નવા જૂની – રીકવરી !

-માંદગી દરમ્યાન ડોકટરે બાઈક પર બેસવાની પણ મનાઈ ફરમાવેલી, ૭ ઓગસ્ટ એટલે કે પત્ની ના જન્મદિવસે બાઈક ચલાવવાનો શુભારંભ કર્યો ! હવે ૯૯ % સાજો છું , ૧ % હજી યુરીનલની ઉપરની સાઈડ આવેલી બંને બાજુઓ ની નળીઓ માં વત્તો ઓછો દુખાવો રહ્યા કરે છે , અધધધ કહી શકાય એટલા બેન્ડ લાગ્યા છે – ખોરાક બાબતે , અને એનું પાલન થઇ રહ્યું છે !

– મારું ફેવરીટ પીણું થમ્પ્સ અપ વિષે તો વિચારવાની પણ મનાઈ છે – કાયમ માટે ! એજ રીતે ઈંડા વિષે પણ વિચારવાની મનાઈ ! પાલન થઇ રહ્યું છે અને માંદગી પછી મારું ફેવરીટ પીણું નારીયેલ પાણી બની ગયું છે , જેનું નિયમિત સેવન કરવામાં આવે છે.

– મારા જન્મદિવસની પોસ્ટમાં મેં ઘોષણા કરેલી કે મેં આજનો ફિલ્મ જોવા જવાનો કાર્યક્રમ માંડી વાળ્યો છે , પણ ન રહી શક્યો અને જન્મદિવસે દુખાવાને અને કાયમી દુખાવાને (પત્ની ) સાથે લઇ ને ફિલ્મ જોઈ આવેલો – પોલીસગીરી ! અફકોર્સ , ત્યારે બીજી ઘણી સારી ફિલ્મ્સ પણ ચાલતી હતી સિનેમાઘરોમાં, પણ હું ગમેતેમ તોય સંજુ બાબા નો ફેન …. ખબર હતી કે ફિલ્મ પિટ ક્લાસ જ હશે તોય સંજુબાબા લીડ માં હોય એટલે એ જલસો મારા થી શી રીતે મિસ થાય !!

– પત્નીના જન્મ દિવસે પહેલી વાર બાઈક ચલાવ્યું એ દિવસે “ધી કોન્જ્યુરીંગ ” જોયું – જલસો કરાવી દે તેવું !! એ પહેલા સહ કુટુંબ અમે – હું , મમ્મી અને કોમલ “ભાગ મિલ્ખા ભાગ ” જોઈ આવેલા . અને રીસંટલી એક ગુજરાતી મુવી થીયેટરમાં જોવામાં આવેલ છે , જેનો રીવ્યુ મેં લખ્યો છે મારી પ્રીવીયસ પોસ્ટમાં, ફિલ્મ જોવા જવાના પ્રસંગોમાં ધરખમ ઘટાડો થયેલ છે …. અને એ ઘટાડો દિન પ્રતિદિન વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

– વધુમાં તો એક આવનાર ગુજરાતી ફિલ્મ માં હું એક નાનકડા રોલમાં મોટા પડદે ચમકવાનો છું, ફિલ્મ – “રઘુવંશી” થેન્ક્સ ટૂ ડીરેક્ટર અતુલ પટેલ.

– મિત્ર કૃણાલ ને તેના એક કમ્પોઝીશન માટે લીરીક્સ ની જરૂર હતી , જે મેં લખી આપ્યા અને એને ગાવા માટે મેં ફ્રેન્ડ નિગમ અને ફેસબુક ફ્રેન્ડ સુહાની નો એપ્રોચ કર્યો – અને તેઓ એગ્રી થયા. ટૂંક સમયમાં જ અમે એ ગીત ના રેકોર્ડીંગ માટે સ્ટુડીઓ જઈ રહ્યા છીએ , ગણતરીના દિવસો માં ગીત તૈયાર થઇ ને બહાર આવી જશે.

– ટીવી સીરીયલના પ્રોડક્શન માં કામ કરવાનો એક નવો અનુભવ મેળવ્યો. જેમના નાટકમાં મેં કામ કર્યું છે – એ જાણીતા દિગ્દર્શક નિમેશ દેસાઈ ના દિગ્દર્શન માં બની રહેલી સીરીયલો માં પ્રોડક્શન ડીપાર્ટમેન્ટ માં કામ કર્યું , હજી કરતો રહીશ એન્ડ આઈ મસ્ટ સે કે આ અનુભવ થકી હું ફિલ્ડ થી ઘણો માહિતગાર થયો .

– બસ આ જ …. કેટલીક અસ્ત વ્યસ્ત વાતો અસ્ત વ્યસ્ત રીતે લખી ને અહી જ વિરમું છું .

12 comments

 1. ~>તમે લકી છો ભાઈ કે આટલા બધા મુવીઝ જોવા મળે છે અને જાઓ પણ છો(ન જઈ શકતા હોવા છતાં પણ!),
  હું તો ગમતા મુવીઝ પણ આળસ અને કંજુસી માં જતા કરું છું…. 😦

  ~> નારીયેલ પીવા મળતું હોય તો બીજા પીણા પીવાની તો કઈ જરૂર જ ક્યાંથી પડે!!! મેં ૧૦-૧૧-૧૨ ધોરણમાં મેક્સીમમ નારીયેલ પીધા છે…(અને મારા મમ્મીનું માનવું છે કે મારી હાઈટ ના કારણે વધી છે, અને મેં મમ્મી ને માનવા પણ દીધું, એ બહાને નારીયેલ તો પીવા મળે. 😉 )

  ~> કોન્જ્યુરીંગ વિષે ઘણું બધું વાંચ્યું(રિવ્યુઝ પણ અને આર્ટીકલ્સ પણ) અને હવે જોવાની ઈચ્છા પણ થઇ ગઈ છે, પણ પાછુ પેલું ઉપર લખ્યું એમ, કઈ નક્કી નહિ ક્યારે જોઇશ…. અને એવું ને એવું ભાગ મિલ્ખા ભાગ માં પણ છે..

  ~> અને હવે તો પેલું સોંગ આવે એટલે એજ દિવસે share કરજો….. 🙂

  1. ~ > જોઈ લ્યો ભાઈ , આટલા બી કંજૂસ ના થાઓ , ઉમર વીતી જશે પછી પૈસા , સમય બધું જ હશે તોય જોવાનો મેળ નહિ પડે !
   ~> તમે ત્યારે પીધા , હું હવે પિઊ છું , મળશું ત્યારે સાથે પીશું 😉 … (અગાઉ સાથે દાળ-ભાત વિથ પાપડ પણ ખાવાની વાત મારા તરફથી થયેલ છે , યાદ છે ? 🙂 )
   ~> શ્યોર ફોર સોંગ અને હા , તમારો આ એરો ( ~> ) ગમ્યો હોં કે ! 🙂

   1. સળગતા શ્વાસો,
    દાળ-ભાત-પાપડ,
    નારીયેળ,
    લીસ્ટ લાંબુ થતું જાય છે 😛
    ગોઠવવું પડશે હવે તો મળવાનું…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s