નવેમ્બર ૨૦૧૨ ના ફિલ્મ રિવ્યુઝ

ગયા મહિના ના ફિલ્મ રિવ્યુઝ વખતે અંતમાં મેં અફસોસ વ્યક્ત કરેલો કે “ચક્રવ્યૂહ” અને બીજી કેટલીક ફિલ્મો નથી જોવાઈ, પણ નવેમ્બરની શરૂઆતમાં તે ફિલ્મો જોવાઈ ગયેલી માટે શરૂઆત એ ફિલ્મોના રીવ્યુઝ્થી જ કરીએ.
“ચક્રવ્યૂહ” મારા મત મુજબ પ્રકાશ જહા નું અત્યાર સુધીનું શ્રેષ્ઠ સર્જન છે. યસ, “ગંગાજલ” કરતા પણ ક્યાય સારી. ફિલ્મમાં અભય દેઓલ નકસલવાદીઓ ની ટોળકીમાં જાય છે પોલીસ – અર્જુન રામપાલ ના ખબરી તરીકે , પણ ત્યાં રહેતા રહેતા તેને માલુમ પડે છે કે નક્સલીઓ જે કરી રહ્યા છે તે યોગ્ય છે માટે તે પણ એક નક્સલી બની જાય છે , અને પછી અર્જુન અને અભય વચ્ચે ટક્કર. ખુબ સરસ વાર્તા , જકડી રાખે તેવું ફિલ્માંકન, અને જહાની ફિલ્મ એટલે સંવાદો પણ ચોટદાર રહેવાના. અભય દેઓલ છવાઈ ગયો, મસ્ત એક્ટિંગ ! અર્જુન રામપાલ પાત્ર માં સુટેબલ, ઓમ પૂરી અને મનોજ બાજપાઈ, લાઈક ઓલવેયઝ શ્રેષ્ટમ અભિનય. અને નકસલવાદ પર એક ફિલ્મ ત્રણ- ચાર વર્ષ પહેલા આવેલી ” રેડ એલર્ટ ” ખાસમ ખાસ જોજો. અફલાતુન ફિલ્મ. મેં મારા જીવનમાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મો માં ની એક. એમાં તમે સુનીલ શેટ્ટીનો અભિનય જોશો તો દંગ રહી જશો. અને સમીરા રેડ્ડીનો અભિનય પણ ખુબ સરસ એ ફિલ્મમાં.

“અજબ ગજબ લવ” એક સારો ફની પ્લોટ લઈને આવી છે, શરૂઆતમાં સારી જમાવટ છે પણ પાછલ થી થોડી ઢીલી પડી જાય છે. ગીતો સારા. આ ફિલ્મમાં મારું ખુબ ગમતીલું ગીત “તું મેરા આસમાં સા લગે ક્યોં…”

“લવ શવ તે ચીકન ખુરાના” મસ્ત ! સિમ્પલી સુપર્બ ફિલ્મ ! એક એક પાત્ર નીખર્યું છે, માવજત પામ્યું છે, લવ સ્ટોરી ટૂંકી પણ દિલચસ્પ. થોડાક મહિના પહેલા મેં એક ગ્રીક ફિલ્મ જોયેલી “ટચ ઓફ સ્પાઈસ” દિગ્દર્શક – tasos boulmetis. એ ફિલ્મ સંપૂર્ણ રીતે કુકિંગ પર બનેલી. ફિલ્મ નું પહેલું દ્રશ્ય, બાળક સ્તનપાન નથી કરી રહ્યું અને સ્તન પર મીઠું ભભરાવવામાં આવે છે અને બાળક રડવાનું બંધ કરી સ્તનપાન કરવા લાગે છે. આ રીતે અને બીજી અનેક રીતે તે ફિલ્મમાં મીઠાનું મહત્વ દર્શાવાયું. પોસ્ટ કાર્ડમાં મસાલો ભભરાવી પોતાની વાનગીઓની સુગંધની આપ લે. કુકર પહેલી વાર ઘરમાં આવતા વાપરતા ન આવડતું હોવાને કારણે ફાટી જાય છે અને દાદીને હાથમાં પેરાલીસીસ થઇ જાય છે અને મિક્સચર ઘરમાં પહેલી વાર આવે છે ત્યારે એની સાથે પણ એક રમુજી પ્રસંગ બને છે જેનાથી દાદીનું પેરાલીસીસ ઠીક થઇ જાય છે. અને હું જો લખવા બેસું તો માત્ર એ જ ફિલ્મ વિષે લખાય તોય મારું મન નાં ભરાય માટે વધારે નથી લખતો પણ એ ફિલ્મ જોયાના કેટલાક મહિના પછી “લવ શવ…” નું ટ્રેલર જોયું અને થયું વાહ ! ભારતમાં પણ કુકીન્ગને મુખ્ય વિષય બનાવીને ફિલ્મ બની ! ફિલ્મ આખી ચીકન ખુરાનાની રેસીપી શોધવામાં વ્યતીત થાય છે અને છેલ્લે રેસીપી મળે છે , ફિલ્મ પૂરી થાય છે ત્યારે આપણને ટેસ્ટી ફૂડ જમ્યાનો ઓડકાર થાય છે.

