એક જ દિવસમાં આ બીજી પોસ્ટ !

તમેય પાછા વિચારશો કે એમાં તે વળી શી મોટી ધાડ મારી … એક જ દિવસમાં બીજી પોસ્ટ લખી ને ! હા , ભાઈ ધાડ તો કઈ નથી મારી , અને હમણાં મારી કોઈ ધાડ મારવાની કેપેસીટી પણ નથી કારણ કે લાંબી બીમારીમાં પટકાયેલો છું . પથરી થઇ … અસહ્ય પીડાઓ વેઠી ને પછી ગયા રવિવારે ઓપરેશન કરાવ્યું , ઓપરેશન પછી પણ પીડાઓ નો સિલસિલો ચાલુ જ છે , એમાં ય પાછા સવાર – સાંજ એક એક એમ રોજના બબ્બે ઇન્જેક્શન ઘોકાવું છું , રામ જાને ક્યારે છુટકારો થશે . બેડ રેસ્ટ માં મુખ્ય પ્રવૃત્તિ વાંચન ની છે આજ કાલ … બહુ બધી પીડા સાથે પત્ની નો બહુ બધો પ્રેમ અને કાળજી પણ પામી રહ્યો છું . એન્ડ ધેટ્સ ઇટ ! વધુ માં આજે ફેસબુક પર એક જૂની પોસ્ટ પણ શેર કરી છે નવા સંદર્ભ સાથે , આ બ્લોગ વાંચતા જે મિત્રો મારી સાથે ફેસબુક પર જોડાયેલા નથી તેમના માટે એ સંદર્ભ અને લીન્ક …..

“થોડાક મહિના પહેલા મેં અલ્તાફ રાજા વિષે લખેલી પોસ્ટ , અને તે આજકાલ દેખાતો નથી એ બાબતે વ્યક્ત કરેલું મારું દુખ … આ પોસ્ટમાં ! અલ્તાફ રાજા એના ફેન્સ માટે શું છે એ જાણવા જરૂર વાંચો , નીચે અંગ્રેજીના કેપિટલ અક્ષરોમાં અલ્તાફ રાજા લખેલું છે , તેના પર ક્લિક કરવાથી એ પોસ્ટ વાંચી શકાશે   & now i am very much happy to see him after a long time…. in a song from ghanchakkar- jholu ram!! બાકી ગીત પણ જલસો પાડી દે તેવું છે હોં … અલ્તાફ ની શાયરી કહેવાની ટીપીકલ સ્ટાઇલ ઇંગ્લીશમાં … never expected come back! welcome back altaf… i love you… have heard your songs many times in my teen age..the age of fantacies!” – ફેસબુક પર મુકેલો સંદર્ભ.

એ પોસ્ટ નું ટાઈટલ પણ મેં અલ્તાફ રાજા ના અતિ પ્રખ્યાત ગીત “તુમ તો ઠહેરે પરદેસી” ની એક લાઈન પરથી આપેલું , સાથે એ પણ કહેલું કે એ ગીત અલ્તાફ ની ઓળખ સમું છે  , અલ્તાફ ના આ નવા ગીત માં પણ ઇમરાન હાશમી અલ્તાફ ને  “તુમ તો ઠહેરે પરદેસી” ગાવાની રીક્વેસ્ટ કરે છે , ઇમરાન ની જગ્યા એ હું હોત તો હું પણ કદાચ એ જ કરત 😉 🙂

ALTAF RAJA

અને આ રહ્યું અલ્તાફ રાજાનું એ નવું ગીત ફ્રોમ ધી ફિલ્મ ઘનચક્કર

અને છેલ્લે ,

પત્ની એ આજે ઘનચક્કર જોવાની ઈચ્છા વ્યક્ત કરી , મેં કહ્યું બે વરહ થી મને જોઈ તો રહી છો !

11 comments

    1. ફોડ ઓલરેડી પાડેલ છે બંધુ , પથરી થઇ , દસેક દિવસ વેઠી , પછી ઓપરેશન કરાવ્યું, ઓપરેશન બાદ પણ પીડા રહે છે – (ડોકટરે પણ કહેલું કે રહેશે ) મંગળવારે બતાવવા જવાનું છે ત્યારે કદાચ ખ્યાલ આવશે કે આ બેડ રેસ્ટ ની મુદત ક્યારે પૂરી થશે

      1. થેન્ક્સ એન્ડ નો નીડ ટૂ સે ક્ષમા … જલ્દી મળીશ ફૂલ મૂડ માં ! તમારા રીવ્યુ ને અનુસરી મોહન જોશી ને હાજર કરી દીધા છે , જલ્દી જોવામાં આવશે … અગાઉ માલેગાવ કા સુપરમેન જોયેલું એ પણ તમને જ આભારી 🙂

  1. ઓપરેશન પછી દુ:ખાવો થાય પરંતુ વધુ પીડા થતી હોય તો સર્જન ડૉકટરને બતાવો તેમજ તેની સલાહનો અમલ કરજો… ઝટ સારા થઈ જાઓ એવી દીલી શુભેચ્છાઓ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s