા …’ ભઈ ! તમે કેમ બાકાત રહ્યા…..
  ભુતકાળમાં આવેલી ‘કંકુ’ ન જોઈ હોય તો જોઈ લેજો.

   1. ના ભાઈ ના,
    પણ જુના પીક્ચરોના ડાયરેક્ટરો નાગાઈને, સ્ક્રીનની સુંદરતા જાળવીને, છતાંય કહેવાની વાત કેટલી સુંદર રીતે વ્યક્ત કરી શકતા એનું ઉદાહરણ આપ્યું છે, એ જોવા સુચવ્યું છે. બળાત્કારના દ્રશ્યમાં પણ હીરો હીરોઈના શરીરની જરુર ન હતી, છતાં જે કહેવાનું હતું તે કહેવાય જતું. બાકી શરીરો જોવા જ જતા હોય તેઓ માટે કશું કહેવાનું રહેતું નથી

 2. yuvraj, I have seen kissing scene on many gujarati movies, and answer to your point of “nagai – vulgarity”, Just before few days, I had seen an upcoming gujarati movie, which has Lesbian kissing scene… So Please… 🙂 You love gujarati cinema dosen’t mean this is the ONLY cinema which “dudh na dhoyela” 🙂

  1. ભાઈ તને આખી વાતમાં છેલ્લી લાઈન જ દેખાઈ ! ફેઇક પોસ્ટર જે તમે હરખાઈ હરખાઈ ને શેર કરેલું – એનું સત્ય રજુ કર્યું છે ત્યારે એમ ન થયું કે એટલીસ્ટ મારા એફ.બી. મિત્રોને તો કહી દઉં કે મેં જે પોસ્ટર મુકેલું એ ફેઇક છે.

   તે તો પોતે જ કાકાની શશીના રીહર્સલ દરમ્યાન કહેલું કે મેં એક પણ ગુજરાતી ફિલ્મ નથી જોઈ. એ પછી તે કદાચ જોઈ પણ હોય પણ ભેરુ હું તો વર્ષોથી રેગ્યુલર નવી – દરેક પ્રકારની ગુજરાતી ફિલ્મ જોવા વાળો પ્રેક્ષક છું. મને ખોટું કહેવાની આદત નથી કે નથી ખોટો ક્ષ્રેય આપવાની. પણ સાચો શ્રેય હું અચૂક આપું જ છું . ગુજરાતમાં નિર્મળ ફિલ્મો બંને છે અને બનતી રહેશે , એમાં મારો અંગત “લવ” કે તારો “હેટ” ક્યાય વચ્ચે નથી આવતો .અને હું જોઉં છું એટલે મને ખબર છે કે ગુજરાતી ફિલ્મોમાં એડલ્ટનેસ નથી. અહી કિસ એટલે લીપ કિસ સંદર્ભે વાત કરી છે. અને એ પણ જયારે અમૂક સેકંડ કરતા વધારે હોય ત્યારે જ એને “એડલ્ટ” નું સર્ટીફીકેટ લાગે. તમે એક્સેપ્શનલ કેસીસ થી સમગ્રતા ને મૂલવો છો જયારે હું સમગ્રતા ને જોઉ છું અને એક્સેપ્શન ને બાકાત રાખું છું.

   જે વર્ગ માટે અમુક પ્રકારની ગુજરાતી ફિલ્મો બને છે એ વર્ગને એડલ્ટનેસ દ્વારા સહેલાઇ થી આકર્ષી શકાય તેમ છે. નાના થીયેટરોમાં એવી ફિલ્મો ખુબ ચાલે. જ્યાં ચાર શોમાં ગુજરાતી ફિલ્મ ચાલતી હોય એજ થીયેટર ના મોર્નિંગ શોમાં એડલ્ટ ફિલ્મ પણ ચાલતી જ હોય છે . અને એ વર્ગ માટે બનેલી ગુજરાતી ફિલ્મને થીયેટરમાં ટકવા માટે ખુબ સંઘર્ષ કરવો પડે છે. એવા માહોલ માં પણ ગુજરાતી ફિલ્મ મેકર્સ માત્ર ટીકીટ બારી માટે થઇ ને સેક્સ ઓરીએન્ટેડ ફિલ્મો નથી બનાવતા – અને એવું પ્રમોશન પણ નથી કરતા . એ ખરેખર એક નિરાળી વાત છે ભેરુબંધ !

   1. Don’t take it personally yuvraj, I read your entire post, and just replied for that point where I found your wrong point of view… Ok that’s it, if you don’t want to face this kind of replies, you can delete mine from here. But what I mention was a reply to your view about the cleanliness of the scenes. Which is not 100% true.

    As far as the poster concern, NONE of us who shared it on the FB knew about it that it was a fake poster. So, insted of blaming us, better you blame those who created it.

    I told you that I am not used to see gujarati movies, you remember that, that is good. But I hope you also remember the NUMBER OF reasons.

    I am not finding a way to delete my reply, as you are the admin, you may have options, I don’t want your post to go on a wrong way.

   2. પ્રિય મિત્ર હર્ષ , મને જો કોઈ પર્સનલ એટેક લાગ્યો હોત , તો મેં આ કોમેન્ટનો રીપ્લાય જ ન કર્યો હોત , અને આખી વાત મેં તને પર્સનલ્લી મળીને જ પતાવી હોત 😉 🙂 તને જે બાબતે મારો મત ખોટો લાગ્યો એનો સ્તો મેં જવાબ આપ્યો છે – મારા રીપ્લાયમાં છેલ્લો પેરેગ્રાફ ફરી વાંચજે બંધુ . તારા કહેવા પ્રમાણે મારી વાત જો ૧૦૦ % સાચી ન હોય તો પણ એક્સેપ્શન ને બાદ કરતા ૯૯% તો સાચી ખરી ને ?

    પોસ્ટર બાબતે હું તને શું કામ બ્લેમ કરું ? મેં તો માત્ર એટલું જ કહ્યું છે કે એટલીસ્ટ પોતાના એફ.બી. મિત્રો ને એટલું કહી તો શકાય જ કે એ પોસ્ટર ખોટું હતું , જેથી લોકો ગુજરાતી ફિલ્મો વિષે ખોટી માન્યતાઓ ન બાંધે. અફકોર્સ , ગુજરાતી ફિલ્મની ક્વોલીટી બાબતે તું ચિંતા દર્શાવે છે , જે સારી – સરાહનીય વાત છે – અને એટલે જ તે એ પોસ્ટર મુક્યું હશે – અલબત્ત એને સાચું માની ને . આપડે એના માટે જવાબદાર નથી , પણ એક જવાબદાર કલાકાર કે નાગરિક તરીકે ખોટા સંદેશાને પહોંચતા અટકાવવાની જવાબદારી માથે લેવી હોય તો લઇ શકાય. અને ન લેવી હોય તો પણ કશો વાંધો નહિ .

    મને તો ખુબ આનંદ છે કે તું પહેલીવાર આજે મારા બ્લોગ પર પધાર્યો છે , મારી વાતમાં રસ લીધો છે , – કોમેન્ટ્સ સામે મને કશો વાંધો નથી . આ ચર્ચાઓ તો જરૂરી છે – હોવી જોઈએ – અને રહેશે. પોસ્ટ સાચા માર્ગે જ જઈ રહી છે. અને તમારા જેવા મુસાફીરો નો સાથ મળે છે ત્યારે માર્ગ અને સફર વધુ સુહાનો બની જાય છે 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s