વિરાજભાઈ એક એવા વ્યક્તિ છે જેમના બ્લોગ થી હું અતિશય પ્રભાવિત છું , અને એ બ્લોગ ની લગભગ દરેકે દરેક પોસ્ટ મેં વાંચેલ છે. બહુ સારું લખે છે અને સાથે ઘણા સારા વ્યક્તિ પણ છે. એમનામાં જે ઇનોસન્સ છે એ હું ઘણા વર્ષો પૂર્વે ગૂમાવી ચુક્યો છું અને એટલે જ , આઈ લાઈક ટૂ મીટ હિમ , રીડ હિમ , એન્ડ ટૂ ટોક વિથ હિમ ! એમનામાં મને મારી તરુણાવસ્થા દેખાય છે. મારા ખોવાઈ ગયેલા વ્યક્તિત્વ સાથે સાક્ષાત્કાર થાય છે. કારણ કે એમનામાં અને મારામાં ઘણું સામ્ય છે. શોખ કદાચ ઘણા અલગ છે પણ પ્રકૃતિનો જે બેઝ છે એ ઘણો સીમિલર છે. એમની સાથે આત્મીયતા થવાના ઘણા કારણો છે , અને આ લાગણીઓ ને વાચા ત્યારે મળી જયારે થોડા દિવસ પહેલા , પહેલી વાર તેઓ ઘરે પધાર્યા … !! સ્પેશીયલ વાતો ને એકસપ્રેસ કરવા મારા શબ્દો હંમેશા ખૂટી પડે છે એટલે અહી પણ શબ્દો ને વિરામ આપી ને મારી અને વિરાજભાઈની મુલાકાત ની તસ્વીર રજુ કરું છું … ( વિરાજ ને સંબોધવામાં હું હવે પાછળ “ભાઈ” નથી લગાવતો – પર્સનલ્લી ! જોકે એમના અને મારા બ્લોગની કોમેન્ટ્સમાં મારા દ્વારા પાછળ “ભાઈ” વાળું જ સંબોધન ચાલુ રહેશે. બ્લોગ જગતમાં એમની રાઈટીંગ સ્ટાઈલને સેલ્યુટ કરવા “ભાઈ” અને પર્સનલ લાઈફમાં એને દોસ્ત તરીકે વધુ ને વધુ નજીક લાવવા “ભાઈબંધ” )
ભાઈ, ખરેખર બહુ વધારે ‘ભાઈ ભાઈ’ થઇ ગયું….. હવે બ્લોગ પર પણ ખાલી ‘વિરાજ’ થી જ સંબોધશો તો સારુ લાગશે, પેલું તો બહુ ભારે લાગે….:P
અને હા, નારિયેલ પાણી માટે થેન્ક્સ…. 😀
Kyaa… baat hai.. Nice. Snap..! moje moj.!
ભાઇ.. ભાઇ….
કદાચ એટલે જ ખોવાયેલી નિર્દોષતા’ની એ ઝલક આપણને આપણા બાળકો દ્વારા મળી રહે તેવી ગોઠવણ ઉપરવાળા ભાઈએ કરેલી છે 🙂
અને યુવરાજભાઇ હવે એક અલગ વિભાગ શરુ કરો કે જેનું ટાઈટલ હોઈ શકે ” એક સાંજ બ્લોગમિત્રો સંગ ” ( અથવા સવાર કે બપોર ! )
તમે બંને ઘણા ફોટોજેનિક દેખાવ છો , માટે ફોટોગ્રાફર’ને ધન્યવાદ 🙂
(Y)
આદરણીયશ્રી. યુવરાજભાઈ
આજે તમારા બ્લોગમાં નવા જ સ્વરૂપમાં રચનાઓ જોવા મળી
જોતા જ ખુબ જ આનંદ થઈ ગયો સાહેબ, બસ આમ જ ગુજરાતી
સમાજની વધુને વધુ સેવા કરતા રહો.