મારા બ્લોગની પહેલી વર્ષગાંઠ

વર્ષો પહેલા એક અંગ્રેજી બ્લોગ લખતો હતો “યાહુ ૩૬૦” પર ! ખાસ કોઈ વાચકો નહોતા , બે – ચાર મિત્રો સિવાય , અને યાહુ વાળાઓ એ એ બ્લોગની સેવા બંધ કરી એમાં એ લોકો એ બધા ના બ્લોગ ઊડાવી દીધા , એમાં મારો એ બ્લોગ પણ તેની બધી પોસ્ટ્સ સાથે ઊડી ગયો ! (જેનો બેકઅપ પણ તેઓ એ નહોતો મોકલ્યો )

ગયા વર્ષે પહેલી સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ હું માવજીભાઈની સાઈટ પર ભ્રમણ કરી રહ્યો હતો ત્યાં મેં એક લાંબુ લીસ્ટ જોયું , ગુજરાતી બ્લોગ્સ નું ! નેટજગત નામના બ્લોગ પર ખુબ મહેનતથી બનાવવામાં આવેલું ગુજરાતી બ્લોગ્સ નું લીસ્ટ. અને ત્યારે જ મને જાણ થઇ કે આટલા બધા ગુજરાતી બ્લોગ્સ નું અસ્તિત્વ છે , અને માવજીભાઈ ની સાઈટ પર મેં ગુજરાતી માં લખવા માટે નું કી બોર્ડ પણ જોયું , અને એ મેં ડાઉનલોડ કરી લીધું , હજુ સુધી એક પણ ગુજરાતી બ્લોગની મુલાકાત નહોતી લીધી , ત્યાં મનમાં વિચાર આવ્યો , કે તુક્કો આવ્યો કે કદાચ નવરા બેઠા ટાઈમપાસ કરવા વર્ડપ્રેસ પર બ્લોગ બનાવ્યો. – મારો ઈતિહાસ સાક્ષી છે કે હું નાનપણથી આવું જ કરતો આવ્યો છું – પહેલી નવલકથા લખી એ સમયે માત્ર એક જ નવલકથા વાંચેલી હતી. ( એ લીસ્ટ માં મેં જોયેલું કે મોટા ભાગના લોકો એ બ્લોગ વર્ડપ્રેસ પર જ બનાવ્યો છે ) નામ પણ તે સમયે જે મનમાં આવ્યું તે લખી નાખ્યું – “બસ એજ લી. યુવરાજ – બાપુનો બબડાટ.” અને મને બ્લોગ બનાવ્યાનો આનંદ થયો. મને થયું કે લખવાની મજા આવશે અને જો કોઈ એકાદ- બે મિત્ર એને વાંચી લેશે તો એ આપડો નફો. (બ્લોગ બનાવવાનો વિચાર જે સાઈટ ભ્રમણ કરતા સ્ફૂર્યો અને સૌથી પહેલું કી-બોર્ડ પણ જે સાઇટે ઉપલબ્ધ કરાવ્યું એ માવજીભાઈ.કોમ , થેન્ક્સ એ લોટ માવજીભાઈ આ બ્લોગ ના નિર્માણ પાછળ નું નિમિત્ત બનવા માટે ) માવજીભાઈ નું કી.બોર્ડ મજા નું તો ખરું પણ થોડું ડીફીકલ્ટ એટલે બે-ચાર લાઈન લખતા પણ શરૂઆતમાં અડધો કલ્લાક જેટલો સમય જતો , પણ મન હોય તો માનવે જવાય – એ ગણિત મુજબ મેં બધી કી ના સ્ટીકર બનાવી ને કી-બોર્ડ પર ચોંટાડયા, પછી શરુ કર્યું , ખુબ મહેનત થી વાહિયાત પોસ્ટ્સ લખવાનું . મને મનમાં હું જે લખી રહ્યો હતો એથી ખાસ સંતોષ તો નહોતો પણ ઊત્સાહ હદ બહારનો હતો , જે કંટ્રોલ કરવો અઘરો હતો , એથી જે મનમાં આવતું એ લખવા મચી પડતો , અને એવું કરી શકતો કારણ કે મને ખાતરી હતી કે આ બ્લોગ પર કોઈ ચકલું ય નથી ફરકવાનું. પણ જોત જોતામાં તો બ્લોગ પર મોંઘેરા મહેમાનો ના આગમન શરુ થઇ ગયા , નીરવભાઈ અને વિરાજભાઈ એ મારા બ્લોગ પર આવનારા પહેલા મહેમાનો હતા. એમની લાઈક મળી અને ઊત્સાહ બમણો થયો , ત્યારે સર્વ પ્રથમ એમના બ્લોગ્સ ની મુલાકાત લીધી – સલ્લુ ગજ્જબ લખે છે !! અને પછી બ્લોગ ભ્રમણની પણ શરૂઆત થઇ , એ અઘરા કી-બોર્ડ વડે જ પોસ્ટ્સ લખે રાખતો અને મિત્રો ના બ્લોગ્સ પર કોમેન્ટ્સ પણ ! ત્યાં જ વિરાજ્ભાઈ એ ગુગલ નું સરળ કી-બોર્ડ સજેસ્ટ કર્યું , અને અપાર આનંદ પ્રાપ્ત કરાવ્યો . પછી તો લોકલ ગાડી એક્સપ્રેસ બનીને દોડવા લાગી.

