રેઇન ઈઝ ફોલીંગ છમા છમ છમ ..

ફિલ્મ – ગુનેહગાર
વર્ષ – ૧૯૯૫
ગીત – રેઇન ઈઝ ફોલીંગ છમા છમ છમ ..
ગાયક – સુદેશ ભોંસલે
ગીતકાર – સુરેન્દ્ર સાથી
સંગીત – શ્યામ સુંદર

નાનપણમાં શાવર નીચે નહાતા નહાતા નાચ્યો છું – અઢળક વખત ! અને એ રેઇન ડાન્સ વખતે કઈ કેટલાય ગીતો ગાઈ નાખયા હશે. વેલ , મોસ્ટલી જે દિવસે મારો મૂડMovie_Gunehgar 3061411111715 સારો હોય એ દિવસે જ હું શાવરમાં નહાતો , ( મુડ ના હોય તો ક્યારેક નહાવાનું માંડી પણ વાળતો ) પછી તો સાબુ માઈકમાં કન્વર્ટ થઇ જતું અને ફોર્સ્ફૂલ્લી પડતા પાણીમાં ફોર્સ્ફૂલ્લી હાથ પગ નાખીને સ્ટેપ્સ કરવામાં આવતા , જાણે ખરેખરમાં કોઈ સ્લોમોશન માં મને શૂટ ન કરી રહ્યું હોય ! રિતિક જુએ તો એ બી ટેન્શનમાં આવી જઈને એવું વિચારે કે મારે હજુ થોડી વધુ ડાન્સની ટ્રેનીંગ લઈને ફિલ્મોમાં આવવાની જરૂર હતી , પણ મારો સ્વભાવ બી પાછો આમ ઉદાર એટલે મેં મારી ડાન્સની કલાને બાથરૂમ સુધી જ મર્યાદિત રાખી ! આપડે કીધું ક્યાં રિતિક ફીતિક ના પેટ પર લાત મારવી ! અહી આ ગીતમાં હીરો પણ વરસાદમાં ડાન્સ કરી ને છોકરીએ આંખ મારી છે એ વાતનો આનંદ વ્યક્ત કરી રહ્યો છે. મને પણ સ્કુલ – કોલેજમાં ક્લાસની કોઈ સુંદર છોકરીએ સ્માઈલ આપી હોય તો હું પણ બીજા દા’ડે કાયદેસર રીતે શાવર નીચે ડાન્સ કરી ને આનંદ વ્યક્ત કરતો . અને મન ભરી ને ડાન્સ કર્યા બાદ હેમ ખેમ બાથરૂમની બહાર નીકળી જતો. ક્યારેય ડાન્સ કરતા કરતા પડી જવાનો રેકોર્ડ મેં નોંધાયો નથી. પણ અહિયાં આ ગીતમાં તો ભાઈ અર્થાત હીરો અર્થાત અતુલ અગ્નિહોત્રી પડી જાય છે ! અને એનું પડી જવું વ્યાજબી પણ છે કારણ કે આફ્ટર ઓલ છોકરીએ તેને આંખ મારી છે. એ જમાનો જ થોડો એડવાન્સ હતો, જયારે અમે સ્કુલ – કોલેજમાં હતા . છોકરીઓ અને છોકરાઓ એકબીજાને આંખ મારે એવા કિસ્સા બનતા , જયારે હવે તો છોકરા છોકરીઓ માત્ર ફેસબુક પર એકબીજાના ફોટા પર લાઈક મારતા દેખાય છે. એમાય સાલ્લુ ખબર ચમની પડે કે આ લાઈન વાળું લાઈક છે કે ભાઈ સમજી ને મારેલું લાઈક ! બોલો , એના કરતા અમારો જમાનો ટનાટન ના કહેવાય ?

