મેં ઢુંઢને કો ઝમાને મેં … – હાર્ટલેસ (with new theme & a new page)

લો ફરી આવી ગયો , એક નવું ગીત લઇ ને ! આપની ચહીતી સીરીઝ “મેરી કહાની ગીતો કી ઝુબાની” માં ! જો આ સીરીઝ તમારી ચહીતી નથી તો માફી ! અને જો ચહીતી છે તો એક ખુશખબર – આ સીરીઝનું એક પેજ મેં આજે બ્લોગમાં ઊમેર્યું છે , જેમાં જુના થી નવા ના ક્રમમાં ગીતો ગોઠવ્યા છે – જેથી આ સીરીઝ ને માણવાનો અનુભવ ખુબ સરળ અને એન્જોયેબલ બની શકે, આ બ્લોગના મથાળા હેઠળ આ નવું પેઈજ પોતાનું સ્થાન શોભાવી રહ્યું છે , તો આજે જ – અત્યારે જ મુલાકાત લો ! પણ પહેલા આ પોસ્ટ … અને હા , બ્લોગની થીમ અને રંગ રૂપ પણ ફરી એક વાર બદલ્યા છે , જે અફકોર્સ તમે જોઈ જ રહ્યા છો … નાઉ કમિંગ ટૂ ધ પોસ્ટ…

ફિલ્મ – હાર્ટલેસ
વર્ષ – ૨૦૧૪
ગીત – મેં ઢુંઢને કો ઝમાને મેં
ગાયક – અરિજિત સિંઘ
ગીતકાર – અરાફત મેહમુદ
સંગીત – ગૌરવ દાગાઓન્કર

બારમા ધોરણમાં જયારે મને એકપાત્રીય અભિનય માટે પ્રથમ ઇનામ મળ્યું ત્યારે પપ્પા એ મજાકમાં કહેલું – ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ! પપ્પાની વાત ઘણા અંશે સાચી હતી કારણ કે દેશી ભાષામાં કહીએ તો “ધૂળિયા નિશાળ” કહેવાય તેવી મારી શાળા હતી. જેમાં ભાગ્યે જ કોઈ પ્રતિભાવાન બાળકો જોવા મળતા , અને એવા માહોલમાં ય શાળા ના સંચાલકો વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજવાના સાહસ કરતા. અને એમાં એમણે સૌથી મોટું સાહસ “સ્વરચિત કાવ્યપઠન” ની સ્પર્ધા યોજીને કરી નાખ્યું . જેમાં ફક્ત એક જ એન્ટ્રી આવી .. અને એ મારી ! ધોરણ બારમાં હતો ત્યારે લખેલું – આખી શાળા સમક્ષ વાંચેલું એ અછાંદસ કાવ્ય મને આજે પણ શબ્દસહ યાદ છે –
રસ્તો ખોવાઈ ગયો છે ,
દિશા ખોવાઈ ગઈ છે ,
ભટકી રહ્યો છે પ્રેમ પંથનો પથિક ,
કોઈ કહે પૂરબ , કોઈ કહે પશ્ચિમ ,
કોઈ કહે ઉત્તર તો કોઈ દક્ષીણ ,
શોધી રહ્યો અદ્રશ્ય મંઝીલ
કેડી એ કેડી એ ડંકો વગાડતો ,
પ્રેમને પોકારતો , પ્રેમને બોલાવતો ,
ના જડે કોઈ રાહ , ના જડે રસ્તો ,
થોડું વિચારતો અને જમાના પર હસતો
પૂછી રહ્યો હર કોઈ ને , ક્યાં છે પ્રેમનો રસ્તો
એક દી’ એક સજ્જન તેને ભટકાયો
કહે અરે પ્રેમ પથિક તું અહી ક્યાં ફસાયો ,
અહી પ્રેમનું નામ છે વાસના , છે પૈસો ભગવાન ,
અને છે એને પામવાની ભૂખ ,
આ નથી પ્રેમનો રસ્તો , પ્રેમ અહી નથી વસતો ..
રડતો , ભટકતો ચાલ્યો ગયો પ્રેમ પથિક …
રસ્તો ખોવાઈ ગયો છે , દિશા ખોવાઈ ગઈ છે ..
ભટકી રહ્યો છે પ્રેમ પંથ નો પથિક ….ભટકી રહ્યો છે પ્રેમ પંથ નો પથિક …

