ફિલ્મ – મર્ડર થ્રી
વર્ષ – ૨૦૧૩
ગીત – તેરી ઝુકી નઝર
ગાયક – શફ્કત અમાનત અલી ખાન
સંગીત – પ્રીતમ
ગીતકાર – સયીદ કાદરી
મારા સ્વભાવ મુજબ મને પહેલેથી બહુ ઓછું બોલવાની ટેવ , અને એવી જ રીતે એકલા રખડ્યા કરવાની પણ બહુ ટેવ , પત્ની સાથેની પહેલી મુલાકાત માં મેં તેને કહેલું કે મને ફિલ્મો જોવાનો જબરો શોખ છે , હું અઠવાડિયામાં એવરેજ ત્રણેક ફિલ્મ થીયેટરમાં જોઈ નાખું , એટલે એણે પૂછ્યું કે કોની સાથે જોવા જાઓ , મેં કહ્યું – એકલો જ ! અઠવાડિયામાં ત્રણ – ત્રણ પિક્ચર જોવા વળી કોણ સાથે આવે ! હું એકલો હોઉં ત્યારે ભાગ્યે જ એવું બને કે મને એકલું લાગતું હોય , કારણ કે મને મારા વિચારો નો, એટલે કે ખુદનો સાથ હંમેશા હોય , અને ખુદ ના સાથમાં હું ક્યારેય બોર નથી થતો , પણ કોઈ બોરિંગ વ્યક્તિ ના સાથમાં જરૂર બોર થઇ શકું – ત્યારે વિચાર આવે કે આ પ્રાણીને સાથે લીધું એના કરતા એકલો જ નીકળી પડ્યો હોત તો સારું થાત. અને શાંત જગ્યા કરતા મને ભીડ વાળી જગ્યા પર રખડવું વિશેષ ગમે – કારણ કે મને લોકો ને ઓબ્ઝર્વ કરવા ખુબ ગમે – લોકો મને પૂછતા કે નવી નવી નવલકથા માટે તમને નવી નવી વાર્તાઓ ક્યાં થી દિમાગમાં આવે છે – ક્યારેક તમારી વાર્તાઓ ખૂટી પડશે તો ? હું જવાબ આપતો કે આ દુનિયાના દરેક ચહેરામાં મને એક વાર્તા દેખાય છે , માટે મારી વાર્તાઓ તો નહિ પણ જીંદગી જ ખૂટી પડશે.
હું પુરુષ જાતી નો માનવી એટલે સ્વભાવીક રીતે છોકરીઓ ને ઓબ્ઝર્વ વધારે કરું , જોકે કોઈ છોકરીની સુંદરતા એ નજરો ને એના તરફ વાળી હોય , પણ પછી તેનું વર્તન પણ ઓબ્ઝેર્વ કરવા લાગુ , અને સૌથી વધારે મજા પડે પ્રેમી યુગલોને ઓબ્ઝર્વ કરવાની , અને એ યુગલ માં ય મારું ધ્યાન કેન્દ્રિત થાય એ છોકરી તરફ , જે એના પ્રેમી ને વ્હાલ ભરી નજરે જોઈ રહી હોય. પ્રેમમાં પડેલી છોકરીનું ઓબ્ઝર્વેશન કરવાની એક અલગ મજા હોય છે. ટીન એજ માં ટીપીકલ રોમેન્ટિક ફિલ્મો જોતી વખતે હીરોની બહાદુરી કરતા હું હિરોઈન પ્રેમમાં કઈ પરાકાષ્ઠા પર જઈ શકે છે , તેની નોંધ વિશેષ લેતો. અને યુગલો ને ઓબ્ઝર્વ કરતી વખતે જાત જાતની અને ભાત ભાતની પ્રેમિકાઓ જોવા મળે. કોઈ પોતાના પ્રેમી નો હાથ હકથી પકડીને બેઠેલી હોય, કોઈ છોકરીએ પોતાના પ્રેમી નો હાથ એવી રીતે પકડ્યો હોય જાણે તે એને ક્યારેય પોતાનાથી દૂર જવા દેવા માંગતી જ ન હોય – “ઇન્સીક્યોરીટી” યુ સી ! કોઈ પોતાના પ્રેમી ની આંગળીઓ માં આંગળીઓ પરોવીને પ્રેમના સૂર છેડતી હોય – જાણે કે કોઈ સંગીતકાર એકદમ આરામથી પોતાનું વાજિંત્ર વગાડી ને નીકળતા સુરો નો આનંદ લઇ રહ્યો હોય.
