વેલેન્ટાઈન ડે પર બનતી મુખ્ય ઘટનાઓ !

ફરી આવી ગયો વેલેન્ટાઈન ડે, આ દિવસે શું શું થાય ? આ દિવસે મુખ્યત્વે નીચે  મુજબની ઘટનાઓ થાય –

ઘટના નંબર ૧ – વાંઢાઓ જલી જલી ને મરે

ક્યુકી સાસ ભી કભી બહુ થી , એમ હું ભલે અત્યારે પરણેલો છું પણ ભાઈઓ હું પણ ક્યારેક વાંઢો હતો ,  એક વાંઢા ને વેલેન્ટાઈન ડે ના દિવસે દુનિયા કેવી દેખાય , તો ભાઈઓ , એને આખી દુનિયા લાલ અને પોતાની જાત સફેદ રંગની દેખાય. સવારથી ” મેરા જીવન કોરા કાગઝ “ જેવા ગીતો યાદ આવે, વળી પાછો કોઈ ચહેરો યાદ આવે , જ્યાં તેને ક્યારેક કશા પ્રકાર ની સંભાવનાઓ દેખાઈ હોય , અને સમય જતા એ છોકરી ને બીજા કોઈની સાથે રસ્તા પર જતા જોઈ હોય , એવો અઘરો ચહેરો આ વેલેન્ટાઈન ડે ના દિવસે ખાસ યાદ આવે , કે કાશ ત્યાં મેળ પડી ગયો હોત , તો આજે સાંજે હું પણ તેની સાથે લો – ગાર્ડન જાત અને એને લાલ રંગનો ફુગ્ગો અપાવત. આવા નિસાસા અને સાથે યાદ આવે વિવિધ પ્રકારના કેટલાક ગીતો – સચ કહે રહા હૈ દીવાના , દિલ ના કિસી સે લગાના ….

તું પ્યાર હૈ કિસી ઔર કા , તુજે ચાહતા કોઈ ઔર હૈ….

આવા ગીતો ગાતો ગાતો ભાઈ ગલ્લે પહોંચે , વળી પાછો મનમાં નિસાસો નાંખે , કાશ એ સાથે હોત તો હું અત્યારે ૧૩૫ ના મસાલા ને બદલે , ગુલાબ નું ફૂલ ખરીદવા નીકળ્યો હોત ….

૧૩૫નો મસાલો અને ગુલાબ નું ફૂલ !

૧૩૫નો મસાલો અને ગુલાબ નું ફૂલ !

પછી એ વાંઢો પોતાના જેવા જ બીજા મિત્રો સાથે ગલ્લે ગોસ્ઠી જમાવે , પછી વાત માં થી વાત નીકળે ને કોઈ બોલે ” પેલો સુરીયો , ક્યાં ગયો , આજે સવારથી દેખાયો જ નથી , એટલે કોઈક જવાબ આપે – “અરે એને તો એક પટાઈ લીધી , અને આજે એને એ ફેરવવા લઇ જવાનો છે ”

એટલે ક્યાંક થી અવાજ આવે ” છોકરીઓ સાવ કેવા કેવા ચંબુ જેવા છોકરાઓને પસંદ કરે છે , એથી આપણી જેવા હેન્ડસમ છોકરાઓ વાંઢા રહી જાય છે .

ટૂંક માં એમના માટે આ આખો  દિવસ, જલન , નિસાસા અને દર્દ ભર્યા ગીતો થી ભરપૂર હોય –

દિલ કે રાસ્તે મેં કૈસી ઠોકર મેને ખાઈ ….તન્હાઈ …..

