ઐસે ના દેખો ..

ફિલ્મ – રાંજના
વર્ષ – ૨૦૧૩
ગીત – ઐસે ના દેખો …
ગાયક – નીતિ મોહન , રાશીદ અલી
ગીતકાર – ઈર્શાદ કામિલ
સંગીત – એ .આર . રહેમાન

એ મને એવી રીતે જુએ , જાણે કે હું પહેલી વાર એની નજરમાં , એના તસવ્વુર માં આવ્યો છું ! એનું આમ કરવા પાછળ નું કારણ શું હોઈ શકે ? શક્ય છે કે એનો આશય મને ઇગ્નોર કરવાનો હોય !
એવું પણ શક્ય છે કે એને અચાનક મારામાં કશુક એવું દેખાઈ ગયું , કે જેની એણે પહેલા ક્યારેય નોંધ નહોતી લીધી , એનું મન મારા પર આવી ગયું , એનું દિલ પણ મારા પર આવી ગયું અને બસ એટલે જ , મને સતત જોઈ રહ્યું છે કોઈ …………
આ બંને માંથી માત્ર એક જ કારણ સાચું હોઈ શકે ! પણ કયું ? મને એ વાત ની જરૂર જાણ હોય , તમને હું એ કહી પણ શકું , પણ શું હું એ વ્યક્તિ , કે જે મને તાકી રહી છે , એને શું હું એમ કહી શકું કે……

“ઐસે ના દેખો ,
જૈસે પહેલે કભી દેખા હી નહિ “

એવું કહેવું ઘણું અઘરું છે , લોકો તો સિતમ કરી નાખશે , આપણે ભલે સામે એમના પર સિતમ ના કરીએ , પણ એમની સામે જઈ ને “વાહ , શું સિતમ ગુજાર્યો તે યાર ” એવું કહેવાનીયે હિંમત નથી હોતી . ત્યારે “ઐસે ના દેખો ,જૈસે પહેલે કભી દેખા હી નહિ” એવું મોઢામોઢ નહિ પણ મનમાં ગાવાના વારા આવે .
કેટલાક સંબંધો ના અંત ત્યારે આવે જયારે આપડે એ સંબધ થી કંટાળી જઈએ . વારંવાર થતા એક જ પ્રકારના ઝગડા, અને અંતે સમાધાન . મન મનાવીને કરવામાં આવતા સમાધાનોમાં મનને લાલચ આપવામાં આવે છે – કે આ વ્યક્તિ મારા સપના સાકાર કરશે , મારા દુખ દર્દ વહેંચશે , મને સાંભળશે … જેવી અનેક અપેક્ષાઓ હોય છે , અને એની જ લાલચે સમાધાન થયા કરતુ હોય છે . પણ , સંબંધના અલ્ટીમેટ અંત વખતે અપેક્ષા સેવનારૂ વ્યક્તિ જરૂર બોલે છે – કે મારે તારી પાસેથી કશું નથી જોઈતું , આ સંબંધ નો અંત પણ તું સ્વીકારે તો ઠીક બાકી તારા સ્વીકારવા – ના સ્વીકારવા પર હું નભેલો નથી . આ સંબંધ મારા માટે અહી જ અંત પામે છે – તું સ્વીકારે કે ના સ્વીકારે ! તું ચાહે કે ના ચાહે !

“મુજે કુછ ભી નહિ ચાહિયે તુમ સે
ના દિલાસા , ના ભરોસા ,
ના વાહ વાહ , ના હમદર્દી
ના સપના , ના સહુલત
ઐસે ના દેખો … “

raanjhnaa brand new still ft. sonam kapoor (1)

ગુજરાતી સાહિત્યમાં કે ગુજરાતી ઇતિહાસમાં કે ઇવન ગુજરાતી ફિલ્મોમાં ઝાંખી કરો તો જાણવા મળશે કે પહેલાના જમાનામાં ગાયકોને એવી ભાવના રહેતી કે તે માત્ર પોતાના ઈશ્વર માટે ગાય , અથવા તો એવા પાત્રો પણ મળી આવશે જે માત્ર પોતાના પ્રિયજન માટે ગાય ! ભલે ખુબ સુંદર ગાતા હોય , ભલે તેના ખૂબ રૂપિયા મળે તેમ હોય તોય તેઓ જાહેરમાં ન ગાય , પોતાની ગાવાની કલાનો ધંધો ન બનાવે. સમય સાથે આ પ્રકારના લોકો ઓછા થવા લાગ્યા , અને હવે તો હું નથી માનતો કે આજ ની તારીખે આવું કોઈ વ્યક્તિ આ દુનિયા માં હોય – કદાચ કોઈ વડીલ હોય તો હોય , બાકી જુવાનીયાઓ માં તો અશક્ય ! આવું થવા પાછળ નું મોટું કારણ તો એ જ કે માત્ર કળા થી પેટ ન ભરાય , માટે રોજી રોટી માટે એ કરવું જ રહ્યું ! તેમ છતાય જો બીજી રીતે વિચારીએ તો એક કારણ એ પણ મળી આવે કે હવે ક્યાં પહેલા જેવા પ્રેમીઓ જ રહ્યા છે જે પોતાની પ્રિયતમાને એટલો પ્રેમ કરતા હોય કે માત્ર એના માટે જ ગાય , અને એના મનમાં એવી ભાવના ત્યારે આવે જયારે એની પ્રેમિકા એટલી પ્રેમાળ હોય , એને ઓલા ના પ્રેમની સાચી કદર હોય , ફૂલ હોય તો એની ખુશ્બુ ની તારીફો થાય , અને એ તારીફો કરવા માટે ગીતોની રચના થાય , પણ જ્યાં માત્ર પત્થર હોય ત્યાં શું ખુશ્બુ ને શું એની તારીફ ! પત્થરની તમે તારીફ કરી પણ લો તો પણ એ પત્થર ક્યાં તમારું ગીત સાંભળવાનો છે !