અને રસ્તા પરથી પસાર થતી કોઈ છોકરી શરમાતા શરમાતા, આંખો ઢાળી ને કોઈની સાથે ફોન પર વાતો કરી રહી હોય ત્યારે એની નજર માં રહેલો હરખ જોઈ ને મારા હોઠ પણ મલકાઈ જાય, અને મનોમન કહેવાઈ જાય –
“ચાહે કુછ ના કહેના , ભલે ચુપ તું રહેના ,
મુજે હૈ પતા , તેરે પ્યાર કા ,
ખામોશ ચહેરા, આંખો પે પહેરા
ખુદ હૈ ગવાહ , તેરે પ્યાર કા
તેરી ઝુકી નઝર , તેરી હર અદા ,
મુજે કહે રહી હૈ યે દાસ્તાં ,
કોઈ શક્સ હૈ જો કી ઇન દિનોં ,
તેરે ઝેહનો – દિલ પે હૈ છા ગયા “
પ્રેમમાં પડેલી છોકરી ની કલ્પના પણ કરીએ તો પણ એવું ચિત્ર જ પહેલું દિમાગમાં આવે કે તે પોતાના પ્રેમીના વિચારોમાં ખોવાયેલી છે , અને શરમાઈ ને તે પોતાના વાળની લટને કાન પાછળ સરકાવે છે. એવી જ રીતે કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાની લટને સંવારે , ત્યારે પણ તે પ્રેમિકા શરમાઈ ને નજરો ઢાળી દેતી હોય છે. જોકે કોઈ પણ છોકરીની લટ તેના કપાળ પર વિખરાયેલી હોય ત્યારે તે છોકરી વધુ સુંદર લાગતી હોય છે , તો પછી કેમ તેનો પ્રેમી એ લટને સરખી કરે છે !? , વેલ , મારા મત મુજબ તો લટ સરખી કરવી એ તો એને સ્પર્શવાનું એક બહાનું હોય છે . એક વિચાર એવો પણ આવે કે પ્રેમીને તેની પ્રેમિકાના ચહેરાને સ્પર્શ કરવા માટે બહાના ની શી જરૂર , એતો એમનેમ પણ એને મન થાય ત્યારે સ્પર્શ કરી શકે , વ્હાલ કરી શકે ! પણ વ્હાલ એ ત્યારે જ કરે ને , જયારે તેને વ્હાલ કરવાનો ઊભરો આવે , અને વ્હાલ કરવાનો ઊભરો ત્યારે વિશેષ આવે જયારે પ્રેમિકાની લટ તેના કપાળ પર વિખરાયેલી હોય , લટ અચાનક વિખરાઈ ને કપાળ પર આવે ત્યારે જ અચાનક ઊભરાઈ આવે તે સુંદરી પર વ્હાલ , અને આંગળીઓ બેકાબુ થઈને જઈ પહોંચે એ સુંદર ચહેરા પર, એ આરસ સમી ત્વચાને સહેલાવવા ….
સુંદર ખીલેલું ફૂલ જોઈ ને લોકો તેને ચૂંટી લેતા હોય છે તેમ વિખરાયેલી લટને પણ પ્રેમીઓ સ્પર્શી લેતા હોય છે , પણ કેટલાક ફૂલ જેમ ચૂંટાતા બચી જાય છે અને , તેથી છોડની શોભામાં , બગીચાના માહોલની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા હોય છે તેમ કેટલીક લટો પણ પ્રેમીઓ ના સ્પર્શથી બચી જતી હોય છે , અને પછી એ વિખરાયેલી લટ એ યુવતી ની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે , અને એ સુંદરતા વાતાવરણમાં એક અનોખી મહેક પ્રસરાવે છે , હા , એવું બને છે , સુંદર ઝુલ્ફો મસ્ત બની ને હવામાં લહેરાય છે જયારે કોઈ પ્રેમી બાઈક ચલાવી રહ્યો હોય અને પાછળ બેઠેલી એની પ્રેમિકાની ઝુલ્ફો તેના કપાળ પર વિખરાઈ હોય , હવાનો હાથ પકડીને નૃત્ય કરતી હોય , પાગલ બનીને, મદમસ્ત બનીને , ઝૂમતી હોય ….
“તેરી ઝુલ્ફ જબ ભી બિખર જાતી હૈ ,
એ હસીન , તું ઔર હસીન હો જાતી હૈ ,
જો કિતાબો મેં પઢતે રહે આજ તક ,
વો પરી હમકો તુજ મેં નઝર આતી હૈ “
સલામ છે તને પ્રેમિકા , સલામ તારા પ્રેમને , વ્હાલને અને તારી એ બાંહો ના શેલ્ટર ને જેમાં વિસામો લે છે તારા પ્રેમી નું મન , તેનું વ્યક્તિત્વ , તેનું સર્વસ્વ –
“તેરી હી બાહોં મેં , પનાહો મેં ..
