ફિલ્મ – કમીને : ધી સ્કાઉન્ડરલ્સ
વર્ષ – ૨૦૦૯
ગીત – કમીને
ગાયક – વિશાલ ભારદ્વાજ
ગીતકાર – ગુલઝાર
સંગીતકાર – વિશાલ ભારદ્વાજ
સંત કબીર કહે છે કે “બુરા જો દેખન મેં ચલા , બુરા ન મિલયા કોઈ ,જો મેં ખોજા આપ મેં તો મુજસે બુરા ન કોઈ ! ” દરેક માણસ જાણે જ છે કે તે પોતે અંદરથી કેટલો ખરાબ છે . પોતાની સાથે કશું ખરાબ થાય તો હંમેશા માણસ દોષનો ટોપલો બીજાના માથે નાખતો હોય છે , પણ તે ખરાબ થયું એમાં પોતાનો કેટલો વાંક છે એ તે જોતો નથી. માણસ ખરાબ બને છે પોતાના સ્વાર્થ માટે , પણ ખરાબ બનવાથી તે પોતાનું પણ ક્યારેક નુકસાન કરી બેસે છે. અને મારા જેવા માણસો જેમને ખરાબ બનતા ન આવડતું હોય અને શીખાઉ ધોરણે ખરાબ બનવા હાલી નીકળે , પછી બીજા નું તો ખરાબ કરતા કરે , પહેલા તો એ પોતાની જ વાટ લગાડે ! મારા બદઈરાદા હોય ત્યારે હું પાછો એમ તો સજાગ હોઉં કે આ હું ખોટું વિચારી રહ્યો છું અને એટલે આ માટે મારે ભગવાનની હેલ્પ ન લઇ શકાય કારણ કે ભગવાન તો હંમેશા ટ્રુથની સાઈડ હોય છે . પછી હું હિન્દી ફિલ્મો ના અમરીશ પૂરી ના પાત્રો માંથી પ્રેરણા લઉં , જેમાં અમરીશ પૂરી વિલન હોય , હંમેશા ખરાબ કામ જ કરતો હોય છતાં ભગવાનનો મોટો ભક્ત હોય , અને કોઈ મોટું ખરાબ કામ કરતા પહેલા તે ભગવાનની પૂજા કરી ને આશીર્વાદ માંગે ! ઉદાહરણ સ્વરૂપે “કરણ અર્જુન” માં અમરીશ પૂરી મહાકાલી માતા નો ભક્ત હોય છે , અને માત્ર અમરીશ પૂરી જ નહિ , બોલીવુડના બીજા પણ કેટલાક ખ્યાતનામ વિલનો પણ આવું કરતા આવ્યા છે માટે એમના પરથી પણ પ્રેરણા લઇ શકાય , જેમ કે “ક્રાંતિવીર” માં ડેની ને પણ બહુ મોટો ભક્ત બતાવ્યો છે. આ બધા ને જોઈ ને મને પણ થોડી હિંમત આવતી અને હું ભગવાનને પ્રાર્થના કરતો કે હે ભગવાન હું જાણું છું કે હું માંગવા જઈ રહ્યો છું એ ખોટું છે પણ તમે તો જાણો જ છો કે મારે માટે આમ કરવું , કે ફલાણું મેળવવું કેટલું જરૂરી છે માટે હે ભગવાન , પ્લીઝ, બ્લેસ મી ફોર ધેટ!
“ક્યા કરે ઝીંદગી ઇસકો હમ જો મિલે ,
ઇસકી જાન ખા ગયે , રાત દિન કે ગીલે ,
રાત દિન ગીલે , મેરી આરઝુ કમીની ,
મેરે ખ્વાબ ભી કમીને ,
ઇક દિલ સે દોસ્તી થી , વો હુઝુર ભી કમીને …”
આપણે કેટલા હેરાન થઈએ છીએ એ માટે ઝીંદગી પાસે થી આપણી અપેક્ષાઓ પણ બહુ મોટો ભાગ ભજવે છે. ક્લાસની સૌથી સુંદર છોકરી જ હંમેશા ગમે ! અરે બીજી પણ સુંદર છોકરીઓ છે ક્લાસ માં , પણ નહિ ! એ બધી છોકરીઓમાં કોઈ એના જેટલી સુંદર નથી , એના કરતા સૌન્દર્યમાં બીજી બધી ઊતરતી છે , અને થોડું પણ ઊતરતું આપડે શું કરવા ચલાવી લઈએ ! આઈ ડિઝર્વ ધી બેસ્ટ ! પણ એ બેસ્ટ તને ભાવેય નહિ આપે ! ભલે નાં આપતી ! અલા પણ તારીય જીભડી નહિ ખુલે એની આગળ . અરે ભલે ને ના ખુલતી , આપણે મનોમન તેને પ્રેમ કરી ને રાજી રહીશું . અરે પણ બીજી છોકરીઓ તો સામે થી લાઈનો આપે છે તો મનોમન શું કરવા ! ભલે લાઈનો આપ્યા કરતી , એ આપણી આગળ ના શોભે ! શોભે તો ફક્ત ઓલી ! મેરે તો ગીરીધર ગોપાલ , દૂસરા ન કોઈ !
