હિંગોળગઢ અભયારણમાં “નવરંગ”

લાસ્ટ વિકેન્ડ માઈન્ડ બ્લોઇંગ રહ્યો. અમે કેટલાક મિત્રો હિંગોળગઢ અભયારણની ટ્રીપ પર ગયા. જે રાજકોટ જીલ્લામાં આવેલું છે. જેમાં મુખ્યત્વે નીલ ગાય, હરણ, સાપ તથા વિવિધ પક્ષીઓ જોવા મળે છે. ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી માર્ચ વચ્ચે નો સમયગાળો છે. મહિન્દ્રા મેક્સ નામની ગાડી, ગાડીના ચાલક રાજુભાઈ તથા અમે બધા મિત્રો – મહાનુભાવો- માથાનો દુખાવો……વિગેરે વિગેરે જેવા અમે નવ જણા. નવરંગી ચુંદડીના નવરંગ….! (બાય ધ વે,નવરંગ પરથી યાદ આવ્યું,આજથી નવરાત્રી શરૂ થાય છે તો, હેપ્પી નવરાત્રી ટુ ઓલ હોં! ) ચાલો એ નવરંગનો પરિચય આપું. પહેલો મુદ્દો – નેવિલ (મુખ્ય આયોજક, જે બધા આયોજનો કરીને બધાને અચૂક પૂછે – “બરાબર છે?” તેણે શ્રેષ્ટમ આયોજન કર્યું) , બીજો મુદ્દો – શિવાની. (મુખ્ય ફોટોગ્રાફર, ત્યાં અભયારણમાં એક પણ જીવડું કે પાંદડું એવું નોતું જે શિવાનીના કેમેરાથી બચી શક્યું હોય. એને તમે કાંઈ પણ બતાવો એટલે “યા, યા, નાઈસ!” બોલીને તેને કેમેરામાં કેદ કરી લે! પણ તેની કેમેરાગ્રાફી અદભુત હોં! ) ત્રીજો મુદ્દો – ઊર્વશી (શાંત અને ઊંડા પાણી), ચોથો મુદ્દો- ધારીણી (ગાયિકા, અમારી ગાડી ટેપ વગરની હતી, એટલે એને સાથે લેવી પડે જ તેમ હતી. 😉 ) પાંચમો મુદ્દો – સંકેત (અછાંદસ કવિતા કરનારો) છઠ્ઠો મુદ્દો – નિશિતા (બિન્દાસ બેબ) સાતમો મુદ્દો – કરણ (શાયરીઓ સંભળાવે રાખે, સાથે તે કોની શાયરી છે તે પણ અચૂક જણાવે, એના માઈન્ડ માં જબરું કલેક્શન છે) આઠમો મુદ્દો – પીયુષ (કાઠીયાવાડી – ઢળતા સુરજ જોડે, અભયારણમાં સાપ જોડે એમ બધા જોડે વાતો કરી લે ! ) અને નવમો મુદ્દો હું , હવે મારા વિશે તો તમે બધા જાણો જ છો, (ત્યાં પણ બધા મને “બાપુ” કહીને બોલાવતા) છે ને બધા નવરંગ જેવા! 😉

હિંગોળગઢ ના પેલેસમાં “નવરંગ” – ડાબેથી પહેલો (ટોપીવાળો) કરણ, એની પાછળ ધારીણી, આસમાની રંગના શર્ટમાં હું, પાછળ ટી-શર્ટમાં નેવિલ, એની બાજુમાં નિશિતા, સૌથી પાછળ શિવાની, જમણી બાજુ છેલ્લે ઊર્વાશીબેન, એમની બાજુમાં પીયુષ અને બાકી બચ્યો તે સૌથી આગળ બેસેલો સંકેત

શનિવારે સવારે નીકળ્યા તે સાડા દસે હિંગોળગઢ પહોંચ્યા. પહોંચતાવેંત ભાઈશ્રી નેવિલ બોલ્યા – “મેં તમને કીધેલું કે આપણે સાડા દસે પહોંચીશું, અત્યારે દસ ને અઠ્યાવીસ થઇ છે, બરાબર છે?” 🙂 ત્યાંના રાજા સાહેબનો પેલેસ જોયો, જે લાજવાબ છે, ઊંચા પર્વત પર બીરાજ એવો પેલેસ, દૂરથી પણ એટલો સોહામણો લાગે કે ના પૂછો વાત. પેલેસનો એક એક ઓરડો ક્લાસી ઈન્ટીરીયર નો નમુનો, ક્યા બ્બાત હૈ!