રહેના મુજે હરદમ સદા “
સિમ્પલી ઓવ્સમ…..
એન્જોય્ડ ધ પોસ્ટ….!
અને એકલા મુવી જોવા જવા વાળા me બહુ જ ઓછા લોકો જોયા છે…
હમણાં થોડા દિવસ પહેલા હું પણ ગયો હતો પણ એ પહેલી વાર એવું બન્યું હતું, પણ ખરેખર એમાં મજા આવી…..!
અને ઓછું બોલવાની અને ઓબ્ઝર્વ વધારે કરવાની ટેવ તો મારી પણ છે જ … 😀 (નાઈસ ટુ મીટ યુ…. 😉 )
થેંક યુ , ઘણું બધું ! અને આભાર સો મચ ! આટલો સારો પ્રતિસાદ (અને એ પણ એકમાત્ર પ્રતિસાદ 😦 ) મેળવીને હું ખુબ ખુશ થયો . મોગેમ્બો ખુશ હુઆ 🙂
તમારો આ પ્રતિસાદ ના મળ્યો હોત તો આ બિચારી પોસ્ટ કોઈ કોમેન્ટ વિના જ ગુમનામ થઇ ને રહી જાત …
કોમેન્ટ વગરની અભાગી 🙂 પોસ્ટનો નમુનો –
https://yuvrajjadeja.wordpress.com/2012/12/17/સમજો-હો-હી-ગયા/
તમારા સ્વભાવનો પણ થોડો ઘણો અણસાર તમારી કેટલીક પોસ્ટ્સ દ્વારા મળતો હોય છે એન્ડ આઈ મસ્ટ સે કે તમારું ઓબ્ઝર્વેશન ઘણું પાવરફૂલ છે – આવ ભાઈ સરખા , આપડે બેવ સરખા 🙂 ( નાઈસ ટુ મિટ યુ ટુ…. 😉 🙂 )
ઓબ્ઝર્વરને ઓબ્ઝર્વ કરે તેવા તો ઘણા ઓછા લોકો હોય છે!! 😛
અને તમારી પોસ્ટ તો ફક્ત કમેન્ટ વિહોણી છે, મારી તો ઘણી પોસ્ટ કમેન્ટ ઉપરાંત લાઈક થી પણ વંછિત રહી ગઈ છે…. 😀
અને એવું તો ચાલ્યા કરે… લખ્યું અને આપણને સંતોષ થયો એજ ઘણું! 🙂
તમારી વાત એકદમ સાચી , લખ્યાના સંતોષથી વિશેષ કઈ નથી , પણ આતો જરા અફસોસ વ્યક્ત કર્યો , મુડ થોડો ખરાબ હતો એટલે 😉 🙂
“લટ” અને “લટકા” [ મતલબ કે ” અદા ” ] . . . એ બંને તો સ્ત્રીના ખરા આભુષણ છે 🙂
અરે આ પોસ્ટ ક્યારે આવી ગઈ ? . . . મને ખરેખર જાણ નહોતી 😦 . . . અને તેનું પાછું સિલી કારણ એ હતું કે . . . હું તમારો બ્લોગ તો ફોલો કરતો જ નહોતો !!! આ તો દર વખતે હું Latest Posts માંથી આવી ટપકતો હતો :। . . . તો ચાલો હવે ભૂલ સુધારી લઉં 🙂
સાચી વાત , સ્ત્રીઓ ના સાચા આભૂષણો એ ખરા !
મને પણ જોઇને આશ્ચર્ય થયું જયારે અપડેટ માં વાંચ્યું કે તમે ફોલોવર તરીકે જોડાયા ! મને એમ હતું કે તમે ફોલોવ કરી રહ્યા છો ! પણ આ બ્લોગને ફોલોવ કર્યો એ બદલ આભારી તો ખરો જ !
અને હા , રીડર તો હું છેલ્લા કેટલાક દિવસો થી જ જોતો થયો છું , મારું એક્સપ્લોરર જુનું હતું તો એમાં રીડર ખુલતું જ નહોતું , એટલે થોડા થોડા સમયે બ્લોગ્સ વિઝીટ કરી ને ચેક કરતો કે કશું નવું લખાયું છે કે ? 🙂
I am well known for Silly Mistakes 🙂 . . . Let’s see what will happen ahead in my life !
तेरी तिरछी न्नजर्को देख मेरा दिल पिघलता है
जैसे बर्फोपे पड़ती धुप और पानी टपकता है
waah aata….good lines 🙂