ફિલ્મ – મેરે યાર કી શાદી હૈ
વર્ષ – ૨૦૦૨
ગીત – એક લડકી કી તુમ્હે ક્યા સુનાઉં દાસ્તાં
ગાયક – ઉદિત નારાયણ , અલકા યાજ્ઞિક
ગીતકાર – જાવેદ અખ્તર
સંગીત – પ્રીતમ , જીત ગાંગુલી
ફિલ્મ “મેરે યાર કી શાદી હૈ” આવી ત્યારે તેનું મોટ્ટુ પોસ્ટર મારા રૂમમાં લાગેલું ! મારી આખી લાઈફમાં સૌથી વધારે ફિલ્મો નું આકર્ષણ મને એ અરસામાં હતું. ૧૫- ૧૬ વર્ષથી લઈને ૨૦- ૨૧ વર્ષ સુધીનો ગાળો. વેલ , આ ગીત દ્વારા મારે વાત કરવી છે એક છોકરીની , એનું નામ અલ્પા હતું. લગભગ પ્રાઈમરી થી મારી સાથે સ્કુલમાં હતી. અમારા વખતમાં કેટલાક મહા ગીલીન્ડરોને બાદ કરતા મારી સ્કુલમાં માહોલ એવો હતો કે છોકરાઓ અને છોકરીઓ એક બીજા સાથે વાત ન કરે , અથવાતો ઓછી, કામ પુરતી વાત કરે. આમ વર્ષોથી એક જ ક્લાસમાં સાથે હોય એટલે એક બીજાને ઓળખતા જરૂર હોય કે આ હોશિયાર, આ ડફોળ , આ ડાહ્યો , આ ગીલીન્ડર! બસ, એ જ રીતે હું પણ અલ્પાને પ્રાઈમરીથી ઓળખતો હતો , ભણવામાં હોશિયાર અને એવરેજ ની વચ્ચે. એટલે કે ક્લાસમાં પહેલો નંબર નહિ પણ દસમો કે પંદરમો તો આવે ! અને મારું પણ ડીટ્ટો એવું. મારો અને અલ્પાનો રેન્ક આગળ પાછળ જ આવે , એક બે ટકાનો જ ફેર હોય. એ છોકરી બહુ હસમુખી , કાયમ એના ચહેરા પર મીઠું સ્મિત જોવા મળતું. વાન ગોરો , ચહેરો ગોળ , નમણાશ વાળો. અને વાળમાં તેલ નાંખીને ચપો ચપ ઓળ્યા હોય. ક્લાસમાં બધા છોકરાઓ, છોકરીઓ અને શિક્ષકોની નજર નાનકડી અલ્પા પર ઠરેલી રહેતી, કારણ કે એ બધા કરતા અલગ, બધા કરતા નિરાળી હતી..
“એક લડકી કી તુમ્હે ક્યા સુનાઉં દાસ્તાં
વો પગલી હૈ સબ સે જુદા
હર પલ નયી ઉસકી અદા
ફૂલ બરસે , લોગ તરસે જાયે વો લડકી જહાં
એક લડકી કી તુમ્હે ક્યા સુનાઉં દાસ્તાં”
દસમા ધોરણમાં સ્કુલમાં અંગ્રેજીની એક પરીક્ષા રાખેલી અને એ પરીક્ષામાં જે પાસ થાય તેને જ દસમામાં-બોર્ડમાં અંગ્રેજી વિષય રાખવા મળે. એ પરીક્ષા દરમ્યાન મારી આગળની બેંચ પર અલ્પા બેઠેલી, અને બિચારીને કઈ આવડે નૈ ! એ સતત મને પાછળ વળી વળીને પૂછ્યા કરે, સુપરવિઝન કડક હતું. સાહેબની નજર મારા પર હોય એવું મને લાગ્યું એટલે મેં તેને બતાવવાની ના પાડી, તો તે જાણે કે રિસાઈ ગઈ હોય તેવી રીતે તેને મારાથી મોઢું ફેરવી લીધું, અને સાહેબ આઘા પાછા થયા એટલે મેં તેની બેંચ પર પેન ટકરાવીને ઈશારો કર્યો, એટલે એ પાછળ વળી, મેં તેને મારું પેપર બતાવ્યું, અને એના ચહેરા પર નું સ્મિત પાછુ આવી ગયું
“હૈ ખફા તો ખફા , ફિર ખુદ હી વો મન ભી જાતી હૈ ,
લાતી હૈ , હોઠોં પે મુસ્કાન વો
ચુપ હૈ તો ચુપ હૈ વો
ફિર ખુદ હી વો ગુનગુનાતી હૈ , ગાતી હૈ , મીઠી મીઠી તાન વો
કૈસે કહું કૈસી હૈ વો , બસ અપને હી જૈસી હૈ વો
ફૂલ બરસે , લોગ તરસે જાયે વો લડકી જહાં
એક લડકી કી તુમ્હે ક્યા સુનાઉં દાસ્તાં”
