એક એવી દુનિયા …

ધેર વોઝ એ ટાઈમ જયારે હું પર્સનલ ડાયરી લખતો , વેલ ડાયરી એક એવું માધ્યમ છે જેમાં બધ્ધું એકદમ ખુલ્લા મને વ્યક્ત થઇ શકે. કોઈ પણ વાત એનો પૂરો પરિચય આપ્યા વગર શરુ કરી શકાય બીકોઝ પર્સનલ્લી પોતાને તો બધી વાતો – વ્યક્તિઓ નો પરિચય હોય છે .

યસ , ધેર વોઝ એ ટાઈમ કે જયારે હું ડાયરી લખતો હતો , પણ દરેક ચીજ કરવાનો , માણવાનો એક સમય હોય છે અને એ સમય વીતી જાય પછી માનવી એ ચીજ ને કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે , એટલીસ્ટ મારા કેસમાં તો મેં એવું થતું જોયું જ છે. ડાયરી લખવાના પણ અત્યારે હું ગમ્મે તેટલા અભરખા બતાવું તોય મને ખબર છે કે હું એ હવે કરવા સક્ષમ નથી . ના , મેં હાર નથી માની લીધી પણ હવે કદાચ એવા સંજોગો નથી , એવી કન્વીનીયંસી નથી . ડાયરી માં તો લવારી કરવાની પણ આઝાદી રહેતી. એક પર્સનલ નોટ માં કેટલાય વિષયો આવી જતા અને ક્યારેક કોઈ વિષય ન આવતો . ક્યારેક અઝીઝ મિયાં અને રાહત ફતેહ અલી ની કવ્વાલી આવતી તો ક્યારેક ગુલામ અલી ની ગઝલ , અને એને રીલેટેડ કોઈ અંગત વાત ! હા , એ રીતે ” મેરી કહાની ગીતો કી ઝુબાની” નું અસ્તિત્વ ત્યારે પણ હતું મારી વાતો માં ! મારી વાતો , જે મારા સુધી જ માર્યાદિત હતી . અને એનો એક અલગ આનંદ હતો.

એ પર્સનલ નોટ્સ કોઈ પરફેક્ટ શરૂઆત કે અંત ની મહોતાજ નહોતી , બે લીટી લખી ને પણ અટકાવી દઉં તો ક્યારેક ૧૦ – ૧૫ પાનાં પણ ભરી દઉં , ગમ્મે ત્યાં થી શરુ કરું અને ગમ્મે ત્યાં અટકાવી દઉં . મારા થી તો મારી એ દુનિયા છૂટી ગઈ છે , પણ જો તમે પણ એવી કોઈ દુનિયા બનાવી છે તો પ્લીઝ એને ક્યારેય ન છોડતા કેમકે એ અમૂલ્ય છે.

Advertisements

5 comments

 1. ડાયરી એટલે , યાદો’ને જન્મ આપવો . જ્યાં અંત અને આરંભની ચિંતા નથી એ સ્થાન તો પર્સનલ ડાયરી જ હોઈ શકે 🙂 . . ડાયરી લખનાર પ્રમાણિક જ હોય .

  . . અમે તો કદી એ બાજુ ફરક્યા જ નથી . . . જોઈએ હવે આવતા જન્મમાં 😉

 2. હા મેં આ અદભૂત દુનિયા ચાલુ કરી છે અને વધારે સમય પણ નથી થયો. આમ ગણો તો હજી પ્રથમ પગથીયા પર છું.
  ખુબ અમુલ્ય છે અને એના થકીજ કઈક નવું કરી શકું છું….

 3. ~>કોઈ પણ વાતનો કે વ્યક્તિનો પરિચય આપ્યા વગર ચોક્કસ ડાયરીમાં ઉલ્લેખ કરી જ શકાય પણ મારી દુનિયામાં થોડુક અલગ છે. અને એનું રીઝન એવું છે કે મેં જયારે પણ કોઈ નવો મિત્ર બન્યો છે, ત્યારે ત્યારે ડાયરીમાં તેના વિષે લખ્યું જ છે. હું નોર્મલી ડાયરી રોજ રોજ નથી લખતો પણ નવા મિત્રો વિષે મેં હમેશા લખ્યું જ છે.

  ~>નીરવભાઈએ કહ્યું તેમ, લખનાર પ્રામાણિક જ હોય ડાયરીમાં…. એ બાબતમાં ફરી પાછું હું તમે કહ્યું એ રીતે કોઈ વાંચે તો ખ્યાલ ન આવે તેવી રીતે લખું છું, કે હું તો સમજી જ જાઉં, પણ મારા સિવાય કોઈ વાંચે તો તે ચોક્કસ ગોથા જ ખાઈ જાય.

  ~>ડાયરી નો ઉપ્યોગ હું સૌથી વધારે ત્યારે કરું છું જયારે ઇન્ટરનેટ સાથેના કનેક્શન્સ ન હોય અને લખવાની તલબ લાગી હોય. જેમ કે ગઈ કાલે જ, બપોરે ઇન્ટરનેટ નું કનેક્શન ગયું અને છેક આજ સવાર સુધી રાહ જોવી પડે તેમ હતું, તુ ડાયરી ના સહારે જવું જ પડ્યું. 😛

  ~> બાકી મારી ડાયરીની દુનિયાથી તમે તો વાકેફ છો જ….. 😉

 4. ડાયરી લખવી એ બહુ મજાની હોબી છે. ઘણા લોકો લખતા હોય છે. હું પણ લખતો હતો ક્યારેક હવે તો એ ડાયરી સંતાડી ને મૂકી છે. ક્યારેક કોકું (મારો દીકરો) ના હાથમાં આવશે તો એ વાંચશે.

 5. મારી ડાયરી એટલે મારો બગીચો. જેમાં લગભગ બધું જ છુપાયેલું છે. ઘણું જાહેર છે તો ઘણું ‘પ્રાઇવેટ’ છે પણ આખરે તો મારી માટે હવે એ જ મારી પર્સનલ ડાયરી છે જેમાં હું મારી સાથે સીધો જ સંપર્ક કરીને જે કર્યું છે તે નિખાલસતાથી લખી શકું છું એ પણ કોઇના ડર-વખાણ કે શેહ-શરમ વગર.

  અને ભુતકાળમાં જાતે લખાયેલી ડાયરીઓ ખોવાયા પછી હું આ ડાયરીને જરાયે ગુમાવવા નથી ઇચ્છતો એટલે જ સમયાંતરે બેકઅપ લેતો રહું છું.. પોતાની ડાયરીની અને તેમાં લખાયેલા શબ્દોની કિંમત તો તેને લખનાર જ જાણતો હોય છે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s