Aashiqui_2_39503

તુમ હી હો – આશિકી ટૂ

ફિલ્મ – આશિકી ટૂ

વર્ષ – ૨૦૧૩

ગીત – તુમ હી હો

ગીતકાર – મિથુન

ગાયક – અરિજિત સિંગ

સંગીત – મિથુન

                                                                દોસ્તી એ શું છે ? સ્કુલમાં કે કોલેજમાં સહપાઠીઓ સાથે કેટલોક સમય સાથે વિતાવીએ , તેમની સાથે રમવા જઈએ , ફિલ્મ જોવાAashiqui_2_39503 જઈએ ઇનશોર્ટ શેરીંગ સમ ટાઈમ ટુગેધર ઈઝ ફ્રેન્ડશીપ ! કેટલીક પસંદ , નાપસંદ અને કેટલાક વિચારો મળતા હોય એટલે થઇ ગઈ ફ્રેન્ડશીપ ! દોસ્તીમાં પછીનું પગથીયું આવે ગીવ એન્ડ ટેક ! મીન્સ કે તું મારું થોડું કામ કર અને બદલામાં હું તારું થોડું કામ કરું . હિસાબ બરાબર ! કોઈ એક મિત્ર બીજા માટે કામ કર્યે જ જાય અને બીજો એના માટે કશું નાં કરે – એવું ના જોવા મળે , અથવા તો ભાગ્યે જ જોવા મળે. પણ પ્રેમીઓ માં આવું ખુબ જોવા મળે કે કોઈ સંબંધમાં માત્ર એકલો છોકરો કે એકલી છોકરી જ બધા કોમ્પ્રોમાઈઝ કરતુ હોય , અને બીજું વ્યક્તિ પોતાનું ધાર્યું કર્યે રાખતું હોય. છતાય આવા સંબંધો તૂટતા નથી, ટકી જાય છે. કેમ ? કેમ કે આ જ તો ફરક છે દોસ્તી અને આશિકી વચ્ચે ! હિયર આઈ ડોન્ટ મીન કે દોસ્તીમાં પ્રેમ નથી હોતો , હોય છે , જરૂર હોય છે . પણ કપલ – પ્રેમી પંખીડાઓ વચ્ચે એકબીજા માટે ક્યાંક થોડી કે વધુ આશિકી હોય છે , અને એ આશિકી એ પાગલપન છે , એમાં કઈ પણ કરી છૂટવાની તૈયારી છે. દોસ્ત વગર જીવવું અઘરું છે કારણ કે દોસ્ત સાથે સમય પસાર કરવો ગમે છે , વિચારોની આપ – લે કરવી ગમે છે, સાથે એ મિત્ર માટે દિલમાં લાગણી પણ હોય એટલે બીજા મિત્રો ની હાજરી હોય છતાં કોઈ એક ખાસ મિત્રની હાજરી ના હોય તો અધૂરું લાગે.
પણ પ્રેમી વગર જીવવું માત્ર અઘરું જ નહિ , અશક્ય થઇ પડે . કારણ કે એની સાથે માત્ર સમય પસાર નથી કર્યો હોતો , એની સાથે સમયને ભૂલી ને જીવ્યા હોઈએ છીએ. માત્ર સાથે જીવ્યા નથી હોતા પણ એના માટે જીવ્યા હોઈએ છીએ. માત્ર જીવનમાં એનું સ્થાન નથી હોતું પણ એ છે તો જીવન છે, એના માટે જ જીવન છે , એના થકી જ જીવન છે અને એની સાથે જ જીવન છે એવું માની ને ચાલનાર આશિકના જીવનમાં પોતાના પ્રેમ ના અસ્તિત્વ થકી જ એનું પોતાનું અસ્તિત્વ – વજૂદ બનતું હોય છે.

“હમ તેરે બિન અબ રહે નહિ સકતે ,
તેરે બીના ક્યા વજૂદ મેરા ,
તુજ સે જુદા અગર હો જાયેંગે ,
તો ખુદ સે હી હો જાયેંગે જુદા ,
ક્યોંકી તુમ હી હો , અબ તુમ હી હો ,
ઝીંદગી અબ તુમ હી હો , ચેન ભી , મેરા દર્દ ભી ,
મેરી આશિકી અબ તુમ હી હો .”

