દર્દ દિલો કે કમ હો જાતે …

ફિલ્મ – ધી એક્સપોઝ
વર્ષ – ૨૦૧૪
ગીત – દર્દ દિલો કે ..
ગીતકાર – સમીર અંજાન
ગાયક – મુહમ્મદ ઈરફાન
સંગીત – હિમેશ રેશમિયા

મારા એક મિત્ર . મોટા અને હૃદયથી માન એ વ્યક્તિ માટે એટલે “તમે” જ કહું , જોકે બંને એકબીજાને તમે જ કહીએ . અમને બંને ને હિમેશ ગમે ! એ જે કઈ કરે એ ગમે , સાંભળવો પણ ગમે અને સ્ક્રીન પર જોવો ય ગમે ! “ધી એક્સપોઝ” બાબતે અમારા મત સહેજ અલગ પડ્યા – એમને હિમેશનો આ ફિલ્મમાં સ્લીમ લૂક ગમ્યો અને મને ના ગમ્યો. અલબત્ત એક્સપોઝ ના ટ્રેલર અને સોંગ્સ મને આકર્ષી તો શક્યા જ .
એ તો સૌ જાણે જ છે કે હંમેશા સારા લોકો સાથે જ ખરાબ થતું હોય છે. એ મુજબ આમનું પણ એમની વાઈફ સાથે નું રીલેશનશીપ ડીસ્ટર્બ હતું . પોતાના પુત્રના જન્મના બે – ત્રણ મહિના સુધી એને જોઈ પણ નહોતા શક્યા, અને એમના શ્રીમતી ને પિયર ગયે વરસ – દોઢ વરસ થયેલું , અને આ સમયગાળો વધતો જતો હતો. હું જાણું કે આ વ્યક્તિ એમની પત્ની ને ખૂબ ચાહે છે. જોકે ક્યારેય આ વિષય પર એમની સાથે વાત તો નહોતી થઇ , પણ કેટલીક વાતો વગર કહ્યે કહેવાઈ જતી હોય છે. એમનાથી પણ આ વાત મારા સુધી કન્વે થયેલી, વગર કહ્યે. એન્ડ આઈ વોઝ ડેમ પોઝીટીવ કે બંને વચ્ચે સંધાણ થઇ જ જશે.કારણ કે મારું બહુ દ્રઢપણે એવું માનવું છે કે પતિ પત્નીના ઝગડાઓમાં મુદ્દો ક્યારેય મોટો નથી હોતો. સાવ નાનકડી , નાખી દીધા જેવી ઇઝીલી ઇગ્નોરેબલ વાતને તેઓ મોટું સ્વરૂપ આપી દેતા હોય છે. અને ઝગડાઓ નું બીજું મોટું કારણ છે ગેરસમજ . પ્રેમીઓ હોય કે પરિણીતો હોય – ગેરસમજ હંમેશા ભંગાણ કરાવતી આવી છે. અને ગેરસમજ પણ મોટેભાગે એક જ પ્રકારની હોય છે – પેલો કે પેલી આમ વિચારતો હશે કે વિચારતી હશે ! એ જજમેન્ટલપણું કે ગેરસમજ સંબંધને લઇ ડૂબે છે. પણ આ સંબંધ બાબતે મને તો ખાતરી જ હતી કે જેટલી કડવાશથી છૂટા પડ્યા છે એટલા જ ઉમળકાથી ભેગા પણ થઇ જશે. વેલ , દોઢેક મહિના સુધી મારે એ મિત્ર ને મળવાનું ન થયું . અને અચાનક એક દિવસ એ મળ્યા. અમે થોડી આડીઅવળી વાતો કરી એન્ડ સડન્લી હી ટોલ્ડ – અમારા ડિવોર્સ થઇ ગયા.
એ દિવસ પછી હું એમને ફ્રીક્વન્ટલી મળતો રહ્યો. એ સમયગાળામાં હિમેશ ની “ધી એક્સપોઝ” ના ટ્રેલર શરુ થયા. અને એક દિવસ એમણે કહ્યું કે મને એક્સ્પોઝ્નું એક ગીત ખૂબ પસંદ પડી રહ્યું છે – એના શબ્દોના લીધે – ખાસ કરીને એ ગીતનું મુખડું. મેં પૂછ્યું – શું છે એ ગીતનું મુખડું – એમણે ભાવુક થઈને કહ્યું –

“દર્દ દિલો કે કમ હો જાતે ,
મેં ઔર તુમ ગર હમ હો જાતે ,
કિતને હસીં આલમ હો જાતે …
મેં ઔર તુમ ગર હમ હો જાતે … “

2014-1

જોકે આ ગીતના લીરીક્સમાં બે જગ્યાએ બહુ મોટી ખામીઓ છે. જેમાં થી પહેલી જગ્યા એ હવે પછી આવનારી લાઈન્સ .

“તેરે બીના , ન આયે સુકૂન , ન આયે કરાર મુજે ,

દૂર વો સારે ભરમ હો જાતે ..