ઘટના નંબર ૨  – રોજે રોજ સાથે રખડતા કપલીયા , આજે થોડું વધારે રખડે …

આમ તો આ કપલીયા રોજે રોજ રખડતા હોય , પણ આ દિવસે અચૂક સાથે રખડવા નીકળે , એટલે રોજ રખડવામાં ક્યારેક ક્યારેક ખાડો પડતો હોય , પણ આ દિવસે એ લોકો ને ખાડો પડે તે ના પોસાય. છોકરીના પક્ષે એટલે ના પોસાય કારણ કે એનો લુક્ખો બોયફ્રેન્ડ આ દિવસે એને ગીફ્ટ આપવાનો હોય , રોજ ગાર્ડનમાં જ કામ પતી જતું હોય એના બદલે આજે એ પિક્ચર બતાવવા લઇ જવાનો હોય , અને છેલ્લે બહાર જમાડી ને ઘરે મોકલવાનો હોય . છોકરાના પક્ષે આજ ના દિવસે ખાડો પાડવો એટલે ના પોસાય કારણ કે આ દિવસે એને થોડી વધુ ચુમ્મા ચાટી કરવા મળશે તેવી અપેક્ષા હોય , અને આ દિવસે એ છોકરી ને ઈમોશનલ બ્લેકમેઈલ પણ કરી શકે ” બકા આવું કરવાનું ?, મેં તને ગીફ્ટ આપી , તું મને એક પપ્પી પણ નઈ આપે ? ”

અને આજ ના દિવસે આવા કપલીયાઓ ને બહાર નીકળવું પણ અઘરું પડી જાય , રોજ તો ઘરે કોઈ પણ બહાનું ચાલી જાય , પણ વેલેન્ટાઈન ડે ના દિવસે છોકરો સાંજે કે રાતના સમયે બહાર નીકળે એટલે માં – બાપ ને તરત શંકા જાય અને એ પ્રશ્ન કરે “આજે જ જવું જરૂરી છે ? ”

પછી એમને પણ ઈમોશનલી બ્લેકમેઈલ જ કરવા પડે ” મને તો ખબરેય નહોતી , પણ ભૈબંધે મારી પણ પિક્ચરની ટીકીટ લઇ લીધી , આ પિક્ચર તો મને જોવાની ખુબ ઈચ્છા હતી , અને બધા દોસ્તો પણ આજે જ જાય છે , પણ વાંધો નહિ , તમે ના પાડશો તો નહિ જઉં ”

પછી ભલે ને બિચારા માં – બાપ સવારથી નક્કી કરીને બેઠા હોય કે ભલે ગમ્મે તે થાય પણ આજે તો છોકરાને ઘરની બહાર નથી જ નીકળવા દેવો તોય , આ સાંભળ્યા પછી તેમને કહેવું જ પડે ” સારું , જઈ આવ , પણ પિક્ચર પતે એટલે તરત ઘરે આવી જજે …”

ઘટના નંબર ૩ –  વિવિધ ધંધાઓ ને પ્રોત્સાહન !

ગીફ્ટ આર્ટીકલ અને ફૂલ વાળા લોકો ને માટે દિવાળી કરતા પણ મોટો અવસર આવે ! આ દિવસ આવે એટલે ફૂલની દુકાને મુરજાયેલા ફૂલ અને ગીફટની દુકાને  ફાટી ગયેલા દિલ પણ વેચાઈ જાય , એ પણ હોય એના કરતા વધારે ભાવ માં ! આજ ના દિવસે નો ડિસ્કાઊન્ટ . આખો દિવસ ઓન્લી મની કાઊન્ટ ! એજ રીતે આજના દિવસે  હોટલો વાળા પણ ફાવી જાય , એક તો ડીનર ના ભાવ વધુ લેવાના અને વીજળી નો ખર્ચો પણ બચાવવાનો ! કેન્ડલ લાઈટ ડીનર યુ સી ! અને કપલીયાઓ પાછા ખાય ઓછું અને વાતો વધારે કરે , એટલે ખાવાનું બધું પ્લેટમાં એમ નું એમ પડ્યું રહે ! એટલે એ વધેલું ખાવાનું બીજા કોઈની પ્લેટ માં ! “હેપ્પી વેલેન્ટાઈન ડે સર ! ” કહી ને ! અને આજ ના દિવસે વેઈટરો ને ટીપ પણ વધારે મળે , ઓછી ટીપ આપીએ તો સાથે આવેલી છોકરી શું વિચારે ! એજ રીતે થીયેટરો વાળા પણ ખૂબ કમાય ! આખા થીયેટરમાં ચારે બાજુ કપલીયા જ કપલીયા દેખાય ! અને ગમ્મે તેવું પિક્ચર હોય , એ દિવસે તો બોક્સ ઓફીસ બ્રેક કરી નાખે ! પિક્ચર કેવું છે એના થી શું ફરક પડે છે ,  કપલીયાઓ ને તો અંદર જઈ ને ચુમ્મા ચાટી જ કરવી છે ને !