પ્રેમીઓ વચ્ચે મનભેદ નથી હોતા , પણ મતભેદ જરૂર હોય છે , અને મતભેદ હોય એટલે ઝગડા પણ થાય , અને ઝગડા થાય તો પણ268b8ec019913d61296a6a9dabe4e7b4_ls બંને પ્રેમી એકબીજાથી થોડા સમય માટે પણ દૂર ના જાય . દૂર જાય તો પણ એકબીજાના જ વિચારો કરે , અને એ વિચારો એમને એકબીજા તરફ જ દોરે , પછી કાં તો ઝગડો આગળ ધપાવવા તેઓ નજીક આવે , અને કાં તો ઝગડાનો અંત કરવા નજીક આવે . પણ નજીક જરૂર આવે ! સાથે રહી ને ઝગડાઓ કરવાનું તેમને પોસાય પણ દૂર જવું ના પોસાય. કારણ કે તેઓ એકબીજાનું જીવન એકબીજા સાથે વહેંચી ને જીવવા ટેવાયેલા હોય . જીવનના અનેક કામ ની વચ્ચે એકબીજાને હુંફ આપવાનું અને એકબીજાની હુંફ મેળવવાનું કામ તેઓ ક્યારેય છોડતા નથી . એટલે જ તો પતિને ઓફિસમાં ટીફીન આપવા માટે પત્ની આવે . પત્નીને ક્યાંક જવું હોય તો પતિ સમય કાઢીને એને મુકવા આવે ! અને તેમને એકબીજાથી અલગ ન થવા દેતું ચુંબકીય તત્વ એમને એવો વિચાર પણ ન લાવવા દે કે ટીફીન બીજા કોઈ થકી મોકલાવી શકાય ,અને પત્ની ને ક્યાય જવું હોય તો એ રીક્ષામાં પણ જઈ શકે. પ્રેમીઓ એકબીજાની રાહ કલ્લાકો સુધી જોતા હોય છે. અને પ્રિયજન માટે કલ્લાકો સુધી રાહ જોવી એતો બહુ નાની સુની વાત છે ,આશિક તો દિવસો , વર્ષો અને સદીઓ સુધી રાહ જોઈ શકે છે , એની આશિકી માટે , જેને એ પોતાની જિંદગી માને છે ..

“તેરા મેરા રિશ્તા હૈ કૈસા ,
ઇક પલ દૂર ગવારા નહિ ,
તેરે લિયે હર રોઝ હૈ જીતે ,
તુજકો દિયા મેરા વક્ત સભી ,
કોઈ લમહા મેરા ના હો તેરે બીના ,
હર સાંસ પે નામ તેરા …”

કોઈના માટે જીવવાની આદત પડે પછી એ છૂટતી નથી. રોજ પોતાના પતિ માટે ચા બનાવીને એની સાથે ચા પીવાની આદતAashiqui-2-Movie-Poster-tbwm ધરાવતી પત્નીને જો ક્યારેક એકલા ચા પીવાની આવે તો એને માટે એ પરિસ્થિતિ ખુબ અઘરી થઇ પડે , પછી એ પોતાના પતિનો સાથ અનુભવવા કોઈ સ્મૃતિચિન્હ પાસે રાખીને ચા પીશે. અને સૌથી નજીક અને સૌથી હાથવગું સ્મૃતિચિન્હ હોય છે એ પતિ એ પહેરાવેલી વીંટી . એ વીંટી પહેરેલા હાથે ચાનો કપ પકડી ને બીજો હાથ પોતાના એ વીંટીવાળા હાથ પર મુકશે . એમ બંને હાથેથી ચાનો કપ પકડવાથી વીંટીનો સ્પર્શ થઇ શકે. વીચારોના વંટોળ, વીંટી પર ફરતી આંગળીઓ અને આંખના ઊભરતા સમુદ્રો – ચાની પહેલી અને છેલ્લી ચૂસકી વચ્ચે ઝડપભેર એક તોફાન આવીને ચાલ્યું જાય.

                                                                    પ્રેમિકાને આપવા માટે બગીચામાંથી રોજ ફૂલ તોડતો એનો આશિક જો એની આશિકી થી છૂટો પડે તો પણ એ રોજ બગીચામાં જશે – ફૂલ તોડશે અને સાંજ સુધી એ ફૂલ ને સાચવી રાખશે. પ્રેમિકા કોઈ દિવસ નથી આવતી – અને ફૂલ રોજ એમ જ કરમાઈ જાય છે . આશાઓ અને લાગણીઓ પણ ફૂલ જેવી જ કોમળ હોય છે ને !