મેં ઔર તુમ ગર હમ હો જાતે .. “

મતલબ તારા વગર મને સુકૂન નથી મળતું એ એક ભરમ છે , અને એ દૂર થઇ જાત – જો આપણે મળી જાત . એટલે અત્યારે તો મને લાગી રહ્યું છે કે તારા વિના બંદાને બિલકૂલ ન ફાવે અને સુકૂન ન આવે ! પણ એ ભરમ છે અને એ દૂર થાત જો તું મળી જાત. આટલી સરસ કમ્પોઝીશન , ગાયિકી અને પહેલી બે લાઈન્સ માં મળેલી ફીલની પથારી ફેરવી દે છે સોંગની આ બીજી બે લાઈન્સ. વેલ , સોંગ માં સેન્સ ન શોધવાની હોય – એને તો બસ માણવાનું હોય. અને એમાંથી નીકળતો અર્થ જો માફક ન આવતો હોય તો પોતાને માફક આવે એવો કોઈ તુક્કો (અર્થ ) જોડી ને આગળ વધવાનું હોય.
કે એવો આપડો જોરદાર મેળાપ થાત કે તારાથી દૂર રહેવાની કલ્પના મને ભ્રમ માં પણ ન આવત . અત્યારે આપડે દૂર છીએ એ પણ ક્યાંક એક ભરમ તો નથી ને ? ( નથી કન્વીન્સીંગ લાગતું ને ? આ નિષ્ફળ પ્રયત્નને અહિયાં જ દફનાવીને આગળ વધીએ … )
બીજી ખામી એ કે આવનાર બે અંતરાની છેલ્લી બે લાઈન્સમાં “તે” નું “તી” કરી નાખીને પ્રાસ તોડી નાખ્યો છે. બટ ડોન્ટ વરી , શબ્દો ના અર્થ હવે ક્યાય ડીસ્ટર્બ નહિ કરે ! સિમ્પલ છે , અને વિરહની વેદના તથા મિલનની તડપ બાખૂબી રજુ કરે છે ..
મારા એ મિત્ર નું આ ભંગાણ એ એમની પહેલી નિષ્ફળતા ન હતી . કેટલીક મેજર નિષ્ફળતાઓ સામે ઝઝૂમી રહેલો એ વ્યક્તિ આ સંબંધ થકી શક્તિ મેળવતો. જીવનની હાર ને તરાજુ ની એક બાજુ મૂકી ને બીજી બાજુ એ પોતાના પ્રેમને મુકતો . કેમકે એનો પ્રેમ જ એની સૌથી મોટી જીત હતી. હવે એ તરાજુ ની એક બાજુએ બધી હાર તો એમનેએમ છે – પણ જીવનની એ સૌથી મોટી જીત ગાયબ છે. બલકે એ જીત પણ હારમાં ફેરવાઈ જઈ ને તારાજુમાં મુકેલી હારની એ ઢગલીમાં ગોઠવાઈ ગઈ છે. અને એ હારની ઢગલી જોઇને એને ફક્ત એક જ વિચાર આવતો હશે – કે આ દરેક હાર ને જીત માં ફેરવી દેત . દરેક મુશ્કેલીને મ્હાત કરી દેત , જો મારી શક્તિ , મારો પ્રેમ મારી સાથે હોત , મારી પડખે હોત …

“ઈશ્ક અધૂરા , દુનિયા અધૂરી ,
ખ્વાઈશ મેરી , કરદો ના પૂરી ,
દિલ તો યહી ચાહે , તેરા ઔર મેરા
હો જાયે મુકમ્મલ યે અફસાના ,
હર મુશ્કિલ આસાં હો જાતી ,
મેં ઔર તુમ ગર હમ હો જાતે …”

બધું ખત્મ થઇ ગયા પછી પણ સ્વીકારવું અઘરું હોય છે કે ઈટસ ઓવર ! એન્ડ ઇટ્સ નોટ ઓવર યટ ની આશા પર ધડકતું હૃદય ! અરે પણ દ્રશ્ય એકદમ સાફ છે કે દુનિયા સાવ વેરાન છે – દૂર દૂર સુધી કોઈ શક્યતા નથી . હે પાગલ દિલ , તું ફુલ શોધે છે પણ અહી તો તણખલું ય નથી ! પણ સારું છે કે એ ઉજ્જડ દુનિયામાં ફુલ શોધ્યા કરે છે – એથી જ તો એ ધડક્યા કરે છે , જિંદગી માં એના એક દીદાર ની તરસ છે , આસ છે એટલે જ તો એ ટકેલી છે – અરે એટલે જ તો એને ટકાવી રાખી છે . બાકી એના વગર મારે આ જીવનની જરૂર જ ક્યા છે. જેની મંઝીલ જ એના થી ખફા હોય , ત્યારે બીજે ઠેકાણે લઇ જતા એ વેરાન ઉજ્જડ રસ્તાઓની જરૂર જ ક્યાં છે .

“બાકી નહિ કુછ , પર દિલ ન માને ,
દિલ કી બાતે , દિલ હી જાને ,
હમ દોનો કહીં પે , મીલ જાયેંગે ઇક દિન ,
ઇન ઉમ્મીદોં પે હી મેં હૂં ઝીંદા ,
હર મંઝીલ હાંસિલ હો જાતી ,
મેં ઔર તુમ ગર હમ હો જાતે … “

2 comments

 1. હમ દોનો કહીં પે , મીલ જાયેંગે ઇક દિન ,
  ઇન ઉમ્મીદોં પે હી મેં હૂં ઝીંદા…

  ક્યા બાત હૈ…. ઘણા દિવસો પછી અહિં આવ્યો. અને મજા આવી.

 2. મને પણ હિમેશ એક હદ સુધી ગમે પણ એ જયારે અનહદ અખતરા કરવા માંડે ત્યારે ઇરીટેટ થવા માંડે 😉

  મને પણ હિમેશ’નો આ ગાલમાં બખ્ખા પડી ગયો હોય તે લુક પસંદ નાં આવ્યો !!!

  અને ગીત’ની આ પંક્તિ મને પણ ગમેલી કે ” મેં ઔર તુમ ગર હમ હો જાતે ” .

  આપના દોસ્ત વિષે જાણીને અફસોસ થયો 😦 જિંદગીમાં અકસ્માત થતા હોય છે પણ ક્યારેક જિંદગી જ અકસ્માત બની જતી હોય છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s