“ટન ટના ટન ટનન ટનન ….
રેઇન ઈઝ ફોલીંગ છમા છમ છમ
લડકીને આંખ મારી ગીર ગયે હમ
ટન ટના ટન ટનન ટનન …”

દરેક જમાનામાં ધાબા પર કે બાલ્કની પર થી પ્રેમો થતા આવ્યા છે , થઇ રહ્યા છે અને થતા રહેશે. સીધું ગણિત છે કે માણસ બાલ્કની પર કે ધાબા પર કેમ આવે ? ઘરમાં કંટાળો આવતો હોય એટલે બહાર કોઈ સુંદર નજારો જોવા મળશે એવી આશાએ જ આવે ને ? અને જુવાન છોકરા માટે જુવાન છોકરી અને જુવાન છોકરી માટે જુવાન છોકરા થી વિશેષ સુંદર નજારો બીજો કયો હોય ! મેં તો આવા અનેક કિસ્સાઓ સાંભળ્યા છે , આઈ એમ શ્યોર કે તમે પણ સાંભળ્યા હશે , કદાચ અનુભવ્યા પણ હશે ! કાલિદાસ ના જમાનાના કવિઓ ચાંદ અને સુરજના નીકળવાના ટાઈમ વિષે કવિતાઓ લખતા , કદાચ એ વખતે પાડોશ માં પ્રેમિકા રહેતી હોય એવા સદનસીબ એમને પ્રાપ્ત નહિ થયા હોય , બાકી મેં જેટલી દુનિયા જોઈ છે એમાં મેં તો એવું જ જોયું છે કે લોકો શેરી માં સેટિંગ થતું હોય તો શેરીની બહાર નીકળવાનું પ્રીફર નથી કરતા . અને શેરી માં સેટિંગ કરવું એ પાછુ જેવા તેવા નું કામ નથી , એના માટે ખૂબ ડેરિંગ જોઈએ. અને સ્વભાવે છુપા રુસ્તમ ની પ્રકૃતિ હોય તો જ આવા પ્રકારના સેટિંગ થઇ શકે . કારણ કે કોલેજ ના લફરા આખી કોલેજમાં ફેલાયેલા હોય , જોબ માં પણ એ જ હાલ ! પણ જો એક શેરીમાં પ્રેમી યુગલ હોય તો ભાગ્યે જ એવું જોવા મળે કે કોઈને એ વાતની ખબર પડી હોય . સૌથી વધુ છુપા રુસ્તમ ટાઈપ ના પ્રેમી યુગલ જો કોઈ હોય તો એ આ શેરીઓમાં વસતા યુગલ ! એ ક્યારેય કોઈ ને જાણ ન થવા દે , અને જો કોઈ ને જાણથઇ પણ જાય તો એવા કેસીસ માં સવારે જાણ થઇ હોય અને સાંજે તો ખબર પડે કે બંને પ્રેમીઓ એ ભાગી ને લગ્ન કરી લીધા છે ! એક અલગ જ પ્રકાર ની દીવાનગી હોય છે આવા શેરી રોમેન્સીસ માં …

“છત પે ખડી થી મેરી ગુલબદન ,
મેં થા ગલી મેં મેરે લડ ગયે નયન
દેખ કે દિલ મચલ ગયા , પાવ મેરા ફિસલ ગયા ,
દેખો રે દેખો મેરા દીવાનાપન “