“મેં ઉન લોગો કા ગીત
જો ગીત નહીં સુનતે …..”

મારા શહેર અમદાવાદના પ્રહલાદનગર અને સેટેલાઈટ વિસ્તારમાં એક માણસ રાવણ હત્થો વગાડે છે . પહેલી વાર એના વાજિંત્ર પર “આજા સનમ , મધુર ચાંદની મેં હમ …” ગીત સાંભળ્યું , હું તલ્લીન થઇ ગયો . કેટલું ફીનીશીંગ – કેટલું પરફેક્શન સાથે એ વગાડતો હતો ! હું એને ભેટી પડ્યો ! એનું નામ પૂછ્યું – પરબત ! પરબત ની નાની છોકરી પરબતના પગ પાસે બેઠી બેઠી રમતી હતી. મેં જવા માટે બાઈકમાં ચાવી ભરાવી ત્યાં પરબતે “રમૈયા વત્સા વૈયા…” વગાડવાનું શરુ કર્યું – પૂરું ગીત સાંભળ્યા વગર હું ન જઈ શક્યો. બંને ગીત જે પરબતે વગાડ્યા એ રાજ કપૂર ના હતા , પરબતની પસંદ પણ કેવી ઊંચી ! ચીલા ચાલુ ચવાઈ ગયેલી કમર્શિયલ ધૂનો તો સ્ટ્રીટ સાઈડ પરફોમર્સ જોડે ખૂબ સાંભળવા મળે , ટ્રેનમાં , રસ્તાઓ પર મેં કેટલાય પરફોમર્સ ને સાંભળ્યા છે. પણ પરબત જેવા ખૂબ ઓછા હોય છે – પરબત પાસે થી હું ઘણું શીખ્યો છું – શું શીખ્યો છું એ મારી અને પરબત ની અંગત વાત છે. અમારી આંખો વડે થતી વાતો – છતાય મને કેટલાક પ્રશ્નોના જવાબ નથી મળ્યા જેમકે પરબત નું ગીત કોણ સાંભળે છે ? એ કોના માટે વગાડતો હશે ? આટલી ગરીબી માં જીવતો પરબત શું ક્યારેય રડતો હશે ? કે ક્યારેય નહિ રડતો હોય ? હવે પાછો હું પ્રહલાદનગર જઈશ ત્યારે એ મળશે ? ક્યાં સુધી મળશે ? ક્યારેક એ ક્યાંક ખોવાઈ ગયો તો ….?

“..પતઝર કા પહેલા પત્તા
રેગીસ્તાન કા પહેલા આંસુ
યા મેં ગુઝરા વક્ત , નહીં મિલુંગા
નહીં મિલુંગા યે સચ , યે સચ ! “

 

9 comments

 1. ખુબ જ અદભુત વિચારવલોણું . . . અને સહજ અભિવ્યક્તિ .

  અને કેટલીક વાર માણસ પોતે કેટલી મુસીબતો અને દુઃખોમાં હોય છે તેની જાણ તેને ખુદને જ મોડેથી પડતી હોય છે માટે જ તે ગાળા દરમ્યાન તે સુખી હોય છે , પરબતના કિસ્સામાં પણ તેવું જ હોવું ઘટે . . . કે કદાચ આપણે જ તેના સંજોગોથી હલી જઈએ પણ આખીરમાં તો તે જ આપણને કશું નવું શીખવાડી જાય !

  રાંઝણાનાં ગીતો તો હજુ નથી સાંભળ્યા , પણ હવે . . .

 2. ‘તું મેરી જરુરત હે …’
  આ છે આજનો પ્રેમ.
  પણ પેટ ભરવા બીજા રસ્તા પણ છે, પ્રેમની અભિવ્યક્તિને પેટ ભરવાનું સાધન ન બનાવાય.
  ‘હું જ પેમ છું’ આજે ‘સંવેદનાને સથવારે’ પર….

