celebrating 2nd marriage anniversary with the song – “અભી કુછ દિનો સે..”

ફિલ્મ – દિલ તો બચ્ચા હૈ જી
વર્ષ – ૨૦૧૧
ગીત – અભી કુછ દિનો સે ..
ગાયક – મોહિત ચૌહાણ
ગીતકાર – નીલેશ મિશ્રા
સંગીત – પ્રીતમ

                         નવી નવી સગાઇ થયેલી , અને શ્રીમતી સાથે વાતો ની બસ શરૂઆત જ હતી , સગાઈના દિવસે મેં એને ગીફ્ટમાં ફોન આપ્યો અને બીજા દિવસે સવારે જ

વરસાદમાં ભીંજાયેલા - અમે બંને !

વરસાદમાં ભીંજાયેલા – અમે બંને !

શ્રીમતીજીએ એ ફોનનો સદઉપયોગ કરીને મને ફોન જોડ્યો . ત્યારે મારા ફોનની કોલર ટયુન માં “રક્ત ચરિત્ર ” ફિલ્મ નું ગીત હતું – “સર જો ઊઠેગા , ધડ સે કટેગા , કહા પે છૂપેગા , કહા સે બચેગા …. ” ! શ્રીમતી ને આ કોલર ટયુન ખાસ પસંદ ન આવી , પરંતુ એના પૂજ્ય પિતાશ્રી અર્થાત મારા સસરા જી ને આ કોલર ટયુન પસંદ આવેલી , એમને કદાચ એ કોલર ટયુન સાંભળી ને સંતોષ ની લાગણી થઇ કે ના , બાકી જમાઈ સમય આવ્યે ધીંગાણું કરે એવો છે , અર્થાત પાક્કો દરબાર ! એ બી પાછા પાક્કા દરબાર , પાંચ પચ્ચીસ ને પાડી દેવાના હોય તો પહોંચી વળે , આ તો ક્યારેક પચ્ચીસ થી વધારે હોય ને આપડી જરૂર પડે તો વાંધો નો આવે !

એમ તો પાછો હું ફિલ્મ નો હીરો કરે એ બધી પ્રકારના ખેલ કરી શકું એવો સર્વગુણ સંપન્ન , એટલે કે ફાઈટીંગ ની સાથે રોમેન્સ નો બી રાજા , એટલે મેં મારી લાગણીઓ ને ગીત દ્વારા વ્યક્ત કરવા કોલર ટયુન બદલી , “રક્ત ચરિત્ર ” માંથી “રોમેન્સ ચરિત્ર ” …. !અને મેં એ સમયે નવી જ આવેલી એક ફિલ્મ નું એક નવું જ ગીત રાખ્યું , જે મારી એ સમયની લાગણીઓને પરફેક્ટ વાચા આપતું હતું , અને એ ગીત હતું …..

“અભી કુછ દિનો સે લગ રહા હૈ , બદલે બદલે સે હમ હૈ ,
હમ બૈઠે બૈઠે દિનમેં સપને દેખતે નીંદ કમ હૈ ,
અભી કુછ દિનો સે સુના હૈ દિલ કા , રોબ હી કુછ નયા હૈ ,
કોઈ રાઝ કમબખ્ત હૈ છૂપાયે , ખુદા હી જાને કે ક્યા હૈ ,
હૈ દિલ પે શક મેરા , ઇસે પ્યાર હો ગયા ,
અભી કુછ દિનો સે સોચતા હૂં , કે દિલ કી થોડી સી સૂન લૂં ,
યહાં રહેને આયેગી દિલ સજા લૂં , મેં ખ્વાબ થોડે સે બૂન લૂં ,
હૈ દિલ પે શક મેરા , ઇસે પ્યાર હો ગયા …. “