“૧૯૨૦ – એવિલ રીટર્ન ” just o.k. ફિલ્મ. છેલ્લે આત્માને મારે છે તે આત્મા ના પોતાના શરીરમાં નાખી અને તેને બાળીને! પણ ભલા માણસ, આત્મા તે કોઈ દિવસ બળતી હશે ? શું મગજની …..%&$#@ !!!!
“મક્ખી” મનોરંજક . વિલન હીરોને મારી નાખે છે અને હીરોનો પુન જનમ થાય છે, માખી સ્વરૂપે અને એ માખી કેવી રીતે બદલો લે છે તે છે ફિલ્મની વાર્તા. ખાસ જોવા જેવી ફિલ્મ. બાળકોને ખુબ ગમે એવી અને મોટાઓ ને બાળસહજ આનંદ અપાવે તેવી.

“જબ તક હૈ જાન ” માં યશ ચોપરાનું ફિલ્માંકન હંમેશની જેમ સુંદર, હું ફિલ્મમાં પૂરે પૂરો ડૂબી ગયેલો, ત્રણ કલ્લાકનું આ પિક્ચર ચાર કલ્લાક પણ ચાલ્યું હોત તોય મને વાંધો ન હતો. ફિલ્મ થ્રીલર નહિ પણ લવ સ્ટોરી હોય અને તે પણ ત્રણ કલ્લાક ની હોય છતાં તે તમને જકડી રાખે, તમારો રસ જળવાઈ રહે તે બહુ મોટી વાત છે, જોકે ફિલ્મ ની વાર્તા મને યશ ચોપરા ના લેવલ કરતા થોડી ઊતરતી લાગી, પણ ચાલે ! એક્શન ફિલ્મો લાર્જર ધેન લાઈફ હોય છે તોય આપડે તેને વધાવી લેતા હોઈએ છીએ તો પછી રોમાન્સમાં પણ થોડું વધારે રોમાન્ટિક કરવા ક્યારેક અ-વાસ્તવિક કથાઓ ચલાવી લેવાય ! અનુષ્કા ની એક્ટિંગ કાબિલે તારીફ , શાહરૂખનું કામ રાબેતા મુજબ અને કેટરીના ને કોઈ એક્ટિંગ શીખવાડો યાર ! શું કરે છે આ છોકરી , દસ દસ વર્ષ થયા બોલીવુડમાં આયે તોય….મગજની ……&%$# !! પણ ડાન્સ માં તેનો જવાબ નથી , આ ફિલ્મમાં પણ અદ્ ભૂત ડાન્સ રજુ કરીને જમાવટ કરી છે.

“સન ઓફ સરદાર” વોચેબલ ! અજય દેવગણ ને સંજય દત્ત મારવા માંગે છે, પચ્ચીસ વર્ષ થી. અને મને ખબર હતી કે એન્ડમાં તો નહિ જ મારે, છોડી દેશે કારણ કે અજય ફિલ્મનો હીરો છે અને ફિલ્મ કોમેડી પ્રકારની છે એટલે છેલ્લે કોઈ પણ મરે તે ના પોસાય , પણ પચ્ચીસ વર્ષ થી બદલાની આગમાં સળગતો સંજય દત્ત માત્ર પચ્ચીસ સેકન્ડમાં તેને માફ કરવા રાજી થઇ જાય છે એ પણ કોઈ ખાસ કારણ વગર. અરે એવું પણ બતાવી દીધું હોત કે સંજયે અજયને માર્યો ને અજય આઈ.સી.યુ માં જઈ ને પણ બચ્યો ને પછી તોયે અજયે સમય આવ્યે સંજયની જાન બચાવી, એના કોઈક દુશ્મનો થી. પચ્ચીસ વર્ષ થી બદલાની આગમાં સળગતા માણસ નું હૃદય પરિવર્તન કરાવવા માટે કોઈ મોટું કારણ જોઈએ. પણ અહી તો પિક્ચરની છેલ્લી એક મિનીટ બાકી છે એટલે પતાવવા માટે સંજય માફ કરી દે, ઘરના બીજા લોકો પણ અજયને છોડી દે અને પોતાનો જમાઈ બનાવી લે ને પછી પો પો પો પો… કરી ને નંબરીયા !

હવે વાત ગુજરાતી ફિલ્મો ની ! દિવાળી પર બે ગુજરાતી ફિલ્મો રજુ થઇ. બંને ના દિગ્દર્શક શુભાષ. જે . શાહ. પ્રથમ વાત કરીશું ફિલ્મ “પ્રીત સાયબા ના ભૂલાય” ની. હીરો- હિરોઈન લડે ઝગડે પણ નફરત એ પ્યારની પહેલી નિશાની – મુજબ પ્રેમ થાય છે અને પછી ખબર પડે છે કે બંને ના પરિવાર એક બીજાના દુશ્મન છે, શરૂઆતમાં હીરો પરિવારને પ્રાયોરીટી આપે છે , અને પછી બંને પરિવારોને નજીક લાવવાના પ્રયત્નો થાય છે. હીરો તરીકે ડાયરાનો ગાયક રાકેશ બારોટ . સારું ગાય છે હો ….
પ્રીત સાયબા ના ભૂલાય નું ટ્રેલર