  1. આપે સાચું કહ્યું ,આજ નો પ્રેમ સ્વાર્થી છે અને સ્વાર્થી લોકો તો કઈ પણ કરી શકે ! જ્યાં હૃદય લાગણીથી ભરાતા ન હોય ત્યાં પેટ ભરી ને જ સંતોષ માનવો રહ્યો

 3. સમયની સાથે પ્રેમની ડેફીનેશન તો ના બદલાય પણ, પ્રેમ ની અભિવ્યક્તિ અને પ્રેમ કરવાની રીતો તો બદલાતી જ હોય ને યાર….. સરસ લેખ. એન્ડ હાર્ડલી વેઇટીંગ ફોર રાંજણા…

 4. અત્યારે આ સોંગ રીપીટ મોડ પર સાંભળતો હતો અને ફરી થી તમારી પોસ્ટ વાંચવા આવી ગયો….આ પહેલા વાંચ્યું ત્યારે આ સોંગ સાંભળ્યું પણ નહોતું, અને એ વાંચ્યા પછી પણ ડાયરેક્ટ જયારે મુવી જોવા ગયો ત્યારે સાંભળ્યું હતું આ સોંગ. અને ત્યારથી ઓલટાઈમ ફેવરીટ સોન્ગ્સમાં આનું સ્થાન બની ગયું… અને જયારે મુવીમાં આ સોંગ આવ્યું ત્યારે અચાનક યાદ આવ્યું કે આ તો પેલી પોસ્ટ વાળું જ સોંગ!
  આમ તો આ સોંગના શબ્દો અહીં વાંચ્યા જ હતા પણ મુવી જોયા પછી થોડા વધારે ડીટેઇલમાં સમજાયા…. અને એમાં પણ અત્યારે જયારે રીપીટ મોડમાં સાંભળું છું ત્યારે પોસ્ટના દરેકે દરેક શબ્દમાં ઊંડાણ દેખાય છે….
  મસ્ત સોંગ,
  મસ્ત પોસ્ટ….

  1. આ સીરીઝમાં બે ત્રણ પોસ્ટ તો મેં એમ જ , પહેલી વખત સોંગ સાંભળતા સાંભળતા જ લખી નાખી છે ! ઓલું મર્ડર ૩ નું તેરી ઝુકી નઝર ને આશીકીનું તુમ હી હો પણ એજ રીતે લખેલું ! આ સીરીઝ શરુ કરી પછી એક સમય એવો આવ્યો કે કોમ્પોઝીશન ગમતી હોય એવા તો અઢળક ગીતો હોય , પણ લીરીક્સ માં કૈક એવું તત્વ હોય જે મારી ફિતરત , મારા વિચારો ને અનુકુળ આવતું હોય તો જ લખવું રુચે ! એટલે લીરીક્સ માટે સાઈટ્સ ફેંદતો થયો. અને મારી અંદર લીરીસીસ્ટ ની જેમ એક કમ્પોઝર બી છે. હું એવા સોન્ગ્સ ના લીરીક્સ જયારે વાંચું જે મેં ક્યારે સાંભળ્યા ન હોય , ત્યારે મનમાં પહેલા ઓટોમેટીકલી કમ્પોઝ થવા લાગે ! ને મારું કમ્પોઝીશન થાય , પછી હું ઓરીજનલ કમ્પોઝીશન સાંભળું અને પછી બંને ને મેચ કરી ને આનંદ લઉં !

   આ ગીત પણ એવી રીતે એક વાર વાંચી ને જ પસંદ પડી ગયેલું , રહેમાન નું કમ્પોઝીશન પહેલી વાર સાંભળતા થોડું અળવીતરું લાગ્યું. પછી એમાં રહેલો વેસ્ટર્ન ટચ ફિલ કર્યો ત્યારે રીયલાઈઝ થયું કે આવી ધૂન બીજો કોઈ સંગીતકાર હિન્દી ગીત માટે કલ્પી પણ ન શકે ! વિચારીએ તો પણ એમ લાગે કે ના યાર આ કમ્પોઝીશન માં હિન્દી શબ્દો નહિ જામે …. પણ આ રહી કમાલ – ઐસે ના દેખો !!

   અને બસ તમારી આ ટીપ્પણી થકી આ પોસ્ટ નું નિર્માણ સાર્થક થયું . થેંક યુ સો મચ ! તમને ગીત સાંભળી ને પોસ્ટ યાદ આવી અને ફરી વાંચવાનું મન થયું – વ્હોટ એલ્સ! બીજું શું જોઈએ !!! ( આ લવારિયા ને બીજા લવારિયાનો {તમારા જ શબ્દો છે હોં ભાઈ 😉 } લવલી પ્રતિસાદ મળી જાય એટલે મોજે દરિયો બાપ્પુ 🙂 )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s