શુદ્ધ દેસી બકવાસ – થેંક ગોડ , આઈ એમ નોટ જયદીપ સાહની

“શુદ્ધ દેસી રોમેન્સ” ના રાઈટર જયદીપ સાહનીનો ઈન્ટરવ્યુ થોડા દિવસ પહેલા જોયેલો – ભાઈ ખુબ બોલે છે અને બિનજરૂરી બોલે છે .( હી ડઝ નોટ નો કે ટૂ ધ પોઈન્ટ વાત કેવી રીતે થાય !! )
એના જેવો જ હાલ એની ફિલ્મ “શુદ્ધ દેસી રોમેન્સ” નો છે. કોઈ પણ જાતની સેન્સ વગર , કોઈ કમર્શિયલ નાટકની જેમ માત્ર સીટીઓ ઉઘરાવવા લખાયા હોય તેવા ડાઈલોગ્સ. અને સ્ટોરી નું તો પૂછશો જ નહિ બાપુ . ત્રીજા ધોરણમાં ભણતો મારો ભાણેજ આના કરતા વધુ સારી સ્ટોરી લખી શકે. લલ્લુરામ ચાલતો હતો અને પછી ભાગવા લાગ્યો , અને બોસ શું ભાગ્યો છે , શું ભાગ્યો છે , ભાગી ભાગીને એ રેલ્વે સ્ટેશન પહોંચે છે એની પ્રેમિકા ને મળવા , પણ પહોંચતા જ ખબર પડે છે કે એની પ્રેમિકા ભાગી ગઈ છે , ત્યાં એ ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા એને એ છોકરી મળી જાય છે જેનાથી એ ભાગતો હતો , પણ એ છોકરીને ભાગતા નથી આવડતું હોતું એટલે એ સંતાઈ જાય છે અને ……. હવે લલ્લુરામ કેમ ભાગેલો , એની પ્રેમિકા પણ કેમ ભાગી ગઈ , ઓલી બીજી છોકરી જે મળેલી એ કેમ સંતાઈ ગઈ એ બધું તમારે જાત્તે સમજી લેવાનું !! શું કહ્યું ? જાત્તે નથી સમજી શકાતું ? બધું સેન્સલેસ લાગે છે ? તો રાહ જુઓ , આ આખી વાત ને સેન્સીબલ બનાવવા સ્ટોરીના અંતમાં લલ્લુરામ એક ડાઈલોગ મારશે , એમાં જ તમારે બધી સેન્સ શોધી લેવાની ! ઓકે ? ભાઈ મારા માટે તો આ વાત નોટ ઓકે હતી એટલે મને આ ફિલ્મ ન ગમી , અને જો તમારા માટે આ વાત ઓકે છે તો તમે મહાન છો ( જસ્ટ લાઈક ધીસ ફિલ્મ ) વેલ ,ઉપર લખેલ વાર્તા એ “શુદ્ધ દેસી રોમેન્સ”ની વાર્તા નથી , પણ આ વાર્તા થકી મારે ફિલ્મ વિષે જે કહેવાનું છે એ મેં કહી દીધું છે. ફિલ્મની ઓરીજનલ વાર્તા તો હું ના લખી શકું – થેંક ગોડ , આઈ એમ નોટ જયદીપ સાહની ઓર મનીષ શર્મા

1

5 comments

    1. એતો રહેવાનું ધીરેનભાઈ , મુવી જોવું કે ના જોવું એ જાતે જ નક્કી કરવાનું . અને જે તે વ્યક્તિના વ્યુઝ ધ્યાનમાં રાખીને જોઈ શકાય જેથી મુવી જોયા પછી ખ્યાલ આવે કે કોના વ્યુઝ અને ટેસ્ટ સાથે આપડા વ્યુઝ અને ટેસ્ટ નો મેળ બેસે છે , એટલે ભવિષ્યમાં માત્ર એ વ્યક્તિ ના વ્યુઝ્ને આધારે નિર્ણય લઇ શકાય કે મુવી જોવું કે ના જોવું 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s