અને આ એક્સપ્રેસ ગાડી ના ડબ્બા એટલે કે પોસ્ટ્સ વિષે ટુંકાણ માં કહું તો પહેલા તો ગુગલ કી – બોર્ડ હતું નહિ એટલે સ્લો ટાઈપીંગ સ્પીડને લીધે બધી પોસ્ટ્સ ટૂંકમાં પતાવવાની વાત હતી , પણ અંદરના ઉભરા મોટા હતા , એટલે મારી બીજી પોસ્ટ માં જ જન્મ થયો “મંથલી રિવ્યુઝ” કેટેગરી નો . જેમાં એક પોસ્ટમાં ટુંકાણ માં પાંચ-સાત ફિલ્મો વિષે વાત કરવાના કન્સેપ્ટ સાથે મેં ફિલ્મ રિવ્યુઝ રજુ કર્યા.સાથે ગુજરાતી ફિલ્મ વિષે ના રિવ્યુઝ પણ લખ્યા. થોડી અંગત વાતો કરવાના , ડે ટૂ ડે લાઈફના સુખ દુખ વહેંચવાના શોખ – અભરખા પણ હતા , પણ બધાય કરતા કશુક અલગ પીરસવાનો પણ કીડો હતો એમાં થી “મેરી કહાની – ગીતો કી ઝુબાની” કેટેગરી નો જન્મ થયો. જેમાં હું મારી જિંદગી ના અંગત પ્રસંગો , વાતો , વિચારો ને ગીતો સાથે વણી ને પીરસતો ગયો અને આપ સૌ વધાવતા ગયા.જોકે હમણાં “નવા જૂની” નામની પણ એક કેટેગરી બનાવી છે જેમાં કોઈ પણ એક સબ્જેક્ટ પર બનેલી લાઈફની લેટેસ્ટ નવા જૂની આપને જણાવતો રહેતો હોઉં છું . એલફેલ કાવ્યો પણ તમારા માથે ઝીંક્યા છે , સાથે મારી બનાવેલી શોર્ટ ફિલ્મ્સ અને બીજી કેટલીક કેટેગરીસ સાથે આ બ્લોગ ને છેલ્લા એક વર્ષ થી તમે વાંચી – વધાવી રહ્યા છો. પહેલા ૮ મહિના આ બ્લોગની થીમ “સનસ્પોટ” હતી જે અત્યારે(૪ મહિનાથી ) “વિઝ્યુઅલ” છે , અને ભવિષ્યમાં પણ નવા નવા ગેટ અપ ધારણ થાય એવી શક્યતાઓ છે.

