ચાલો , પાંચ પાંચ રૂપિયા, દસ દસ રૂપિયા !

બસ ગઈ કાલ સાંજ ની જ વાત છે, હું મેડીકલ સ્ટોર પર ગયેલો, ત્યાં એક ગરીબ છોકરી આવી, વીસેક વર્ષની હશે, સાવ જુના લઘર વઘર કપડા, માથું પણ વિખાયેલું , અને એની ચામડીનો રંગ કાળો. મોઢું બેઢંગુ. ગાલ ફૂલેલા, ખરબચડા અને ચેહરો ઉપર થી અને નીચેથી સાંકડો. યસ, મેં એને બરાબર નોટીસ કરેલી ( તમે પણ મારી જેમ આવી છોકરીઓ નોટીસ કરો, પછી બૈરું નહિ બગડે તમારા પર !) તેના હાથમાં પાંચનો સિક્કો હતો, તેવીએ એ સિક્કો મેડીકલ સ્ટોર વાળાને આપ્યો, મેડીકલ સ્ટોર વાળાએ તેને જોઈ , સિક્કો જોયો અને તરત એ બોલ્યો – ” ફેર એન્ડ લવલી? ” છોકરી એ હા માં માથું હલાવ્યું. એ “ફેર એન્ડ લવલી”નું પાંચ રૂપિયા વાળું પાઊંચ લેવા આવી હતી, પહેલા પણ ઘણી વાર લઇ ગઈ હશે, એટલે જ તો એને શું જોઈએ છે તે કહેવાની જરૂર ના પડી, મેડીકલ સ્ટોર વાળાએ તેને જોઈ, તેના હાથમાં પાંચ રૂપિયાનો સિક્કો જોયો, અને સમજી ગયો કે આ તેની રાબેતા મુજબની વસ્તુ લેવા જ આવી છે. મેડીકલ સ્ટોર વાળો પાઊચ લઇ ને આવ્યો એટલે તે બોલી – “આ નહિ પેલું , પેલા દિવસે પેલા ભાઈ એ આપેલું એ ! ” એ જ દુકાનના બીજા સેલ્સમેને તેને “ફેર એન્ડ લવલી” પ્રોડક્ટ ની કોઈ નવી વેરાયટી આપેલી. એ છોકરી “ફેર એન્ડ લવલી”ની નવી વેરાયટી ખરીદીને ત્યાં થી ચાલતી થઇ .
ચાલો સારું થયું , તેને પોસાય તેવી કિમતમાં – પાંચ રૂપિયામાં તે એક સપનું ખરીદી શકી. મોટા લોકો મોટી કીમત ચૂકવીને મોટા સપના ખરીદતા હોય છે, આણે એના બજેટમાં આવતું હતું તે સપનું ખરીદ્યું. ક્યારેય પુરા ના થઇ શકે તેવા અશક્ય સપના પણ જીવનમાં હોવા જરૂરી છે, એ તૂટે ત્યારની વાત ત્યારે, પણ છે ત્યાં સુધી તો તે જીવવાનો જુસ્સો પૂરો પાડ્યા કરે છે, અને તે તૂટવાની આરે આવે ત્યારે તેને ખમવાની ક્ષમતા પણ માણસે તે સપનું સેવતા સેવતા મેળવી લીધી હોય છે
ને શું માર્કેટીગ છે બાકી આ ફેરનેસ ક્રીમ વાળાઓ નું ! કહેવું પડે! હમણાં એક એડ આવે છે ટી.વી. પર, ગાર્નીયાર નું ક્રીમ , પ્રિયંકા ચોપરા બોલે – “સિર્ફ દસ રૂપયે, બસ ! ” એ “બસ” બોલે છે ત્યારે તેના હાવ ભાવખાસ નોંધવા જેવા છે, એ એક હાવભાવ માં જ જાણે એ કહી દેતી હોય કે મને ખબર છે કે તમારું બજેટ ઓછું છે, પણ જુઓ ! ચિંતા ના કરો ! આ માત્ર તમારા માટે ! તમારા વધારે પૈસા નહિ લઈએ ! “સિર્ફ દસ રૂપયે, બસ ! ”
આ મોંઘવારીના જમાનામાં જયારે દસ રૂપિયા એ પાંચ રૂપિયાનું સ્થાન લઇ રહ્યા છે (હવે તો દસ નો સિક્કો પણ નીકળ્યો છે ) ત્યારે બચ્ચન બાબુ માત્ર પાંચ રૂપિયામાં ગરીબ બાળકો ને મેગીના રવાડે ચડાવવા નીકળ્યા છે!