ત્રણ ઘટનાઓ પછી ત્રણ રોમેન્ટિક વાત કરી ને આ લેખ નું સમાપન !

વાત નંબર એક – મેં , કોમલે અને મમ્મી એ આજના દિવસે સ્ટાર ગોલ્ડ પર પારિવારિક રોમેન્ટિક ફિલ્મ “કુછ કુછ હોતા હૈ “ જોઈ નાખી. એ દરમ્યાન મને જાણવા મળ્યું કે કોમલે નાનપણમાં આ ફિલ્મ જોઈ ને કાજોલ ઊર્ફે અંજલી જેવા વાળ કપાવેલા !

વાત નંબર બે – એક રોમેન્ટિક પોસ્ટ , આવતીકાલે રીલીઝ થનારી ફિલ્મ મર્ડર ૩ ના રોમેન્ટિક ગીત ” તેરી ઝુકી નઝર … ” ગીત પર !

વાત નંબર ત્રણ – એક ખુબ જ રોમેન્ટિક વેલેન્ટાઈન ડે એડ

Advertisements

14 comments

  1. પરફેક્ટ પોસ્ટ!! 😀

    બાય ધ વે ફર્સ્ટમાં થોડુક એડ કરી શકાય….
    ~> ફેસબુક પર લવ-પીક્સ એડ કરીને ફ્રેન્ડસને ટેગ કરવામાં અને એવાજ ફોટોઝ લાઈક, શેર અને કમેન્ટ કરીને દિવસ ગુજારે….
    ~> તૂટેલા દિલ વાળા કેટલાક આજે જ કવિતાઓ લખીને કવિગણમાં વધારો કરે..!!! 😀

    1. thank you so much virajbhai 🙂
      સાચું કહ્યું , હજી વિચારીએ તો આનાથી પણ વધારે ઘણું બધું ઉમેરી શકાય , પણ એટલું બધું લખવું મને વ્યાજબી ના લાગ્યું , માંડ કોક વાચક ભૂલું પડતું હોય , ત્યાં લાંબી પોસ્ટ્સ જોઈ ને કાયમ માટે રસ્તો ભૂલી જાય એના કરતા શોર્ટ એન્ડ sweet અથવા માપસર લખવાનો ધર્મ , બ્લોગ લખવાનું શરુ કર્યું ત્યારથી પાળતો આવ્યો છું.

    1. વાહ ! કોઈ આવશે પછી ખુદ ને આટલો પ્રેમ કરવાનો સમય નહિ રહે , કારણ કે એ સમય તમારે બીજા કોઈને પ્રેમ કરવા માટે વાપરવો પડશે , અને બદલામાં એ વ્યક્તિ તમને પ્રેમ આપશે , વેલ આ પ્રેમની આપ લે તો ભવિષ્યની વાત છે , હાલ તો તમને અને તમારા અરીસાને વેરી હેપ્પી વેલેન્ટાઈન ડે ! 🙂

  2. ત્રણેય દુર્ઘટના ઉપ્સ ઘટનાઓ સરસ રીતે લખી છે..મજા આવી ગઈ.

    આ આઈડિયા વાળી એડ તો (અ)મારી પણ ફેવરિટ છે. અમારો (નંગ) કસક પણ આમાં મજા લ્યે અને કહે: “પપ્પા, મમ્મી આવું જ કરશે જોજો” 😛 😀

  3. ઘટના નંબર ૨ – રોજે રોજ સાથે રખડતા કપલીયા , આજે થોડું વધારે રખડે … 🙂 its was be among rest … but all were true…. sorry replying in english …

    there were lots of post for Valentine on Valentine day but really yours was best .. feelings is not to be justified .. and not to be followed what others or word do … you should do what makes you happy …

    1. ઓળખીતું ભટકાય તો એને કહી દેવાય કે એય ભાઈ , જોઈ ને ચાલ ને ! દેખાતું નથી , એક તો વરહ ના વચલા દહાડે ફટકો ફેરવવા નીકળ્યા હોઈએ ત્યાં તમે પાછા આવી આવી ને ભટકાઓ છો , આમ આઘા ચાલો !!! 🙂 🙂 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s