અને પછી થયો પ્રેમ ! પ્રેમ તો જોકે બહુ પહેલા થયો ! અરે ના , પછી થયો! એક્ચ્યુઅલ્લિ , કયા દિવસે કઈ સેકન્ડે થયો એ વિષે મને ખાસ કશું યાદ નથી , પણ શ્રીમતી ને બરાબર યાદ છે કે મેં ક્યારે તેને પહેલી વાર “આઈ લવ યુ ” કીધેલું ! મનમાં ને મનમાં એકબીજાને જ સર્વસ્વ માની ને ચાલી રહેલા અમે બંને , વાતો કર્યે જતા હતા , જીંદગીમાં આવેલા નવા વળાંકનો આનંદ લેવામાં મશગુલ હતા , જેવો ઝંખતા હતા તેવો જીવનસાથી મળ્યાની ખુશીમાં અમે વ્યસ્ત હતા , છતાય ઝગડો કરવાનો સમય પણ અવશ્ય નીકાળી લેતા . લડવાનું અને ઝગડવાનું અને તોય હંમેશા સાથે રહેવાનું , એવો લગભગ દરેક પતિ પત્ની વચ્ચે જોવા મળતો જીવન મંત્ર અમે તો સગાઇ પછી થી જ અપનાવી લીધેલો . હવે લગ્ન પછી તો એકબીજાના જ વાંકો દેખાય , પણ એ સમયે અમને પોતાનો વાંક પહેલા દેખાતો , એટલે કે ઝગડો જયારે સમાપનને આરે હોય ત્યારે એકબીજા જોડે સોરી બોલાવવાને બદલે અમે પોત પોતાનું સોરી એકબીજાને સામે થી અર્પણ કરતા , અને શરૂઆત ના એ દિવસો ના પહેલા પહેલા ઝગડાઓ ના એક ઝગડામાં કારણ રૂપ હું હતો . એ ઝગડો જાણે એમ હતો કે શ્રીમતી એ પહેલી વાર મારી આંખોના ખૂબ વખાણ કર્યા , હું બરાબર ફૂલાઈ રહ્યો હતો ત્યાં જ તેણે કહ્યું કે પહેલી વાર કોઈ ની આંખો એ આવો જાદુ કર્યો , અને પછી ભૂલ સુધારતી હોય તેમ બોલી કે આમ તો પહેલીવાર નહિ પણ બીજીવાર ! પહેલી વાર તો અમિતાભ બચ્ચન ! યસ , શ્રીમતીજી નો મોસ્ટ ફેવરીટ હીરો બચ્ચન, અને બચ્ચન તો રીલ લાઈફમાં એન્ગ્રી યંગ મેન પણ હું તો રીયલ લાઈફમાં એન્ગ્રી અને સાથે ખુબ પઝેસીવ પણ ખરો , એટલે એની એ વાત પર હું રિસાયો છું એમ મેં જાહેર કર્યું અને પછી ની ક્ષણોમાં એના ફોન પણ મેં રીસીવ ન કર્યા , અને આ રીતે થઇ ગઈ એ ઝગડાની શરૂઆત . પછી જોકે મેં મારી ભૂલ કબૂલ કરેલી , અને એ રીતે ઝગડો સમાપ્તિને આરે આવેલો .

“તું બેખબર , યા સબ ખબર ,ઇક દીન ઝરા મેરે માસુમ દિલ પે ગૌર કર ,
પરદો મે મેં , રખ લૂં તુજે , કે દિલ તેરા આ ન જાયે કહી યે ગૈર પર ,
હમ ભોલે હૈ , શર્મીલે હૈ , હમ હૈ ઝરા સીધે માસુમ ઇતની ખૈર કર ,
જિસ દિન કભી , ઝીદ પે અડે , હમ આયેંગે આગ કા તેરા દરિયા , તૈર કર ,
અભી કુછ દિનો સે લગે મેરા દિલ ,હૈ ધુત હો જૈસે નશે મેં ,
ક્યોં લડખડાયે , યે બહેકે ગાયે , હૈ તેરે હર રાસ્તે મેં ,
હૈ દિલ પે શક મેરા , ઇસે પ્યાર હો ગયા …”

