સુરતમાં ૨૭મુ જ્ઞાનસત્ર માં હાજરી આપી આવ્યો.
સુરતમાં જગદીશ અંકલ ના ઘરે ગયો ,(થેન્ક્સ ટૂ ડીયર ફ્રેન્ડ પીયુષ , જેના બાઈક પર સવાર થઈને જગદીશ અંકલના ઘરે પહોંચ્યા. પીયુષ અને તેનું બાઈક ના હોત તો જ્ઞાનસત્ર સિવાય સુરતમાં બીજે ક્યાય પણ જવામાં ઘણી તકલીફો થાત.) અને બોસ , જલસો પડી ગયો જગદીશ અંકલ ને ત્યાં ! , મજા આવી એમની લાઈફ સ્ટાઈલ , ઓબ્ઝર્વ કરવાની ! એમના જીવન અને અનુભવો માંથી ઘણું બધું શીખવા જેવું છે. અને એ શીખવું પણ કેવું કે તમને કોઈ પ્રયત્ન ન કરવો પડે , આપો આપ શીખી જવાય. જેમ કે ફૂલની સુવાસ તમારા મનમાં તાજગી આપે જ આપે , તેમ અમુક મનુષ્યોને તમે મળો એટલે એમના જીવનમાં રહેલા ગુણ તમને એટલા બધા આકર્ષે કે એમાંથી અમુક ગુણ – સારી બાબત તમે અપનાવવાનો પ્રયત્ન તો જરૂર કરો. એમના દોહિત્ર ( દીકરીના પુત્ર ) સાથેનું એમનું બોન્ડીંગ , એક મિત્ર જેવું ! લીફ્ટમાં મળતા ટીન-એજર એની સાથે પણ હાય હેલો નો સંબંધ , અને રસ્તા પર રમતા નાના બાળકો ને પણ વ્હાલથી “દોસ્ત” કહીને બોલાવે. અને ચહેરા પર મીઠડું સ્મિત તો ઓલવેઝ હોય જ ! ટૂંકમાં કહું તો જગદીશ અંકલ ઈઝ ફૂલ ઓફ પોઝીટીવીટી ! પછી તો BEST BONDING – IN RELATIONSHIP હોવું એ સ્વાભાવિક જ છે ને ! અને હા , કોઈ શબ્દ પર લીંક મુકતા મને નહોતું ફાવતું , એ મને તેમણે શીખવ્યું, જેનો આજે મે પ્રથમ વખત પ્રયોગ કર્યો છે.
જગદીશ અંકલ જોડેથી થીયેટર નું સરનામું જાણી ને દબંગ ૨ પણ જોઈ આવ્યો , સુરતની સીનેપોલીસ માં. સોમવારે રાત્રે ફરીથી દબંગ ૨ જોયું, ડ્રાઈવ- ઇન માં , લગભગ ૬ – ૭ વર્ષ પછી ડ્રાઈવ- ઇન માં ફિલ્મ જોઈ. ફિલ્મ જોવા જનાર મહાનુભાવો – હું , કોમલ અને મિત્ર કપલ કુંજ અને શિવાની !
યુવરાજભાઇ,
“સૂરત સોનાની મુરત” અમસ્તું નથી કહ્યું. તમે તો એક જગદીશભાઈને મળ્યા તો તમને કહી દઉં કે જે અસલ સુરતીઓ છે તેમાંના મોટાભાગના જગાડીશભાઈઓ જ છે. તમે શું ખાધું ખબર નથી પરંતુ થોડો વખત વધારે રહો તો સીઝન પ્રમાણે ખાવાનું મળે. અત્યારે પોંક અને તેની આઈટેમો, ચોમાસામાં સરસીયા ખાજા અને તે પણ ભાગળ પર ફક્ત ચાર મહિના જ આ દુકાન ખુલે. લખવાનું તો ખુબ જ છે શું લખું અને શું નહી લખું. મેં મારા બ્લોગનું નામ “સુરતીઉધીયું” એટલે જ આપ્યું કે ઊંધિયાની જેમ બ્લોગમાં બધી જ વસ્તુઓ આવી જાય અને સુરતી હોવાનો ગર્વ થાય.
હા જી વિપુલભાઈ , સુરત ખરેખર સોનાની મુરત સમાન છે , અને સુરતી હોવું એ બેશક ગર્વ લેવા જેવી બાબત છે , અમે પણ સુરત જઈને સુરતની મુલાકાત લીધા હોવાનો ગર્વ લઇ લીધો , અને આગળ પણ જયારે મોકો મળશે ત્યારે ફરી અવશ્ય મુલાકાત લેતા રહીશું , અને આપે કહી તે વાનગીઓનો સ્વાદ મેળવીશું
સુરત ગયા અને , જમવાની કોઈ વાત નાં થઇ ! + 😦 , અને જગદીશ સરે શું પીવડાવ્યું ? ચા / કોફી કે વિચાર 😉
અને દબંગ . . ત્રણ ત્રણ વાર જોવાનું ? શું કોઈ માનતા લીધી હતી ! + 😉
સુરત ટૂંકા સમય માટે ગયેલો એટલે જમવાના સ્વાદ લેવાના રહી ગયા , અને જગદીશ સરે ચા નાસ્તાની સાથે વિચાર પણ પીવડાવ્યા , એમનો વિચાર મને જમાડવાનો અને લાડવા ખવડાવવાનો હતો , પણ મારું દુર્ભાગ્ય કે મારી પાસે સમય ઓછો હતો એટલે જવું પડે તેમ હતું ….
કુછ જ્યાદા હો ગયા !!!
નિરવ, યાર ! કાઠીયાવાડી છું, કંઈક તો રાખ !
આભાર !
અરે જગદીશ સર , જમવાના મતલબથી હું પેલું કહેતો હતો કે ; ઘારી અને લોચો અને બીજું બધું . . . તે તમારા માટે ન હતું 🙂
તમારા માટે તો માત્ર ચા અને કોફીની જ વાત હતી 😉
અને આભાર , પછી આશ્ચર્ય ચિહ્ન કેમ મુક્યું 😉
મને તારી જેમ ‘સ્માઈલી’ મુકતા નથી આવડતું, કોઈ ખોટી કી દબાઈ ગઈ હશે.
જ્યાદા જરૂર હુઆ સર but in terms of enjoyment….. ખરેખર ખુબ આનંદ થયો આપ ને મળી ને 🙂
યુવરાજ ભાઈ સુરતમાં મારી દિકરીનો રહે છે .આ રજુ બારોટની ઓળખાણ આપશો
આતા , રાજુ બારોટ એ ખુબ જાણીતા ગુજરાતી કલાકાર છે , જેમણ ઘણી સારી ગુજરાતી ફિલ્મો માં અને નાટકોમાં અભિનય આપ્યો છે
યુવરાજ ભાઈ સુરત માં હવે જયારે આવો ત્યારે ઇન્ફોર્મ કરજો….
જી જરૂર, હાર્દિકભાઈ …….તમે પણ જણાવજો , અમદાવાદ આવો ત્યારે 🙂
ફરી અહીં ટહુકો કરવાના હો તો કહેજો. બેસ્ટ બોંન્ડિગને વધુ મજબૂત બનાવો એવી શુભેચ્છા 🙂
જરૂર કહીશ . 🙂