ફિલ્મ – લગે રહો મુન્નાભાઈ
વર્ષ – ૨૦૦૬
ગીત – સમજો હો હી ગયા
ગાયક – સંજય દત્ત , વિનોદ રાઠોડ , અરશદ વારસી
ગીતકાર – સ્વાનંદ કિરકિરે
સંગીતકાર – શાન્તાનુ મોઇત્રા
એક દિવસ મિત્રો એ મને આવું જ કંઈક પૂછ્યું –
” ભાઈ બહુત ખુશ લગ રહે હો …બાત ક્યા હૈ ? એ ભાઈ …હુઆ ક્યા? ”
અને મેં આવો જ કંઈક જવાબ આપ્યો –
“કાર્ડ છપવાલે ! સુટ સીલવાલે ! સમજો હો હી ગયા …. ! “
તમે કહેશો –
“એ ભાઈ રીવાર્સમેં કાહેકો સ્ટોરી સુના રહા હૈ, સ્ટારટીંગ સે સુનાના… “
ઓ.કે. લાવો માંડીને વાત કરું , સ્ટારટીંગ થી ! મારી સ્કુલમાં કેટલાક ફેંકુઓ હતા , કાયમ બીજા છોકરાઓની સામે વેમો મારે કે ભાઈ આપણે તો આવા …ને આપણે તો તેવા … ને આપણો તો ભાઈ અલગ જ વટ પડે ! એટલે એને ઠંડો પાડવા કહેવું પડે કે ભાઈ , એવા જ તારા વટ પડે છે તો સ્કુલમાં કોઈ છોકરી તારી સામું ય કેમ નથી જોતી ? એટલે બિચારાને કંઈક તો કહેવું પડે , નહિ તો બધી પોલ ખુલી જાય, એટલે એ ગાડી આગળ ચલાવે કે સ્કુલમાં ભલે ના હોય પણ મારી બાજુમાં રહેતી એક છોકરી મારા પર ફિદા છે, આવું એક વાર કહી દીધું એટલે પછી બધા રોજ એને પૂછે , પેલી છોકરી સાથે કેટલે પહોંચ્યું ? પછી શું ! રોજ નવા નવા તુક્કા … આજે તો એ મારા ઘરે આવી … મારા ઘરે કોઈ નહિ …ને પછી શું કહેવું યાર ! આજે તો અમે ટેરેસ પર મળ્યા . આજે તો આમ …ને કાલે તો તેમ ! પણ પછી ઉંડા ઉતર્યા તો ખબર પડી કે ભાઈ ને તો સોસાયટીના કુતરાઓ ય ભાવ નથી પૂછતા ! ધતત્ત તેરી ! તો શું આટલા વખત સુધી સાલો આપણ ને મામુ બનાવતો રહ્યો !
૧૦મા ધોરણ પછી મેં સ્કુલ બદલી ત્યારે એક છોકરા સાથે મારે રોજ ઝગડો થતો. એક દિવસ એ છોકરો એક છોકરીનો ફોટો લઈને આવ્યો , એ ફોટો અમને બધા ને બતાવીને કહે કે યાર , આ છોકરી પર તો દિલ આવી ગયું છે , એ મને સ્માઈલ પણ આપે છે … ટૂંકમાં ટૂંક સમયમાં આની જોડે આપણું સેટિંગ પાક્કું ! એ પણ એ છોકરીનો ફોટો કશીક રીતે ચોરીને લાવેલો. હવે , એ છોકરા સાથે મારે દુશ્મની , એટલે મેં બદલો વાળવા એ ફોટો ચોરી લીધો . મજ્જા પડી ગઈ ! પણ પછી સવાલ થયો કે એ ફોટા નો સદ્ઉપયોગ શું કરવો ? જવાબ મળી ગયો – હું એ ફોટો લઈને ઓલા ફેન્કુલોજી છોકરાઓ પાસે ગયો , એમણે મને બહુ મામુ બનાવી લીધેલો , હવે એમની વારી હતી …. મામુ બનવાની ! ઇટ્સ ટાઈમ ફોર બદલા ! ફોટો બતાવીને કહ્યું – યે દેખો , શી ઈઝ માય ગર્લફ્રેન્ડ ! નામ એનું રાખ્યું વૈદેહી ! સાયન્સ ની છોકરી છે યાર , મારા પર એકદમ ફિદા ! એટલે પછી એમના પ્રશ્નો ચાલુ થયા – વાઉ યાર , ક્યારે , કેવી રીતે ?