દસમા ધોરણમાં રક્ષાબંધન આવી ત્યારે મને ખુબ ઈચ્છા થયેલી કે હું અલ્પા જોડે રાખડી બંધાવું , કારણ કે એનામાં હું મારી એક બહુ સારી દોસ્તને જોતો હતો, મને તેની સાથે બહુ બધી વાતો કરવાનું , મિત્રતા કરવાનું મન થતું , પણ માત્ર એક દોસ્ત તરીકે . એથી જ મેં એવું વિચાર્યું કે જો રાખડી બંધાવીશ તો અલ્પા પણ મને ભાઈ સમજીને મારી સાથે દોસ્તી બાંધશે. અને મેં તેને પરીક્ષામાં બતાવેલું તેથી મને થયું કે કદાચ હું તેની સાથે હવે કોઈ સંકોચ વગર વાત કરી શકીશ.પણ ખબર નહિં કેમ , કુદરતી રીતે જ મને છોકરીઓ સાથે વાત કરવામાં ખુબ સંકોચ થતો, માટે અલ્પાને હું રાખડી બાંધવાનું પણ ન કહી શક્યો , પછી તો અગ્યારમા ધોરણમાં મેં સ્કૂલ બદલી ત્યારે પણ મેં વિચાર્યુ કે આ વખતે તો રક્ષાબંધન આવે એટલે જૂની સ્કુલે જઈને અલ્પા જોડે રાખડી બંધાવવી જ છે. પણ રક્ષાબંધન ને હજુ વાર હતી અને તે પહેલા જ મને મારી જૂની સ્કુલના કેટલાક મિત્રો મળ્યા. અને એમણે મને જણાવ્યું કે અલ્પા હવે આ દુનિયામાં નથી રહી ! કોઈ બીમારી ના લીધે …..! હું એ મિત્રો સાથે તેના બેસણામાં ગયેલો. આજે પણ સમસમી જવાય છે જયારે યાદ કરું છું તેનાં ઘરની દીવાલ પર હાર લગાવેલો તેનો ફોટો , એ જ ગોળમતોળ હસતો ચહેરો, એના જેવા જ લાગતા એના મમ્મી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા….! અલ્પા , જેની સાથે મેં ક્યારેય વાત નહોતી કરી છતાં, મને હંમેશા તે ખુબ વ્હાલી લાગેલી. મારે તેના ભાઈ બનવાનું ગૌરવ લેવું હતું, એની સાથે વાતો કરીને , એની સાથે હસીને એના સ્મિતનું કારણ બનવું હતું , પણ એ ન બની શક્યું. એ ચાલી ગઈ , આ દુનિયા છોડીને , બીજી દુનિયામાં, ત્યાં સ્મિત રેલાવવા….
“આજ કલ હર વો પલ , બીતા જો થા ઉસકે સાથ મેં ,
ક્યા કહું , ખ્વાબોં મેં આતા હૈ ક્યોં
યાદ જો આયે તો , ઉસસે બીછડનેકી વો ઘડી
ક્યા કહું , દિલ દુખ સા જાતા હૈ ક્યોં
અબ મેં કહી વો હૈ કહી , પર હૈ દુઆ એ હમનશી ,
ફૂલ બરસે , લોગ તરસે જાયે વો લડકી જહાં
એક લડકી કી તુમ્હે ક્યા સુનાઉં દાસ્તાં”
sad 😦
it reminded me of one of my school friend who died before 6 days from 12th’s board exams….
😦
ohh 😦
કેટલાક લોકો હોય છે જ , એવા કે આપણે તેમને જાણતા હોઈકે ન જાણતા હોય પણ તેમને માટે આપણને કશુક માન જેવું જાગે અને તેમની સાથે શાલીનતા શબ્દનો ખરો અર્થ સમજવા મળે કે તેમને જોઇને તરત ખરાબ વિચાર ન આવે . . . કદાચ તેમની ઓરા ( આભામંડળ ) જ એવી હશે . . . કેમ અચાનક આ કિસ્સો યાદ આવ્યો ?
બસ એમ જ , યાદ આવતું ગયું , અને લખાતું ગયું !
ઓહ, દર્દદાયક પોસ્ટ.
એની સાથે ની યાદો સારી હતી એટલે તેની વિદાય વસમી હતી , પણ હું માનું છું કે જવા વાળી વ્યક્તિઓ ની સાથે જોડાયેલી સારી પળોને જ યાદ કરવી જોઈએ. એ પળોને યાદ કરીને ખુશ થવું જોઈએ. એ જ સાચી કદર છે , તેઓ એ આપેલી અમુલ્ય ખુશીઓની !
એકદમ સાચી વાત!
અરેરે…
હચમચી જવાય એવી પોસ્ટ. મને એમ કે કંઇક ટ્વીસ્ટ આવશે પણ વિચાર્યુ પણ ન’તુ કે આવું થશે! 😦
life is uncertain … એમાં હંમેશા આપણ વિચાર્યું ન હોય એવું જ બનતું હોય છે
દસમામાં મારી સાથે ટ્યુશનમાં હતી એ છોકરીનો આવું જ કંઈક થયાનું યાદ આવી ગયું! આ સાલુ શરમના માર્યા એકે છોકરી સાથે વાત નહોતા કરતા એમાં બહુ નુક્સાન થયું છે.
તમારી વાત સાચી છે , કોઈકે અમથું નથી કીધું કે “બોલે એના બોર વેચાય”
મસ્ત
ખુબ ખુબ આભાર 🙂