અને વર્ષો પછી આજે ફરી આ કવિતા મને યાદ આવી , એનું કારણ આ ગીત નું મુખડું –

” મેં ઢુંઢને કો ઝમાને મે જબ વફા નિકલા …
પતા ચલા કી ગલત લેકે મે પતા નિકલા … “

અરિજિત સિંઘ થી ઈમ્પ્રેસ ન થવાની બાધા લીધી હોય તો આ ગીત થી દૂર જ રહેજો , કારણ કે જો આ ગીત સાંભળશો તો અરિજિત  તમને એનો ચાહક બનાવી ને જ છોડશે . ગીત નો મૂડ બરાબર પકડી ને એણે શબ્દે શબ્દે ઈમોશન્સ ને વહેતા મુક્યા છે …
ઈમોશન્સ ! આ બધી એની જ તો બબાલ છે યાર ! મહાત્મા ગાંધી નું એક ક્વોટ છે કે “મારી ઈચ્છા વગર મને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન કરી શકે “. આ જ ભાવાર્થ સાથે નું એક ક્વોટ આ ફિલ્મ(હાર્ટલેસ) ના પોસ્ટર પર પણ છે – you can hurt a heart only till it loves you. કોઈ પાસે આવી ને દૂર ચાલ્યું જાય , સપનાઓ ખૂબ દેખાડે , એ પણ એક બે દિવસ , મહિનાઓ કે વર્ષોના નહિ પણ જીવનભરના . અને એ જીવનભરના સપના દેખાડનાર વ્યક્તિ જયારે ઘડીના છઠ્ઠા ભાગમાં એ દરેક સપના તોડી ને ચાખ્નાચૂર કરે ત્યારે ? ત્યારે અઝાબ ! અર્થાત દર્દ ! અને એ કેવો અઝાબ … કે જીવવું પણ સિતમ લાગે . અને કેમ ન લાગે , દરેકે દરેક ક્ષણમાં જયારે વેદના નો જ અહેસાસ થતો હોય ત્યારે પોતાના જ શ્વાસો વેરી ન લાગે ? મેં ક્યારેય ઈશ્ક અને ઇબાદતમાં કોઈ ફર્ક જોયો નથી … યાર જેવો હોય તેવો તેને ખુદા માની શકાય , પણ એની યારીમાં , દીલદારીમાં ખુદા જોઈએ છે ? એના દિલમાં ખુદા શોધવો છે ? ધેન યુ મેં ફોલ ! યુ મે ફેઈલ…. યુ મે હેવ અ રોંગ એડ્રેસ …

“જિસકે આને સે મુકમ્મલ હો ગયી થી ઝીંદગી …
દસ્તકે ખુશીયો ને દી થી , મીટ ગઈ થી હર કમી ..
ક્યોં બેવજાહ દી યે સઝા , ક્યોં ખ્વાબ દે કે વો લે ગયા ..
જીયે જો હમ , લગે સિતમ .. અઝાબ ઐસે વો દે ગયા ..
મેં ઢુંઢને કો ઉસકે દિલમેં જો ખુદા નિકલા ….
પતા ચલા કી ગલત લે કે મે પતા નિકલા … “

First Look Poster of the Bollywood Movie Heartless (2014) Adhyayan Suman, Shekhar Suman2

ઇફ યુ આર ઇન લવ , ધેન યુ કેન સી યોર લવ એવરીવ્હેર ! દિવસ અને રાત , સાંજ અને સવાર … બધા સમયે યારના વિચાર …બધે દેખાય પોતાનો યાર ! પરોઢે પક્ષીઓ નો કલરવ પણ એના પગરવ જેવો ભાસે . યાર જો શિયાળે મળ્યો હોય તો પોતાનું જેકેટ એને ઓઢાડ્યા નું યાદ હોય , ઉનાળામાં પોતાના કપાળ નો પરસેવો એના હાથે લૂછાયા નું યાદ હોય , અને ચોમાસામાં સાથે ભીંજાયા નું ! અને પછી એ છોડી ને ચાલ્યો જાય ત્યારે દરેક મોસમ એની યાદ લઇ ને આવે . શિયાળો આવે પણ તમારું જેકેટ ઓઢવા યારની બાંહો ના આવે , ઉનાળામાં પરસેવો થાય અને અશ્રુ સાથે ભળીને વહી જાય , અને ચોમાસામાં તો આખુયે આકાશ તમારી સાથે રડી પડે ! તમે બાંવરા બની ને જીવવાનું કારણ શોધ્યા કરો અને ત્યાં જ અચાનક અહેસાસ થાય કે તમે ખરેખરમાં તો એને જ શોધી રહ્યા છો … એન્ડ ધેન અગેઇન … યુ મે હેવ અ રોંગ એડ્રેસ ..