લગ્નને ૧૫ દિવસની જ વાર હતી ને પછી તો આખી જીંદગી સાથે જ રહેવાનું હતું , છતાય બંને ના મનમાં થયા કરે – એકબીજાને મળવાની ઈચ્છા . એમાય ભાવતું હતું ને વૈધે કીધું તેમ મિત્રના લગ્ન કચ્છ માં ( શ્રીમતીજી નું પિયર પણ કચ્છ માં ) યોજાયા , એટલે એ મિત્ર ના લગ્ન એટેન્ડ કરવાને બહાને હું પહોંચી ગયો કચ્છ , જેમ તેમ કરી ને ફાધર ઇન લો ને મનાવ્યા , શ્રીમતીજીને મારી સાથે અંજાર લઇ જવા માટે . અને અમે બને જણા ઊપડ્યા અંજાર રખડવા . મિત્ર ના લગ્ન માં ખાલી ફોર્માલીટી કરવા પૂરતી હાજરી આપી આવ્યા , એ પણ જમ્યા વગર , તોય બિચારો ખુશ થઇ ગયો ને મને કહે કે પંદર દિવસ પછી તમારા પોતાના લગ્ન હોવા છતાય તમે મારા લગ્ન માં હાજરી આપી એ જ ખુબ મોટી વાત છે ! અને એ દિવસે અમે જેસલ તોરલની સમાધિ એ પણ ગયા – જેસલ તોરલ ની કથા મને વિશેષ પ્રિય , અને એ સમાધિ માટે મનમાં ખુબ નિષ્ઠા . પહેલા પણ એક વખત સમાધિ એ આવી ગયેલો , પણ શ્રીમતી સાથે ત્યાં જવાનો આનંદ જ કઈ અલગ હતો , તેના હાથે તોરલ માતા ને ચુંદડી ચઢાવી , અને મારા માટે ની એ ભાવ વિભોર ક્ષણ પસાર થઇ પછી પણ અમે અંજારમાં ખુબ રખડ્યા …. કેટલીયે ગુલ્ફીઓ ખાધી , અને છગડાઓ માં , બસો માં રખડી રખડી ને સાંજે આદિપુર (મારું સાસરું ) પરત આવ્યા ! અને એ દિવસે જેટલા આનંદ થી મળેલા એટલા જ આનંદ થી વિખુટા પડ્યા , કારણ કે ૧૫ દિવસ પછી હતો અમારા જીવનનો સૌથી મોટો ઉત્સવ ! – લગ્નોત્સવ ! અને એ ઉત્સવનો રાજીપો અમને કેટલો હતો એની અમને બંને ને જ ખબર હતી !

” બન કે શહેર , ચલ રાત ભર , તું ઔર મેં તો મુસાફિર ભટકતે હમ ફિરે ,
ચલ રાસ્તે , જહા લે ચલે, સપનો કે ફિર તેરી આહો મેં થક કે હમ ગીરે ,
કોઈ પ્યાર કી , તરકીબ હો , નુસ્ખે કોઈ જો સિખાયે તો હમ ભી સીખ લે ,
યે પ્યાર હૈ , રહેતા કહા , કોઈ હમસે કહે ઉસસે જા કે પૂછ લે ,
મેં સંભાલુ પાઉં , ફિસલ ન જાઉં , નયી નયી દોસ્તી હૈ ,
ઝરા દેખ ભાલ , સંભલ કે ચલના, કહે રહી ઝીંદગી હૈ ,
હૈ દિલ પે શક મેરા , ઇસે પ્યાર હો ગયા … “

આજે અમારા લગ્નને ૨ વર્ષ પૂરા થયા છે ! યસ , આજના જ દિવસે બે વર્ષ પહેલા અર્થાત ૨૧ મે ૨૦૧૧ ના રોજ અમે બંને એકબીજા સાથે જોડાયા , “હું” અને “તું” માંથી “અમે” બન્યા. અને આજે પણ યાદ કરીએ છીએ અને હંમેશા કરતા રહીશું , તાજ્જા તાજ્જા પ્રેમની તાજ્જી તાજ્જી લાગણીઓ ને વાચા આપતું આ ગીત – હૈ દિલ પે શક મેરા , ઇસે પ્યાર હો ગયા …. લ લ લા લ લા …. લ લા લા ….. !!!!

