મારા લખેલા બે ગીતો મૂકી રહ્યો છું – મેં એ ગીતો કમ્પોઝ પણ કર્યા છે , એટલે કોઈને રાગમાં ગીત સાંભળવું હોય તો મારી પાસે આવી જવાનું – પણ એક શરતે ! હું ગાવાનું શરુ કરું ત્યારે ભાગી નહિ જવાનું 🙂
પ્રથમ ગીત – “મારો વાલમ ” – એક સ્ત્રી ના સંવેદનો – એના વાલમ માટે
આખા જગથી નિરાળો … મારા શ્વાસોનો સરવાળો … મારા રુદિયાનો રાણો
મારો વાલમ ….
મારી આંખોમાં વસેલી તું તસ્વીર છે
મુજ પર ફૂલડાં ની જેમ વરસેલી તું તકદીર છે
મારી તકદીરોમાં તું છે , દિલની તસવીરોમાં તું છે
મનના મંદિરોમાં તું છે …. મારો વાલમ ….
મારા દિલમાં ઊભરાતું તું વ્હાલ છે ,
મારા જીવતરમાં જખ્મોની તું ઢાલ છે ,
તને વ્હાલથી ભીંજાવું , તને જોઇને હરખાઉં ,
તુજ પર પળ પળ મરતી જાઉં …. મારો વાલમ ….
મારી આંખોમાં વસ્યો છે તું કાજળ બની ,
મારા યાદોમાં ઊછળે છે તું સાગર બની ,
ખુલ્લી આંખો તને શોધે , બંધ આંખો તને પામે ,
તને શોધું કયા સરનામે … મારો વાલમ …

ગુજરાતી ચલચિત્રોમાં મારા પ્રિય એવા જીત ઉપેન્દ્ર અને પ્રાંજલ ભટ્ટ – તમે ગીતો વિઝ્યુલાઈઝ કરી શકો માટે જ તો ! ઇન પરફેક્ટ સિંગિંગ સિચ્યુએશન પોઝ
બીજું ગીત – “આ સોનેરી પ્રભાતે” – અમદાવાદી પ્રેમી પંખીડાઓ નું ડ્યુએટ
male-આ સોનેરી પ્રભાતે , તું ચાલ મારી સાથે,
આપડા અમદાવાદમાં આજે ,તું ચાલ મારી સાથે ,
female-આપડે જઈશું ક્યાં ?
male-આ રસ્તો લઇ જાય ત્યાં ….(૨)
female-સાબરમતીના કાંઠે , riverfront પર બેસીને,
male-આપડે બોટિંગ કરીશું , ફરીશું મન ભરીને,
female-ફરીશું બીજે ક્યાં …
male-તું જ્યાં કહે ત્યાં …
both-આ રસ્તો લઇ જાય ત્યાં….. (૨ )
female-આ પોળની સાંકડી ગલીઓમાં, છે મંદિરો અનેક,
male-પણ ઈશ્વર તો એક, આ દિલમાં પણ તું એક,
female-આ સીદી સૈયદની જાળી,
male-તારા જેવી જ રૂપાળી,
female-તું આવ, હું તો ચાલી …. (૨ )
male-ઓલા એસ.જી.હાઈવે પર , આપડે જઈએ લોંગ ડ્રાઈવ પર,
female-કાલે મળશું લો- ગાર્ડન, હવે તો જવું પડશે ઘર,
male-તારું ઘર છે ક્યાં ….
female-બસ setellite માં …
male-ચલ મૂકી જઉં ત્યાં … (2)
અરે ભાઈ આ તો યુ-ટ્યુબ પર મુકવું જ પડે….!
મસ્ત….
થેંક યુ વિરાજભાઈ , પણ મેં પોસ્ટની શરૂઆતમાં જ ચોખવટ કરી છે કે જો હું આને ગાવા બેસું તો બધા ભાગી જાય એવી શક્યતાઓ છે – માટે કોઈ સારું ગાવાવાળું મળી જાય કે પછી સિમ્પલ લાઈટ મ્યુઝીક એરેન્જ થઇ જાય તો જ યુ ટ્યુબ પર મુકવાનું સાહસ કરાય.
ખૂબ જ સરસ! 🙂 By d way, કૈક ગાવા ની વાત કરતા હતા..Mai hu na! 🙂
ગાઈ નાખ બકા … 😉
અડધી મજા આવી, બાકી ની અડધી તમે ઓડિયો મુકશો ત્યારે આવશે 🙂
અડધી મજા જ મળશે , પહેલા જ ચોખવટ કરી છે કે ગાવાનું મારું કામ નથી ! વેલ , તમારા બ્લોગ પર હમણાં જ જોયું – મેરા જૂતા હૈ જાપાની ! 🙂 કીપ સિંગિંગ 🙂
મજા આવી હો બાપુ…
thanks 🙂
bahu saras rachna chhe .
thank you so much aata 🙂