અને આ રહ્યા આખા વર્ષના કેટલાક ટેકનીકલ આંકડા …

• ટોટલ હિટ્સ – ૮૩૫૫

• ટોટલ કોમેન્ટ્સ – ૬૫૩

• મેક્સીમમ કોમેન્ટ્સ બાય – નીરવભાઈ (૬૮ ) , વિરાજભાઈ (૪૫)

• ટોટલ લાઈક્સ – ૫૦૦+

• ટોટલ પોસ્ટ્સ – ૮૩

આજ ના પ્રસંગે મૌલિકાજી ને કેમ ભૂલાય , વેબ ગુર્જરી પર મારા બ્લોગનો પરિચય લખી ને તેમણે આ બ્લોગ ને ધન્ય કર્યો. બધા બ્લોગર મિત્રો નો ફાળો અમુલ્ય છે , માત્ર નિજાનંદ ખાતર શરુ કરેલો આ બ્લોગ જો આપ સૌએ હર્ષભેર વધાવ્યો ન હોત તો એ કદાચ અહી સુધી પહોંચી જ ન શક્યો હોત. હું લખું છું કારણ કે મને ખબર છે કે તમે વાંચવાના છો. અને મને ખબર છે કે તમે વાંચવાના છો કારણ કે હું જાણું છું કે તમે મને વાંચતા આવ્યા છો. મારા વિચારોને , વાતો ને પ્રદર્શિત કરવાનું આ બહોળું માધ્યમ તમારા થકી જ તો છે. હે આ બ્લોગ ના સૌ વાચકો , જો તમે ન હોત તો ક્યારેક અંગત ડાયરી લખતો આ જીવ પોતાને એક્સપ્રેસ કરવાનું , મન ફાવે ત્યારે મનમાં ઊઠતા તરંગો ને શબ્દો માં ઢાળવાનું કદાચ ભૂલી જ ગયો હોત ! એક ઓપન

આપ સૌ વ્હાલા મિત્રોને મારું ઘણું બધું વ્હાલ

આપ સૌ વ્હાલા મિત્રોને મારું ઘણું બધું વ્હાલ

ડાયરી બની ને રહેવાનો પ્રયત્ન કર્યો છે , અને હજુ વધારે આ દિશામાં આગળ વધવું છે. કેટલાક કન્ફેશન્સ જે હું આ બ્લોગ પર કરી શક્યો છું , એ મારા માટે પણ આશ્ચર્યજનક રહ્યા છે , કારણ કે એમાંની બે – ત્રણ વાતો જાહેરમાં કહેવી મારા માટે ઘણી જ અઘરી હતી , અને અફકોર્સ આ બ્લોગ પર જયારે એ વાતો કહેવાઈ ત્યારે એ પહેલો જ પ્રસંગ હતો કે હું દુનિયાની સામે જે તે સત્ય લઇ ને આવેલો. તમારૂ સંવેદનશીલ હૃદય મારા સંવેદનો સમજી શકશે તેવો દ્રઢ વિશ્વાસ જ તો મને આ બધું લખવા તરફ દોરી ગયો.

વિથ યુ ઓલ લવલી પીપલ , હું બ્લોગીંગ કરતો રહીશ , કંઈક કહેતો રહીશ , કંઈક કન્ફેસ કરતો રહીશ , અને અફકોર્સ બહુ બધો બબડાટ કરતો રહીશ . હું જે જીવન જીવીશ , તેના તમે સાક્ષી હશો , મારી પસંદ – ના પસંદ ને જાણતા સાથે ઉછરેલા ભાઈ – બહેન જેવા ! મને મન ફાવે ત્યારે ટોકી શકવાનો હક ધરાવતા વડીલ જેવા , મારા સંવેદનો ને પ્રેમની હુંફ આપતા લવર જેવા ! એન્ડ એબોવ ઓલ , જેની સાથે બધું શેર કરવા હું ખુબ જ એક્સાઈટેડ હોઉં છું એવા મારા સૌથી પાક્કા મિત્ર જેવા ! આઈ લવ યુ ઓલ , અને હા , આઈ લવ યુ પર થી યાદ આવ્યું , મીસીસ કોમલ યુવરાજ જાડેજા નો બ્લોગ આજથી અસ્તિત્વ માં આવી રહ્યો છે.

12 comments

 1. યુવરાજ તમે સરસ લખો છો. દિવ્ય ભાસ્કર સાથે જોળાવા ઇચ્છતા હોતો. મને આ નંબર પર કોલ કરજોઃ 09909940805, હું કુલદીપ સિંઘ કલેર છું, સિનિયર એડિટર, દિવ્યભાસ્કર ડોટ કોમ

 2. કદાચિત સૌથી વધુ નવા અને નવીનતમ ગુજરાતી બ્લોગ્સ પર હું પહોંચ્યો છું . . . કે જેમાં સૌથી વધુ નાતો આપની સાથે બંધાયો છે 🙂