 & here’s the  you tube link of this song  : http://www.youtube.com/watch?v=fbdxYoFb64g

27 comments

 1. ખુબ ખુબ અભિનંદન !
  પોસ્ટના વાંચન સાથે સાથે આજે નવતર સત્ય લાધ્યું, –
  હૃદય ‘અનુભુતિ’ કરવામાં લાગણીનો કોઈ પ્રકાર પાડતું નથી …
  બસ ! હૃદય ભરાય જાય, છલકાઈ જાય, આંખો ભીની થાય.
  સુખ, દુઃખ, પ્રેમ…. ગમે તે …….
  ‘આ તો હરખના ‘આંસુ’ છે’ એમ તો આપણે કહીએ છીએ ! હૃદય તો બસ સંવેદનાથી છલકાય જ છે.
  રજનીશજી કહે છે તેમ ‘હું’ નો નાશ પોતાને કાપી કાપીને,
  ક્યાં તો ‘હું’ ને વિસ્તારીને, બીજાને તેમાં સમાવીને !
  તમારો ‘સ્વ’ પણ વિકસતો રહે, એકબીજાને સમાવતો રહે એવી શુભેચ્છાઓ ……….
  હઈલા ! મેં ચાલી વરહમાં ‘…………..’ , કે દી’ તો ઠીક, પણ કીધું હૈશે કે નહી ? 🙂

  1. ખુબ સરસ વાત કહી આપે – હૃદય બસ સંવેદનાઓથી છલકાય છે ! અને ચાલી વરહ માં નથી કીધું તો હવે કહી દો , લાગણીઓ હંમેશા અભિવ્યક્ત કરી જ દેવી જોઈએ , express your love , to all your loved ones.

 2. khub khub abhinandan ..
  . હવે લગ્ન પછી તો એકબીજાના જ વાંકો દેખાય , પણ એ સમયે અમને પોતાનો વાંક પહેલા દેખાતો , એટલે કે ઝગડો જયારે સમાપનને આરે હોય ત્યારે એકબીજા જોડે સોરી બોલાવવાને બદલે અમે પોત પોતાનું સોરી એકબીજાને સામે થી અર્પણ કરતા …
  mane aa vaat jachi gayi …khare khar to aakhi jindagi parspar aavi rite rahie to maja aave …pan ha zagda to karvana j …eni maja to or j hoy …aapnu lagn jivan sampurn sukhmay bani raho ..ane samjanbharyu pan ..e j shubhkamna …

  1. ઘણો બધો આભાર પ્રીતીજી , કડવા ઝગડાઓ પછીનો પ્રેમ મીઠો લાગે , એટલે સંબંધ માં ઝગડાનું પણ મહત્વ છે , પણ માપસર હોય તો જ , બાકી ઝગડા વધી જાય ત્યારે પ્રેમ ખોવાઈ જવાની સંભાવનાઓ પણ ખરી .
   અને આપની શુભકામનાઓ બદલ વિશેષ આભાર અમારા બંને તરફથી 🙂

 3. થોડો મોડો પડ્યો અભિનંદન આપવામાં…. ઓકે.ઘણો મોડો પડ્યો છું. પણ અભિનંદન તાજ્જા આપુ છું… સ્વીકારજો.

  આ ઉપર કોઇએ પાર્ટીની વાતો કરી છે તો… જયારે પણ ગોઠવો અમને ના ભુલતા. (નોંધ- અમને પીવામાં જરાયે રસ નથી. 😉 -નોંધ પુરી.)

  1. હથોડો : પીવામાં રસ નહિ પણ બીજું કશુક મળશે 😉 🙂

   એન્ડ શ્યોર , તમે કહો ત્યારે , અને તમે કહો એ મુજબ ની પાર્ટી ગોઠવી દઈએ , (અમને તો તમારા જેવા મિત્રો ની સંગાથ થી જ નશો ચઢી જશે )

   તાજ્જા અભિનંદન હૃદયપૂર્વક સ્વીકારેલ છે 🙂

   1. અમારા સંગાથથી જો આપને નશો ચઢતો હોય તો સાચવવું પડશે, કેમ કે નશીલી ચીજોથી દુર રહેવું એવું અમારા મેડમજીનું ફરમાન છે.. અને એમના ફરમાનનો વિરોધ કરવાની હિંમત હજુ સુધી કરી નથી.