“ઢુંઢતા થા એક પલ મેં દિલ જિસે યે સૌ દફા
હૈ સુબહા નારાઝ ઉસ બિન , રૂઠી શામેં દિન ખફા ,
વો આયે ના , લે જાયે ના .. ઉસકી યાદે જો હૈ યહાં ..
ના રાસ્તા , ના કુછ પતા , મેં ઉસકો ઢુંઢું અબ કહાં
મેં ઢુંઢને જો કભી જીને કી વજાહ નિકલા …
પતા ચલા કી ગલત લેકે મેં પતા નિકલા …. “

full audio song – ( આખું ગીત – ફક્ત શ્રાવ્ય )

video of the song – ( આમાં ગીતનો બીજો અંતરો નથી )

9 comments

  1. વાહ મિત્ર વાહ મજા પડી ગય…પણ એક વાત બીજી..જે હોલીવુડ મોવી ઉપર થી આ બેથી કોપી છે ઈ જરૂર જોજો..મુવી નું નામ છે awake

    1. હું હોલીવુડ ની ફિલ્મો પ્રમાણમાં ઓછી જોઉં છું , એટલે તમારા જેવા મિત્રો થકી જ આવું બધું મને જાણવા મળે છે . અને આ “હાર્ટલેસ” તો હજુ રીલીઝ પણ નથી થઇ , છતાં તમે જાણી લાવ્યા ! ગજબ કરી🙂
      અવેક જરૂર જોઇશ …and thanx for coming…commenting… everything….🙂

      1. ભાઈ મારું તો કામજ છે બોલીવુડ માં કોપી કરવા વાળા ને ઉઘાડું પડવાનું, એટલા બધા લોકો ના બિલકુલ નવા આઈડિયા ને પડતા મૂકી બહાર ની મુવી ની કોપી મારવી ઈ તો મુર્ખાય કેવાય

  2. જબ્બર…..
    મજા પડી ગઈ… આમ પણ હમણાં હમણાં હું બે ગાયકોની પાછળ દીવાનો છું. એક ઓસમાણ મીર અને બીજો આ અરિજિત સિંઘ .
    મેં એફ્બી પર એક ‘સૂર સંગત’ નામનું ગ્રૂપ બનાવ્યું છે એમાં આ ગીત શે’ર કરું છું, અલબત્ત વિથ યોર રેફરન્સ🙂

    અમે તો હવે ભીડેની જેમ હમારે જમાને કે હોઈએ એટલે બૌ અપડેટની ખબર ના હોય પણ અમારો ૧૬ વરસનો દીકરો મારું પુરતું ધ્યાન રાખે અને નવા નવા સોન્ગ્સમાંથી આવા આવા ‘પીસ’ તરફ મારું ધ્યાન દોરે અને એ મને પસંદ આવે એવું જ હોય છે…

    અને હા ‘ઢુંઢને’ પરથી યાદ આવ્યું કે કૈલાસ ખેરનું પણ એક ‘એક ખોજ મેં નિકલા હું મૈ’ તમે તો સાંભળ્યું જ હશે? એ જ્યારે જ્યારે સાંભળું મજ્જો પડી જાય !

    આવું ને આવું મૂકતા રહેજો …થેન્ક્સ

    1. થેંક યુ સો મચ સર , એફ.બી શેર બદલ પણ ખુબ ખુબ આભાર …

      હું તો આ ઉમર માં પણ “હમારે જમાને” ટાઈપનો છું , એટલે મારી તરુણાવસ્થા દરમ્યાન આવેલી ફિલ્મોના ગીતો વિષે મેં સૌથી વધારે લખ્યું છે … એ જ રીતે જુના અને નવા ગીતો વિષે પણ લખ્યું છે – એ બધી સોંગ પોસ્ટ્સ નું લીસ્ટ બનાવી ને એક પેઈજ તૈયાર કર્યું છે , એક નજર જરૂર કરજો , કદાચ કશું ગમતું મળી આવે … કે કદાચ તમારા દીકરાની જેમ મારું રીફર કરેલું કશુક તમને ગમી જાય …

      મારું અને પપ્પાનું પણ એવું જ હતું કે એમની પસંદ નું બધું જ મને ખૂબ ગમતું … અને ક્યારેક એમને ગમશે એમ સમજી ને કશું સંભળાવતો … અને જો એ એમને ગમતું તો ખુબ આનંદ થતો . ક્યારેક મેં ધ્યાન ન દોર્યું હોય અને મારી મુકેલી કેસેટમાંથી વહેતું કોઈ ગીત એ એપ્રીશીએટ કરતા ત્યારે પણ ખૂબ ખુશ થતો – એમ વિચારી ને કે મારો ટેસ્ટ પણ પપ્પાના હાઈ લેવલના ટેસ્ટ સાથે થોડો ઘણો તો મેચ થાય છે😉

      સોંગ પોસ્ટ્સ ના પેઈજ ની લીંક – https://yuvrajjadeja.wordpress.com/songs-spoke-stories-of-mine/

      અરિજિત ના “તુમ હી હો” સોંગ પરની મારી પોસ્ટ – https://yuvrajjadeja.wordpress.com/2013/04/20/aashiqui-2/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s