કોલેજમાં એક મેડમ ખૂબ ગમતા , પછી ક્લાસ ની એક છોકરી એ કહ્યું કે એ મેડમ તો મેરીડ છે , મેં કહ્યું વાંધો નહિ , મેરીડ લોકો જોડે અનુભવ વધારે હોય , આપણને એમની જોડે થી ઘણું બધું શીખવા મળે ! પછી તે મને કહે કે એમને એમના પતિ જોડે બહુ બનતું નથી , ને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે એમના તલાક થવાના છે , મેં કહ્યું ધેટ્સ ગ્રેટ ! હું તો ભગવાન ને પ્રાર્થના કરીશ કે જલ્દી થી એમના તલાક થઇ જાય , એટલે આપણો રસ્તો ક્લીયર ! એમના તલાક થઇ જાય પછી હું તેમની સાથે મેરેજ કરી લઈશ … 😉
“કભી ઝીંદગી સે માંગા , પિંજરે મેં ચાંદ લા દો,
કભી લાલટેલ દેકે , કહા આસમાં પે ટાંગો ,
જીને કે સબ કરીને , હૈ હમેશા સે કમીને
કમીને …કમીને …. કમીને … કમીને …
મેરી દાસ્તાં કમીની , મેરે રાસ્તે કમીને ,
ઇક દિલ સે દોસ્તી થી , વો હુઝુર ભી કમીને !”
સાલું મારી સાથે એવું હંમેશા થતું – નાનપણથી થતું કે હું કોઈ વ્યક્તિને એકદમ સારો સમજીને એની સાથે ગાઢ મિત્રતા કરું અને પછી થી એનો અસલ ચેહરો સામે આવે ત્યારે મને થાય કે અ ર ર ર … આને તો મેં શું સમજેલો અને શું નીકળ્યો ! હું ધૂળિયા નિશાળમાં ભણ્યો એમ કહું તો ચાલે ! મારી સ્કૂલમાં તોફાની છોકરાઓ અને થોડા લોવર ક્લાસના છોકરાઓ જ વધારે રહેતા . અને મારો સ્વભાવ શાંત , એટલે મને એવા છોકરાઓ સાથે ઓછુ બને ! મારો નાનપણનો સ્કૂલ સમયનો એક કિસ્સો મેં મારી વાઈફને કીધેલો , મેં તો એક વાર કહેતા કહી દીધો , પણ એને એમાં એવી તે રમૂજ દેખાણી કે એ વારંવાર એ કિસ્સો યાદ કરી ને હસે ! આમેય જ્યારે મારું પોપટ થાય , ત્યારે તેને બહુ મજા પડે. ( પોપટ થવું એટલે સુરસુરિયું થવું ) એ કિસ્સામાં એવું હતું કે એક દિવસ ક્લાસના મોનીટરે મારી વોટરબેગ માંથી પાણી માંગ્યું , મને એની સાથે ખાસ બને નહિ , ક્યારેક ઝગડા પણ થાય એટલે મેં તેને ના પાડી , પછી એને મને કહ્યું કે તું મને તારી વોટરબેગ માંથી પાણી પીવા દે એના બદલા માં કાલે હું તારું હોમવર્ક ચેક નહિ કરું , મેડમને ખોટું ખોટું કહી દઈશ કે તું હોમવર્ક લાવ્યો છે , હું લાલચમાં આવી ગયો ને ઘરે જઈ ને ખાલી પતંગો જ ચગાયા કર્યા , અને બીજા દિવસે એ ફરી ગયો ! અને મને મેડમે બેંચ પર ઊભો રાખ્યો – અંગુઠા પકડાવી ને ઉપર ફૂટપટ્ટી મૂકી , સાલું મને તો સમજાતું નહોતું કે મને સજા મળી રહી છે કે સરકસમાં વાંદરાની જગ્યા એ ભરતી થવાની ટ્રેનીંગ ! ખેર , આ તો નાનપણની વાત પણ બીજી રીતે જોવા જઈએ તો મારા માટે એ પ્રકારના અનુભવો ની શરૂઆત પણ ખરી કે માણસો ના બે ચહેરા હોય છે , છતાં હું લોકો પર અપાર લાગણી અને વિશ્વાસ મુકવાની ભૂલ હંમેશા કરતો આવ્યો છું , ભાઈ કરતા પણ જેને વિશેષ માન્યો હોય અને એ જ દોસ્તે પીઠમાં છુરો ભોન્ક્યો હોય એવું પણ બન્યું છે – અને છતાય એવા મિત્ર ને પણ મને કમને માફ કરવાની ભૂલ મેં કરી છે. “માસુમ સા કબૂતર , નાચા તો મોર નિકલા ” આનું તો નામેય મોર ના નામ પરથી હતું તોય એને કબૂતર સમજવાની ભૂલ મારા સિવાય બીજું કોઈ ન કરી શકે –
“જિસકા ભી ચહેરા છીલા , અંદર સે ઔર નિકલા ,
માસુમ સા કબૂતર , નાચા તો મોર નિકલા ,
કભી હમ કમીને નીકલે , કભી દૂસરે કમીને ,
કમીને ..કમીને …કમીને …કમીને …..
