મારો સુપર્બ બર્થ ડે !

– આજે મારો જન્મદિવસ હોઈ , એ વાત ની જાણ સારું આ પોસ્ટ લખવામાં આવી રહી છે , જેથી અમો આપ સૌ નો પ્રેમ અને આશીર્વાદ પામી શકીએ.
– આજ રોજ જીવનના ૨૬ વર્ષ પૂરા કરવામાં આવેલ છે.
– આજે અમારો બર્થ ડે ખરો પણ રૂખો સુખો … ઓપરેશન બાદ પથરીની જાંચ કરાવતા જાણ થઇ કે એ કેલ્શિયમ જેવા તત્વો થી બનેલી હતી , એથી દૂધ , ઓઈલવાળું , ઘી વાળું , મીઠા મરચા વાળું , તળેલું , ઈંડા , સોફ્ટ ડ્રીન્કસ વિગેરે વિગેરે અનેક વસ્તુઓ પર કાયમી બેન્ડ લાગ્યા હોવાથી આજે કઈ ખાસ ખાવાનો મેળ નથી પડે એમ . એથી અમો આજે સવારે અમારું પ્રિય સાત્વિક ભોજન મગની સુકી દાળ સાથે કઢી અને સાંજે સ્પે. મકાઈ કોરમા . પથરીમાં મકાઈ સારી ! આટલા ristrictions હોવા છતાય હું કૈક ટેસ્ટી ખાઈ શકીશ , થેન્ક્સ ટૂ કોમલ !
– દુખાવા માં હજુ રાહત થયેલ ન હોવાથી આજે ફિલ્મ જોવા જવાનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવેલ છે , જે તમારી અને સીટી ગોલ્ડ – શ્યામલ ની જાણ ખાતર .
– અમો આજે કદાચ ટીવી પર કોઈ ફિલ્મ નિહાળીશું , વધુ માં આજે કદાચ ગુલામ અલી સાહેબ ને તસ્દી આપવામાં આવશે અર્થાત ગુલામ અલી ની ગઝલો ની વિડીયો સીડી કદાચ જોવામાં આવશે. આ વારે ઘડીએ “કદાચ” શબ્દ નો પ્રયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે આજે શું કરવું અને શું નાં કરવું એ ટોટલી મારી મરજી ની વાત છે , એટલે આજે મારું કશું નક્કી નહિ … બીવેર , કઈ પણ કરી શકું તેમ છું !!
– આજે મમ્મી એ એક સુપર્બ વાત કહી … ! જે દિવસે મારો જન્મ થયો તે દિવસે … તે હોસ્પીટલમાં બીજી ૬ ડીલીવરીઝ થયેલી , અને એ બધી બેબીઓ હતી ! ૯ જુલાઈ ૧૯૮૭ ના દિવસે એ હોસ્પીટલમાં ૭ ડીલીવરી થઇ …. & a handsome little boy was surrounded by 6 beautiful little cute girls…! that was the first day of my life. rocking ને ? એક્ઝામસ માં પણ હંમેશા મારી બાજુમાં છોકરીઓ ના જ નંબર આવ્યા છે , બસમાં પણ મોસ્ટલી એવું જ થાય , હમણાં મેં ટ્રેનમાં મુસાફરી કરેલી ત્યારે પણ એક છોકરી મારી બાજુ માં આવી ને બેસી ગયેલી બોલો ! ઔર મેં હર બાર જૈસે તૈસે કરકે દામન આઈ મીન શર્ટ આઈ મીન વ્હોટ એવર … બચા કે ભાગ આતા હૂં !! હમણાં જ એક પોસ્ટમાં મેં અલ્તાફ રાજાનું નવું ગીત તમારા માથા પર મારેલું , એ ગીત માંથી અલ્તાફ નો એક અંગ્રેજી શેર …. મુજ ની સિચ્યુએશન સાથે રીલેટ કરી ને રજુ કરી રહ્યો છું ….. અરે ઈર્શાદ તો બોલો યાર … આજે મારો બર્થ ડે છે !!!
“always surrounded by woman, wine & money…
you will never find me lonely…
what to do ladies & gentleman.. my image is like that only !!! “

૯ જુલાઈ ૧૯૮૭ ની મારી  પરિસ્થિતિ નું ચિત્રાંકન ... :) બાળાઓ થી ઘેરાયેલો બાળ

૯ જુલાઈ ૧૯૮૭ ની મારી પરિસ્થિતિ નું ચિત્રાંકન … 🙂 બાળાઓ થી ઘેરાયેલો બાળ

આજે મારો બર્થ ડે છે , એટલે આજે મારી સાથે તમેય કરો જલસા…. by listening this great jalsa song

 

30 comments

  1. પથારીમાં અશક્ત રહીને પડ્યા પડ્યા ઉજવી શકાય , એવો બર્થ ડે પણ ઉજવી લો . . . આવો મોકો વારંવાર નહિ આવે 😉

    આશા અમર છે { અહીંયા આશા પહેલા ” ‘કેક’ની ” શબ્દ વાંચવો 🙂 }

  2. પ્રિય યુ વ રાજ કુમાર ભાઈ શતમ જીવેમ શરદ: નહિ કહું કેમકે તોટો પછી સો વરસની મર્યાદા થઇ જાય પણ હું એટલી શુભેચ્છા પાઠવીશ કે તમે દીર્ઘાયુષ્ય સાથે તંદુરસ્તી ભર્યું, અને તાજગી ભર્યું ,આનંદિત જીવન જીવો .અને કોમલ તમને સાથ આપતી રહે .
    યુવરાજ તમને ખબર છે ? તમે મારા ગ્રેટ ગ્રાન્ડ સન નીરજ થી પણ નાની ઉમરના છો
    તમે જન્મ્યા ત્યારે છોકરીયું વીંટળાય વળ યુત્યું અને મને હું અર્વા કાંઠે આવ્યો છું તોય છોકરીયું મારી સાથે ફોટા પડાવવા ત લ પાપડ થાય છે .હું મારા મિત્ર સાથે થોડા મહિના પહેલા મેક્ષિકો ગયો હતો .ત્યાં એક છોકરી એના બોય ફ્રેન્ડ સાથે હતી એણે એના દોસ્તને મને પુ છવા મોકલ્યો કે હું એમની સાથે ફોટો પડાવું ?મેં શરત કરી કે મારા મિત્ર સાથે પણ ફોટો પડાવ પછી એ અમારા બે વચ્ચે બેઠી પણ મારી સાથે પડખામાં ઘૂસીને બેઠી અને પોતાનો સુંવાળો હાથ મારી દાઢીમાં નાખ્યો। . તમારી તબિયત ખુબજ તંદુરસ્ત થઇ જાય એવી શુભેચ્છા સાથે હેપી બર્થ ડે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s