સરકીટ -“ભાભી કો ઘુમાને કે લિયે કિધર લે કે ગયા …..? “
મેં કહ્યું , હજી સુધી ફરવા તો ક્યાંય નથી લઇ ગયો , પણ જે કરવાનું હતું એ …. !
મુન્નાભાઈ – “અરે કિધર મત પૂછ … યે પૂછ કિસમેં લે ગયા… કીસ્સ મેં ! “
મિત્રો બિચારા હેબતાઈ ને બોલી ઊઠ્યા – કીસ્સ ???
સરકીટ -” કિસ મેં ભાઈ ? “
મુન્નાભાઈ – “અરે કિસિંગ કાર મેં યાર …”
પછી એમને વિગતવાર આખો પ્રસંગ જાણવો હતો
સરકીટ -” એ ભાઈ સાઈડકાર સુના , કલાકાર સુના ,
બેકાર સુના , ડકાર ભી સુના , યે કિસિંગ કાર ક્યા હોતા હૈ…”
મુન્નાભાઈ -” અરે જિસ મેં કિસ કરતે હૈ યાર ….”
એમને જાણવું હતું પછી હું શું કરી શકું ? મેં પણ ચલાવ્યું – સ્કૂલ ના દાદરે જ !
મુન્નાભાઈ – “અપુન કો મિલ ગયી , અરે એક કિસિંગ કાર ,
બેક સીટ પે , જી ભર કે કિયા પ્યાર “
મિત્રો કહે , દાદરે ? દાદરે કેવી રીતે ? સાહેબ કે કોઈ જોઈ ના જાય ?
સરકીટ- “ભાઈ , ડ્રાઈવર ને મિરર મેં દેખા હોયેંગા , કૈસે મેનેજ કિયા ?”
મેં કહ્યું કે રીસેસમાં , ધાબા પર જવાનો એક દાદરો છે , જ્યાં કોઈ નથી આવતું ! અમે બંને રીસેસમાં રોજ નાસ્તો કરવા ત્યાં જ જઈએ છીએ , કોઈ પૂછે તો અમે એવું કહીએ કે નીચે બધા બહુ તોફાન કરે છે એટલે અમે નાસ્તો કરવા ત્યાં જઈએ છીએ , એટલે અમારી સાથે પહેલા મારી ક્લાસના બીજા છોકરાઓ પણ અમારી પાછળ પાછળ આવેલા , પછી તો મેં એ લોકો ને સમજાવી દીધા , એટલે હવે કોઈ નથી આવતું
મુન્નાભાઈ – “અરે ડ્રાઈવર કો મૈને , ઈક સો કા નોટ દિખાયા, ઉસકો સુસુ કરને કા આઈડિયા તબ આયા…”
મિત્રો બોલે , જોરદાર યાર જબરું ડેરિંગ કહેવાય તારું તો , પછી બોલ જલ્દી , આગળ શું થયું ?
સરકીટ- “અરે ભાઈ તુ તો જીનીયસ હૈ , ફિર ક્યા હુઆ”
અરે પછી તો મારે કઈ કરવાનું જ નથી આવતું , મને તો બહુ શરમ આવે , પણ એ એટલી બધી ફિદા છે મારા પર કે ન પૂછો વાત ! અમુક વાર તો મારે તેને સમજાવવી પડે કે કંટ્રોલ કર યાર !
મુન્નાભાઈ – “કભી ચુમતી ઇધર , કભી ચુમતી ઉધર, અરે બોલી મેરે મુન્ના ઇતને સાલ થા કિધર !”
સરકીટ- “ઐસા હો ગયા ભાઈ ?”