મેરી દોસ્તી કમીની , મેરે યાર ભી કમીને ,
ઇક દિલ સે દોસ્તી થી , યે હુઝુર ભી કમીને ..”
જિંદગીરૂપી સિક્કાની બે બાજુઓમાં ક્યારેક મીના તો કયારેક કમીના ભટકાઈ જાય છે 😀
well said… true 🙂
વન્સ અગેઇન, મારું ફેવરીટ સોંગ….
બાય ધ વે વિલન ભક્તો માં એક મોટું માથું રહું ગયું… આમ જોઈએ તો દસ મોટા માથા માળો એક એવો “રાવણ” 😛
જો કે મને પણ ઘણી વાર એમ થાય કે વિલન હોવું એ ખરાબ તો નથી જ…. પણ એવું કેમ થાય છે એ તો મને પણ ક્યારેય સમજાયું નથી….
અને પેલી ક્લાસની “સૌથી દેખાતી સારી છોકરી” વાળામાં તો મોટા ભાગે એવું જ હોય છે કે ખાલી દેખાતી જ સારી હોય… અને એવું ના હોય તો પણ હું તો એવું જ માની લઉં છું 😉
અને છેલ્લે તો પેલું સોંગ ની વારે ઘડીએ રીપીટ થતી લાઈન છે જ ને….. એવું જ હોય છે….
ઇક દિલ સે દોસ્તી થી , વો હુઝુર ભી કમીને !
મારું પણ ફેવરીટ ગીતોમાંનું એક ! (હવે એવું ના વિચારતા કે તો જ લખ્યું હોય ને કારણ કે હું તો ફેવરીટ ના હોય એવા ગીતો પર પણ લખતો હોઉં છું , શરત ફક્ત એટલી કે ગીતના તાર સાથે મારી લાઈફના તાર મેચ થવા જોઈએ , અને કોઈ અંગત બાબત કહી શકાય – કોઈ સિક્રેટ જાહેરમાં વિસ્ફોટ કરી શકાય તેવો સ્કોપ હોવો જોઈએ. ખ્રિસ્તી લોકો પાદરી આગળ કન્ફેશન કરીને હળવા થાય છે એમ હું અહી કન્ફેશનસ કરીને હળવા થવાના પ્રયત્ન કરું છું ! )
અને હા , રાવણનું ઉદાહરણ બેસ્ટ આપ્યું તમે , છેલ્લે તો માણસ એવો જ બનતો હોય છે જેવું બનવામાં તેનું મન સંમત થતું હોય – પોતાની જાતને હંમેશા જસ્ટીફાઈડ કરતો રહે તેનું નામ માણસ .
સૌન્દર્ય ની બાબતમાં એવું રહેવાનું , અક્કલ અને બક્કલ (અર્થાત સજીલું સૌન્દર્ય 😉 ) નું કોમ્બીનેશન મળવું મુશ્કેલ છે.
jivanma sara anubhavo karta kharab anubhavo vadhare shikhvade chhe ..ane tame ena par kevi rite react karo chho ..positive lo chho ke negative e vastu tamaru character nakki kare chhe ……tamaro class no monitor kadach aa attitude thi jivanma bahu door nahin gayo hoy pan tame internet par duniya na khune khune fari rahya chho…..ane potani babat ma lakhvu ena mate himmat to joie …!!!bhale ne koi hase !!! 🙂
થેંક યુ પ્રીતીજી – આ પોસ્ટ તમને આકર્ષી શકી એ વાત નો આનંદ છે , કારણ કે અમુક સોન્ગ્સ ની પોસ્ટ્સ માં મેં મારી ડાર્ક સાઈડ રજુ કરી છે – નિખાલસતાથી , આ એમાં ની એક પોસ્ટ છે . કડવા અનુભવો થી ક્યારેક આપણ માં કડવાશ પણ પ્રવેશે છે – ખરાબ અનુભવો માંથી ઘડાઈને સારા બનવું અઘરું છે – ભાગ્યે જ કોઈ કરી શકે – હું પણ મોટે ભાગે અસફળ જ રહું છું .
“ખુદ કો માર ડાલા ” , અને “અરે ..માયેરી ” જેવી પોસ્ટ્સ માં ખરાબ અનુભવો થકી મારામાં પ્રવેશેલી નેગેટીવીટી ની વાત કરેલી છે.