બગીચા નો (જુનીયર) માળી !

બ્લોગ જગત માં એક માત્ર બગીચો ધરાવનાર બ્લોગ ના રચયિતા દર્શીતભાઈ મુજ આંગળે (ઘરના, બ્લોગના નહિ 😉 )પધાર્યા , અને કેટલી બધી ધન્ય ક્ષણો સાથે લાવ્યા.
૧ ) એમને પહેલી વાર જોવાનો અવસર ( મિત્ર પોતે પોતાનો ચહેરો સોશિયલ મીડિયામાં જાહેર નથી કરતા, એટલે સૌ કોઈ બ્લોગર મિત્રો તેમના ચહેરા થી અપરિચિત છે.)
૨ ) અતિશય ક્યુટ અને ચંચલ ટીનટીન સાથે પ્રત્યક્ષ મુલાકાત નો અવસર પ્રાપ્ત થયો .
૩ ) ટીનટીનની સાથે એના મમ્મી અને દર્શીતભાઈ ના વાઈફ બંને પધારેલા , તોય અમારા ઘરે આવનાર મહેમાનો ની સંખ્યા માત્ર ત્રણ જ થતી હતી , પછી ફરીથી ગણતા ખ્યાલ પડ્યો કે ટીનટીનના મમ્મી અને દર્શીતભાઈ ના વાઈફ એ બંને એક જ હતા ! { આ જરા દર્શીતભાઈ ટાઈપ નું હ્યુમર ક્રિએટ કરવા ગયો , અને અંજામ તો તમે જોઈ જ લીધો 🙂 }
સ્વિટ કપલ છે ! ક્યુટ દીકરો છે ! અને બહુ સરળ લોકો છે. દર્શિતભાઈએ વાતચીત દરમ્યાન જણાવ્યું કે એમને ગુસ્સો ક્યારેય નથી આવતો , બીજું એ પણ જાણવા મળ્યું કે એમના થી ફાજલ સમય સરળતા થી પસાર થતો નથી , પ્રવૃત્તિ પ્રિય પ્રાણી (આઈ મીન માણસ ) છે .
દર્શિતભાઈ ની લાઈફના પ્રાઈવસી સેટિંગસ ના લીધે મારા ઘરે ઝીલાયેલી આ સ્વિટ કપલની તસ્વીર તો હું જાહેર નહિ કરી શકું , પણ વ્હાલા ટીનટીન સાથે મારી અને કોમલની તસ્વીર જરૂર રજુ કરી શકું , જે અત્રે કરી રહ્યો છું ( દર્શિતભાઈ નો ફોટો મૂકી શકાય તેમ છે નહિ એટલે એ લાભ અમે લઇ લઈએ છીએ ) ફોટો દર્શિતભાઈ એ જ પાડેલો , એટલે ટીનટીન ની આંખોમાં આપ સૌ દર્શિતભાઈ ને જોઈ શકશો 😉 આભાર 🙂

બગીચામાં નું સુંદર ફૂલ , અમારી જોડે :)

બગીચામાં નું સુંદર ફૂલ , અમારી જોડે 🙂

14 comments

    1. એટલે જ , પોસ્ટ વાંચવાનો આગ્રહ રાખવો 😉 ઝભલા નો અર્થ તો હું સમજી ગયેલો , પણ આભલાવાળું નહોતું ધાર્યું , નાનકડો ટીનટીન આભલાવાળા ઝભલામાં ખેલૈયો લાગશે હોં બાકી !! 🙂

  1. આ તો જબરું થયું !
    “પોસ્ટ મારા નામની ‘ને મારી હાજરી જ નહી !?” (નોંધ: આ રીમીક્સ લાઇન છે, ઓરીજીનલની માફી સાથે.)

    આ તો આભાર યુવરાજભાઇનો કે જેમણે મને લગભગ બે કલાક સહન કર્યો!! (અત્રે ખાસ નોંધ લેવી કે આ ત્રાસદાયક પળમાં તેમના ધર્મપત્નીએ અગ્નીની સાક્ષીએ આપેલા “સુખ-દુઃખની પળમાં હંમેશા સાથે રહેવાના” -વચનને પણ સંપુર્ણ નિષ્ઠાથી નિભાવ્યું’તુ!)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s