                                                                પ્રેમીનું જીવન પ્રિયજન વગર હોય કે પ્રિયજન સાથે હોય , બંને પરિસ્થિતિમાં એનું જીવન પ્રિયજન માટે જ હોય છે . પોતાની જાતને , પોતાના નસીબને તેણે પ્રિયજનને જ સોંપી દીધું હોય છે . તારા વગર અધુરો છું , તારી સાથે પૂરો છું – વફા કરીશ તો મહેકતો રહીશ , નહિ તો ફૂલ ની જેમ કરમાઈને ખરી પડીશ …

“તેરે લિયે હી જીયા મેં
ખુદ કો જો યું, દે દિયા હૈ ,
તેરી વફા ને મુજકો સંભાલા
સારે ગમોં કો દિલ સે નિકાલા ,
તેરે સાથ મેરા હૈ નસીબ જૂડા,
તુજે પા કે અધૂરા ના રહા …”

                                                                       

 આ ગીતને યુટ્યુબ પર માણવા માટે અહી ક્લિક કરો 

10 comments

  1. પ્રેમીનું જીવન પ્રિયજન વગર હોય કે પ્રિયજન સાથે હોય , બંને પરિસ્થિતિમાં એનું જીવન પ્રિયજન માટે જ હોય છે .
    ^^^ મસ્ત ભાઈ…..!!

  2. એક તો અરિજિત સિંહ ગાય અને પાછું તમે મસ્ત વિવરણ કરો . . . અને આટલું ઓછું હોય તેમ પછી સાઈડમાં સોનાલી કુલકર્ણી મુકો કે , જેના સોંદર્ય કરતા તેણીનો અવાજ રૂપાની ઘંટડી જેવો રણકતો હતો .

    છેલ્લે , સાર = મોજે દરિયા🙂

  3. aa aashiqui ma ke prem ma j ek tatv chhe je ene bijathi alag rakhe chhe ..ke maro prem khush to hun khush , e same to sarvasv ane na male to yaadona shaher ni darek galima ena nishan hoy …ahin mano ke na mano svarth ne badle samarpan hoy chhe etle j e badha thi alag chhe ane bahu j khas ….
    aa aakhi duniya ma koik ek chhe jenu jivan marathi sharu thay chhe ..e chehro jena mate kai pan kari jaau e bhav jage chhe ….bas etle j e important chhe ..
    tamaro lekh khub gamyo ..abhinandan …

  4. બહુ ગમ્યુ હોય તો –
    પ્રેમી વગર જીવવું માત્ર અઘરું જ નહી, અશક્ય થઈ પડે. કારણ કે એની સાથે માત્ર સમય પસાર નથી કર્યો હોતો, એની સાથે સમય ભુલીને જીવ્યા હોઈએ છીએ, (ચાલીસ વર્ષ પહેલાની બગીચાની યાદ અપાવી દીધી !!!). માત્ર સાથે જીવ્યા નથી હોતા પણ એના માટે (‘જ’) જીવ્યા હોઈએ છીએ. માત્ર જીવનમાં એનું સ્થાન નથી હોતું પણ એ છે તો જીવન છે. એના માટે જ જીવન છે. એના થકી જ જીવન છે અને એની સાથે જ જીવન છે (‘Life is – of the Love, by the Love, for the Love and with the Love’) એવું માનીને ચાલનાર આશિકના જીવનમાં પોતાના પ્રેમના અસ્તિત્વ થકી જ એનું પોતાનું અસ્તિત્વ – વજુદ બનતું હોય છે.
    યુવાની પુરતુ યુવાનોને માફ, પણ પ્રેમનો વિસ્તાર જ જીવન છે

  5. “કા તો ઝગડો આગળ ધપાવવા નજીક આવે,કા તો ઝગડા નો અંત લાવવા નજીક આવે.. પણ નજીક તો આવે જ..” વાહ! મૌસમ જેવી પોસ્ટ! ઘણું બધું યાદ અપાવી દીધું આપે તો🙂 આવું જ હોય પ્રેમ માં તો ! પ્રેમ તો મન માં એક ફ્રેંમ બનાવી દે છે.. ક્યાય પણ એકલા હોવ, વરસાદ માં.. હોવ તો એ ફ્રેંમ માં બંને જોડે ભીંજાતા હોય છે, ઠંડા પવન માં હોવ તો મીઠી સુગંધ ની જેમ એ સ્પર્શી જાય છે…. મન માં તો હોય પણ આંખ સામે પણ આ ‘ફ્રેંમ ‘ માં પણ અણી જોડે એક જીવન જીવાતું હોય છે….🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s