  અને , હાં બ્લોગથી તો સર્વપ્રથમ આપણ’ને જ નિજાનંદ મળવો જોઈએ કે જે તમે સ્વીકારો છો અને પછી વાંચનાર’ને પરમાનંદ મળવો જોઈએ કે જે અમે સ્વીકારીએ છીએ 🙂

  . . . મને આપની “મેરી કહાની – ગીતો કી ઝુબાની” સીરીઝ ખુબ જ ગમે છે , અને રીતસર તેની રાહમાં પણ હોઉં છું . . . નવા-જૂની ( અપડેટસ ) પણ રંગે-ચંગે ચાલુ જ રાખજો ( ખુબ જ મજા પડશે )

  . . . અને મેં 68 કમેન્ટ્સ કરી નાખી ! બાપ રે . . .

  અને એક જ ઘરમાંથી બે લોકો બ્લોગીંગ કરે . . . ભઈલાવ તમે તો અહીં પણ રેકોર્ડ કરી નાખ્યો . . . ભાભી’ને પણ ખુબ શુભેચ્છાઓ 🙂

 3. આહાહા… 🙂 એક વર્ષ ની યાત્રા મસ્ત રહી ને! આ સફર માં અમને પણ લાભ આપવાની મજા આવી 😉 શું લખાઈ રહ્યું છે,પછી ભલે ને એ અધૂરું હોય કે બાપુ ની લીંક તૂટી જાય… પણ લેપટોપ ખેચી જ લેવાનું. ચલો, આ બ્લોગ ના જન્મદિવસ પર એક પ્રોમીસ આપીએ કે બને એટલા તમને હેરાન કરવાના પ્રયત્નો ઓછા કરીશું 😉 અને તમે પણ આમ લખતા રહો એવી શુભકામનાઓ 🙂

 4. ખાસ કરીને ગુજરાતી ફીલ્મોના રીવ્યુ અહિંજ જોવા મળતા હોય છે. બીજા વૈવિધ્ય વિષયો વાંચીને ખુબ મજા આવી…. લીવ લોંગ… હેપ્પી વર્થડે…ટુ.. બાપુનો બબડાટ

 5. ભાભી એ બ્લોગ ખોલી દીધો એટલે તમારું લેપટોપ ખેંચવાનું ઓછું થશે હવે!
  જો કે એક જ લેપટોપ હોય અને એમનું બ્લોગ્ગિંગ વધી જાય તો પછી ખેંચવાનું વધી પણ જાય.
  એક વર્ષ પૂરું કરવા અભિનંદન અને આમ જ લખતા રહો.

 6. ખુબ ખુબ અભિનંદન બાપુ. દેર સે આયે લેકિન દુરસ્ત આયે… આપ ગજબનાં લેખ લખો છો. સાચ્ચે જ… લેખ વાંચતા વાચકની પકડ મજબૂતાઇથી પકડાઇ રહે એ જ એક લેખક માટે સૌથી મોટી વાત છે જે તમારામાં છે. બસ, આવી જ રીતે લખતા રહેશો…

 7. અભિનંદન બાપુ,
  વાયા વેબગુર્જરી તમારા બ્લોગ સુધી પહોચ્યો.
  મોજ પડી…
  ખાસ કરીને ગુજરાતી ફિલ્મ્સના રીવ્યુને લીધે પોતીકાપણું લાગ્યું.
  જ્યાં જુઓ ત્યાં બધા બોલિવુડની જ વાતું લખે આપણીગુજરાતી ફિલ્મ વિશે ભાગ્યે જ કોઈ લખે છે 2009ના ડીસેમ્બરથી મેં ચાલુ કર્યું. સમય મળે તો http://dhollywood.blogspot.in/ પર એકાદ આંટો મારજો. આપને ગમશે. માત્રને માત્ર ગુજરાતી ફિલ્મ્સ પર જ લખું છું. હા.. વચ્ચે ઘણો લાંબો સમય વ્યસ્તતાને કારણે બ્લોગ પર અનિયમિત હતો.. પણ હવે પાછો ફરીથી નિયમિતપણે લખીશ.
  મળતા રહીશું બ્લોગ વાટે.

  જિતેન્દ્ર બાંધણીયા
  સિનીયર પ્રોડ્યુસર, tv9 gujarat
  094084 95095
  http://dhollywood.blogspot.in

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s