છોકરીઓ ની અદાઓ એટલે તોબા તોબા ! એમાં જાદુગર ના જાદુ કરતા પણ વિશેષ જાદુ હોય છે અને મદારી ના ખેલ કરતા ય વિશેષ ખેલો હોય છે ! અને એની પાછળ ક્રેઝી થવાનું લખાયું હોય છે છોકરાઓના માથે ! મને દસમાં ધોરણમાં દસ વાર ગોખેલો પ્રમેય યાદ નહોતો રહેતો , પણ પેલીએ ખભા પરથી સરકેલો દુપટ્ટો પાછો કેવી રીતે ઓઢ્યો હતો એ સીન ફ્રેમ ટૂ ફ્રેમ યાદ હોય ! કોઈ સ્મિત ! કોઈ હાસ્ય રૂપી ગીત ! હવાઓ માં ગુંજતું ઝુલ્ફો નું એ સંગીત ! એ બધું કેવી રીતે વિસરાય ! ઓલો મનહર ઉધાસ ગાય છે ને …”શાંત ઝરુખે વાટ નીરખતી ….” એમાં પણ સ્ત્રીના સોંદર્ય ના કેટલા બધા વખાણ થાય છે ! આંખ ના કાજળ થી લઇ ને હાથ ની મહેંદી ની પણ વાત થાય છે , અને લખલૂટ વખાણો- વર્ણનો કર્યા બાદ છેલ્લે ફક્ત એક જ લાઈનમાં બધો ભાવ – કે હવે એના વિના “બહુ સુનું સુનું લાગે છે…બહુ વસમું વસમું લાગે છે” બહુ નેચરલ વાત છે ભાઈ કે છોકરીઓ ની અદાઓ પર છોકરાઓના હૃદય એક ધડકન ચુકી જ જાય , જો એવું ન થાય તો સમજવું કે કાં તો છોકરીમાં કે એની અદામાં ખાસ કઈ માલ નથી , અથવા તો એ છોકરો ખરેખરમાં પૂરે પૂરો છોકરો નથી (આઈ મીન રીયલ મર્દ નથી ), અને જો એ રીયલ મર્દ છે તો કાં તો એ કોઈ સાધુ છે ને કાં તો કોઈ તપસ્વી , અને એ પણ એવા પ્રકાર નો તપસ્વી જેનું તપ મેનકા ટાઈપ ની બલાઓ પણ ભંગ ન કરી શકે ! બાકી નોર્મલ માણસ ની તો હાર્ટ બીટ સ્કીપ થઇ જ જાય …. ક્યારેક અટકી પણ જાય (આ ગીતમાં દર્શાવ્યા મુજબ ) !

“દિલ મેં ઉઠા હૈ દેખો કૈસા તુફાન ,
ઉસકી અદાઓ ને લે લી મેરી જાન ,
આંખો સે લૂટ લિયા , બાતો સે માર દિયા ,
રુકને લગી મેરે દિલ કી ધડકન
અરે યે તો ગયા …
ટન ટના ટન ટનન ટનન …”

Advertisements

2 comments

  1. ચાલો એક વાત માં તો આપણે અલગ પડ્યા ….. મારો જયારે મુડ ખરાબ હોય ત્યારે હું શાવર લેવા જતો હોઉં છું સોન્ગ્સ સાંભળતા સાંભળતા…. શાવર લીધા પછી તો મુડ સારો થઇ જ જતો હોય છે મોટા ભાગે …
    પણ હા નાહતા નાહતા ગીત ગાવાની મજા તો છે જ અલગ 😀

    અને મને લાગે છે કાલીદાસ વગેરેના ઘર મારા જેવા હશે કદાચ, બાલ્કની અને અગાશી પરથી સામે જોઈએ તો ખાલી બગીચો દેખાય, આંબા દેખાય અને થોડુક ઉપર જોઈએ તો ચાંદા અને તારા …. 😛

    મસ્ત! 🙂

    1. હા ભાઈ , નાહતા નાહતા ગીતો ગાવાની મજા અલગ … પણ મારા એ દિવસો ભૂતકાળમાં જ ક્યાય દટાઈ ગયા છે … હવે એવું ગાવાનું ને નાચવાનું સૂઝતું નથી … પ્રયત્ન કરીશ ખુરપી લઈને એ દિવસો પાછા કાઢવાનો 😉

      મેં બી ચાંદ અને તારાઓથી જ દિલ બહેલાવ્યા છે 🙂

      થેન્ક્સ 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s