બીજી ફિલ્મ “ઓ ગોરી મેં તો દિલ થી બાંધી છે પ્રીત” . હિરોઈન ના લગ્ન થાય છે. એરેન્જ મેરેજ. આપડી લોકોની વાર્તા તો અહિયાં જ પૂરી થયી જાય છે – પતિ થયો એટલે પતિ ગયો ! 🙂 પણ આતો ફિલ્મ છે એટલે વાર્તા અહીંથી આગળ વધે છે અને પેલીનો પતિ મરી જાય છે એટલે પરિવારના લોકો તેને તેના દિયર સાથે પરણાવવા રાજી કરે છે અને પછી twists & turns, melodrama & all… આ ફિલ્મથી ડાયરાનો ગાયક રોહિત ઠાકોર પહેલી વાર રૂપેરી પડદે. વાહ ભાઈ વાહ ! 🙂 આ બંને ફિલ્મ ટીકીટ બારી ગજવશે , ગજવી રહી છે. દિગ્દર્શક શુભાષ જે. શાહ હંમેશા ગુજરાતી ફિલ્મના દર્શકોની નસ પકડીને ચાલે છે , એમને ખબર છે કે દર્શકોને શું પસંદ પડશે અને તેમને શું જોઈએ છે , બસ એ મુજબ જ એ પીરસે છે. એક સુપર ડુપર હિટ ફિલ્મ નો ફોર્મ્યુલા લઈને જ એ ફિલ્મ બનાવે છે.
હવે બોલીવુડના પ્રેક્ષકોને ઈન્તેજાર છે સલમાનની “દબંગ ૨ “નો , અને ઢોલીવુડના પ્રેક્ષકો વાયટૂ જોઈ રહ્યા છે ફિલ્મ “માં- બાપ ના આશીર્વાદ” ની , જેનો હીરો છે વિક્રમ ઠાકોર !

14 comments

  1. એક્ઝામ ના કારણે મુવીઝ અને બ્લોગ્ઝ તરફ નજર જ નથી જઈ શકતી, તો પણ જેની રાહ જોઈ ને બેઠો હતો એવું “લવ શવ તે ચીકન ખુરાના” તો જોઈ જ લીધું … અને એકદમ મસ્ત મુવી છે! 😀
    હવે તમારી પોસ્ટ વાંચીને ટચ ઓફ સ્પાઈસ જોવાની પણ ઈચ્છા થઇ ગઈ છે … 🙂
    (અને આમ પણ હવે રજાઓમાં એજ કામ કરવાના છે 😉 )

    1. તમે પણ મારી જેમ અનુરાગ ફેન છો , અને અનુરાગ ફેનને એના બેનરનું એક પણ મુવી છોડવું ના પોસાય ! જરૂર જોજો ટચ ઓફ સ્પાઈસ , વર્લ્ડ બેસ્ટ મુવી છે, અને “રેડ એલર્ટ” પણ બાકી હોય તો જોઈ કાઢો બંધુ, સીડી લાવી ને જોશો તો પણ પૈસા વસુલ છે 🙂

    1. જી અમિત ભાઈ , ૧૯૨૦ માં પંડિત જસરાજ નું ગીત “વાદા….” સરસ હતું , અહી મેં જે ફિલ્મની વાત કરી છે તે ૧૯૨૦ સીરીઝમાં બનેલી બીજી ફિલ્મ છે , એટલે કે ૧૯૨૦ નો ભાગ ૨ કહી શકાય.

  2. બાપુ ફિલ્મ નો સ્વાદ માણ્યો મજા આવી .એક છોકરિયે તો બાપુ રીવોલ્વોર ઉગામી મારેતો એને કહેવું છેકે તારે રીવોલ્વોર દેખાડવાની જરૂર નથી .તારી આંખોજ જુવાનીયાઓને કાપી નાખવા માટે પુરતી છે .એમાં વળી એક છોકરિયે યેતો થોડીક છાતી દેખાડી દીધી .હવે આવી પરિસ્થિતિમાં આતા ને શેર બનાવવો સુજે કે નાસુજે ?खुल्ला सीना दिखायके बदमस्त बना दिया ,ज़ालिम “आता”के दिलका तूने कब्ज़ा कर लिया બદમસ્ત =કામુક ઝાલીમ =અહી માશુક સમજવાની છે।બીજી આવીરીતે પણ શેર વંચાય खुल्ला सीना दिखायके बदमस्त बनादिया .काफिरने आँख मारके क़त्ल कर दिया કાફીરને અહિ માશુક સમજવાની છે

    1. આતા એ રિવોલ્વર અમારા માટે હતી. એ છોકરી અમને રિવોલ્વર બતાવીને એવું કહેવા માંગતી હતી કે ખબરદાર તમે કોઈ એ મારા પર શાયરી લખી છે તો ભડાકે દઈશ. એ હક મેં ખાલી આતાને જ આપ્યો છે 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s