હું નાનો હતો ત્યારે પપ્પા એ આ વાત કરેલી, તેમણે પ્રોપર નામ કીધેલું પણ મને યાદ નથી બટ- સમબડી, વિદેશનો કોઈ પ્રેસિડેન્ટ કે મલ્ટીનેશનલ કંપનીના કોઈ માલિકે કહેલું કે ભારતમાં જે ગામડામાં ખાવાને અનાજ નહિ પહોચતું હોય ત્યાં પણ અમારો લક્સ સાબુ તો પહોંચતો જ હશે ! તો મિત્રો , “સ્વદેશી અપનાઓ અને વિદેશી હટાઓ ” પણ એના માટે જરૂરી નથી કે રામદેવ મહારાજની દુકાને થી જ ખરીદીએ!
અને છેલ્લે બહુ ટાઈમ પછી જલસો કરાવી દે તેવી કોઈ એડ આવી, વોડાફોન ની ! એકેએક છોકરીનું પરફોર્મન્સ આઊટ સ્ટેન્ડિંગ ! લવલી ! i have just fallen in love with this ad.

23 comments

      1. મને પણ જાણીને આનંદ થયો, પણ આ “સર” વડે સંબોધન કરવું તમારા માટે જરૂરી નથી, કેમ કે હું કોઈ ધીરૂ અંબાણી તો નથી, આપણે તો સામાન્ય માણસ છીએ … અંગ્રેજીમાં બોલે તો Common man 😛

      2. “aha 😛 યુવરાજ, આ વોડાફોનવાળી એડ તો મારી પોપ્યુલર એડ છે 🙂 ”

        એટલે કે મારી મનપસંદ એડ છે, અને પેલી ICICI બેંકની એડ પણ સરસ છે, પેલા બે નાના છોકરાની ચોકલેટ વાળી એડ.

  1. 1} પ્રભુએ મહિલાઓને જે ક્રીમ અને ઘરેણામાં પરોવી દીધી છે ; તે સમાજનું આર્થિક ચક્ર ચાલ્યા કરે છે 🙂

    2} અને વોડાફોનનો આ વીડિઓ પૂરો થયે , છેલ્લે દેખાતો Vodafone Delights : The little things પણ ભારે નિર્દોષ છે . . . વોડાફોનની એડ્સ એટલે એમની એડ્સ . . બાકી બધી ‘ ડોબાફોન ‘ની એડ્સ 😉

    1. અરે આ શું કર્યું નીરવભાઈ, પુરુષ ને પુરુષ કહેવાય પણ મહિલાને મહિલા ના કહેવાય, એ લોકોને ખોટું લાગી જાય યુ સી ! લેડી, છોકરી કે મેડમ કહો, વધારે ટૂંકું કરવું હોય તો મેડમ માં થી છેલ્લો અક્ષર કાઢી નાખવાનો 🙂

    1. આતા એ એડમાં બધી છોકરીઓ દરજીને કહે છે કે મારે માટે આવો ડ્રેસ સીવજો, તેવો ડ્રેસ સીવજો, અને એ દ્વારા વોડાફોન મોબાઈલ વાળા એવું કહે છે કે દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ અલગ હોય માટે અમે પણ અમારા ગ્રાહકોની આવી અલગ અલગ જરૂરિયાતો સંતોષવા માટે નવી સ્કીમ કાઢી છે, જેમાં અમે તમે જેવી માંગશો તેવી સેવા આપીશું

  2. મોટા લોકો મોટી કીમત ચૂકવીને મોટા સપના ખરીદતા હોય છે, આણે એના બજેટમાં આવતું હતું તે સપનું ખરીદ્યું. ક્યારેય પુરા ના થઇ શકે તેવા અશક્ય સપના પણ જીવનમાં હોવા જરૂરી છે, એ તૂટે ત્યારની વાત ત્યારે, પણ છે ત્યાં સુધી તો તે જીવવાનો જુસ્સો પૂરો પાડ્યા કરે છે, અને તે તૂટવાની આરે આવે ત્યારે તેને ખમવાની ક્ષમતા પણ માણસે તે સપનું સેવતા સેવતા મેળવી લીધી હોય છે…………
    એકદમ સાચું ! દિલથી સમજીવિચારીને લખ્યું છે ને ?

    1. જી સર , જે અનુભવ્યું , વિચાર્યું છે , એ લખ્યું છે ! સમજણ તો હજી આવી છે કે કેમ એ નથી જાણતો, પણ દિલ થી લખ્યું છે એ વાત સો ટકા ખરી !
      & thank you so much jagdish uncle for reading, & appreciating. your view-comment means a lot to me

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s