મુન્નાભાઈ – “સમજો હો હી ગયા ….. ! “
મિત્રો બિચારા એટલા શોક થઇ ગયા કે એમને શું રીએક્શન આપવું એ જ એમને ખબરના પડે !ક્યારેક એક્સાઈટ થઇને મુટ્ઠીઓ વાળે અને દીવાલ પર પછાડે , કિસની વાત આવે એટલે એટલા રોમાંચિત થઇ જાય કે એકબીજાને જ વળગી પડે ! અને મોઢા તો સાલાઓના ખુલ્લા ના ખુલ્લા જ રહી ગયા, એમને પણ ખુબ મજા આવી રહી હતી , રોમાંચ માણવો હતો , એટલે પ્રશ્નો તો ચાલુ જ હતા , એક પછી એક ! – “પછી બીજું કે કૈક , બીજું …. શું શું કર્યું ? ”
સરકીટ-” ઉસકે બાદ કિસિંગ કાર કિધર મુડા ભાઈ … પિક્ચર” ? મુન્નાભાઈ – “ના રે ! ”
સરકીટ- “ચાઇનીઝ હક્કા નુડલ”?
મેં કહ્યું કે બીજું તો કઈ નહિ બસ , હું ક્યારેક એના ક્લાસમાં એને મળવા જઉં , ને ક્યારેક એ મારા ક્લાસમાં આવે , અને પાર્કિંગ ના બેઝમેન્ટમાં પણ અમે સાથે જઈએ , અને …. પાર્કિંગ માં તો યાર ….!
મુન્નાભાઈ – “નઈ રે… સર્કસ .. સર્કસ !”
મિત્રો કહે “યાર , શું પાર્કિંગ પાર્કિંગ કરે છે , પાર્કિંગ તે કઈ મળવાની જગ્યા છે ? ”
સરકીટ- “સર્કસ કાહેકો ?”
મેં કહ્યું કે ક્લાસ તો ઠીક પણ પાર્કિંગ માં જે મજ્જા છે , એવી બીજે ક્યાય નથી , પાર્કિંગ બેઝમેન્ટ માં છે , અને બેઝમેન્ટમાં અંધારું હોય છે ! મિત્રો પૂછે કે તો એથી શું ?
મુન્નાભાઈ – “અરે સર્કસમેં શેર હૈ ના યાર” … સરકીટ- “તો ?”
મેં કહ્યું એને અંધારાથી બહું બીક લાગે છે , એટલે એ મારો હાથ પકડી રાખે… અને મારી અડોઅડ ચાલે …
મુન્નાભાઈ – “રીંગ માસ્તર કો , ઈક સો કા નોટ દિખાયા, ઉસને ઝોર સે ફિર હન્ટર ઘુમાયા ! ”
સરકીટ-” હન્ટર ! હન્ટર કા ક્યા હુઆ !”
એક દિવસ એ ચાલતા ચાલતા સાઈકલ સાથે અથડાઈ , અને અથડાતાની સાથે જ તે વધુ ગભરાઈ ગઈ અને પડવા જેવી પણ થઇ ગઇ, તેથી તે મને વળગી પડી
મુન્નાભાઈ – શેર ને કિયા રોર .. વો લપકી મેરી ઓર , ફિર શેર કો મેં બોલા , એ મામુ વન્સ મોર !
સરકીટ- “હા …હા …હા … ભાઈ , શેર કો મામુ બોલ ડાલા , ફિર ક્યા હુઆ ?”
એ એટલી ગભરાઈ ગઈ હતી કે મને વળગેલી જ રહી , પછી થોડી વાર થઇ , ને તે દૂર જવા ગઈ , ત્યાં જ હું તેને વળગી પડ્યો , કુછ કુછ હોતા હૈ માં ઓલા વરસાદ વાળા સીનમાં શાહરૂખ કાજોલને વળગે છે ને , બસ એ જ રીતે ! એ પણ વળગી પડી , હું પણ …. એ પણ …. અમે બંને , એકબીજાને વળગી રહ્યા … બસ વળગી રહ્યા … ક્યાંય સુધી !
મુન્નાભાઈ – “ડર સે ઉસને ઐસે મુજકો ગલે લગાયા .. ક્યા બતાઉં સરકીટ અરે કિતના મઝા આયા”
સરકીટ- “ઐસા હો ગયા ભાઈ ?”
મુન્નાભાઈ – “હાં … સમજો હો હી ગયા ! “