   2. અરે બંધુ અમે કહ્યું કે નશો અમને ચડશે , આથી નશીલા પદાર્થ તમે છો એમ સાબિત થાય – (જેમાં કોઈ નુકસાન નથી , ૧૦૦% આલ્કોહોલ ફ્રી નશો ) હું તો શરબત જેવો છું , જેમાંથી તમને માત્ર સ્વીટનેસ મળશે , !! નશો જો મારામાં હોત તો તો હું મહેફીલો ની શાન હોત …….

 4. Many Many Returns of The Day, યાર કામમાં વ્યસ્ત હોવાને કારાણે મોડુ, પણ ખુબ ખુબ શુભમામનાઓ…. હેવ અ હનીએસ્ટ, ફનીએસ્ટ એન્ડ મનીએસ્ટ લાઇફ અહેડ…

 5. યુવરાજ દાંપત્ય જીવનના દરેક વર્ષો-દિવસો-અરે! ક્ષણો આનંદથી પસાર થાય એ જ શુભેચ્છા. અમે મે ૪, ૨૦૧૩ ના દિવસે અમારા સહજીવનના પાંચ દાયકા પૂરા કર્યાનો ઉત્સવ મનાવ્યો.

 6. બાપુ સુખી દામ્પત્ય જીવન માટે મીઠા ઝઘડા જરૂરી છે .એવું હું માનું છું .જેમ દૂધપાક સાથે કારેલાનું શાક
  તમે બંને ઝઘડાના અંતમાં sorry sorry કહીને પૂર્ણ કરો છો એવાત તમારી મને ઘણી ગમી . તમારા લગ્ન ,સગાઇ , પ્રેમ ની વાતો મને ઘણી ગમી .તમારા સસરા સંકુચિત વિચારના નથી ,એ જાણી મને ઘણો આનદ થયો .તમારા લગ્ન જીવન હમેશાં સફળ બની રહે ,એવા મારા આશિષ અને પરમેશ્વરને પ્રાર્થના
  મનેતો મારા હરખુડાં માબાપે બહુ નાની ઉમરે લગ્ન કરી નાખેલાં ,પણ બાપુ 70 વરસ લ ગી લગ્ન જીવન માણ્યું
  અને પછી ખાનમ ગઈ ઉક્બા મુજે અકિલા છોડકર
  જ્ન્ન્ત કો બુલાલેગી મેરા ઈશ્ક યાદ કર ખાનમ=પત્ની ઉક્બા=પરલોક
  સીનીયર સીટીઝન સેન્ટરમાં એકજ પતી પત્ની વચ્ચે લાંબુ જીવન વિતાવ નારને ઇનામ મળ્યું અમનેજ ઇનામ મળ્યું .એક અમેરિકન માણસે મને પુચ્છ્યું . લગ્ન થતા પહેલાં તમે કેટલાં વરસ ભેગા રહેલાં ,મેં કીધું હાળા તું ભેગાં રહેવાની વાત કરે છે .પણ મેંતો મારી ઘરવાલીનું મોઢું લગ્ન કરીને ઘરે આવ્યા પછી જોયું .અને એ પણ જાવડ ભાવડ .

  1. આતા તમે મારી વાતો રસપૂર્વક વાંચો છો એમાં મને મારી બ્લોગ લખવાની સાર્થકતા દેખાય છે … આતા ને ગમ્યું એટલે બસ ! થેંક યુ સો મચ આતા
   લગ્ન જીવનના ૭૦ વર્ષ ! ખરેખર ખુબ ભાગ્યશાળી છો આતા …. વિદેશ ની ધરતી પર ભારતીય સંસ્કાર-સંસ્કૃતિ ની પ્રતિમા એટલે સૌના વ્હાલા આતા 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s