જેને જોયા પછી તમે તેના પ્રેમમાં પડ્યા વિના ના રહી શકો તેવો હિંગોળગઢના પર્વત પર બિરાજમાન શાહી પેલેસ


સુંદર પેલેસ જોઈ ને અમે “નવરંગ”મોજમાં આવી ગયા, પીધા વગર મદહોશ થઇ ગયા (ચઢી મુજે યારી તેરી એસી, જેસે દારૂ દેસી 😉 ) અને પેલેસની બહારના ભાગમાં અમે ગરબા ગાયા. સાંજ પડે જમવામાં રોડ સાઈડ લારી પર ભાજીપાવ, આઈસ્ક્રીમ, પાન વિગેરે વિગેરે ને રાત્રે મોડે સુધી વાતો, ટ્રુથ એન્ડ ડેર ની જમાવટ, ને અમે “નવરંગ” પ્રકૃતિ પ્રેમી જબરા, એટલે અડધી રાતે અભયારણમાં આંટો મારવા નીકળ્યા, આકાશમાંના તારા જોવા! તારાઓ ની ખુબસુરતી ની તારીફો કરીને અમે સૌ સુવા ભેગા થયા.

ચાય કે લિયે જૈસે ખારી બિસ્કીટ હોતા હૈ, વૈસે હર એક ફ્રેન્ડ ઝરૂરી હોતા હૈ !


સવારે ચાર વાગે સૌ ઊઠી ગયા, અને અમે નવરા નવરંગ સવાર સવારમાં ધાબે ચઢ્યા, ને ત્યાં કરણભાઈ ને હસવાના ઊમળકા થયા 🙂 , તો ભાઈશ્રી થોડા લાગણીમાં તણાઈને અમને લાફીંગ કલબની કસરતો સમજાવવા લાગ્યા, રાવણ હાસ્ય, સિંહ હાસ્ય, જેવા હાસ્યોના નમૂનાઓ તે પેશ કરી રહ્યો હતો ત્યાં જ અભ્યારણની ઓથોરીટીના માણસે આવી ને વારો પાડ્યો. ખરેખર, તેમની વાત સાચી હતી, અમે મુર્ખાઓ જંગલની શાંતિનો ભંગ કરી રહ્યા હતા, એટલે અમે પોત પોતાની પૂછડી પોત પોતાના પગો વચ્ચે દબાવીને ધાબા પર થી હેઠા ઊતર્યા. પાછા નાસ્તો કરીને ટ્રેકિંગ પર ઊપડ્યા, ઊપડ્યા તો સાથે, પણ પછી બધા બે ગ્રુપમાં ફંટાઈ ગયા. એમાં હું,નિશિતા અને નેવિલ ઊંચો પહાડ ચઢ્યા, ચઢ્યા તો ચઢ્યા, પણ ત્યાં ચઢીને બધા માનસિક તૈયારીઓ કરી રહ્યા હતા કે હજી આને પાછો ઊતરવાનો પણ છે, ત્યાં જ અભ્યારણનો એક ચોકીદાર કાઈનેટિક લઈને ત્યાં રસ્તામાં પ્રગટ થયો, એની પાછળ હું બિરાજમાન થઇ ગયો (ચલો ચોકીદાર ચલો, ગેસ્ટ હાઉસ કે પાસ ચલો…. 😉 ) ને ટૂંકમાં હું ફાઈ ગયો.
અભ્યારણમાં નીલગાય જોઈ, કેટલાક મિત્રો એ હરણ પણ જોયા, સાપ જોયા, અને પછી ત્યાંથી જવા માટે રવાના થયા, વળતા લોથલ પણ જઈ આવ્યા, અને સાંજ પડે તો ઘેર પણ પહોંચી ગયા, પત્યું લો !

જળ બિલાડી

સાપ !

12 comments

 1. ૧} પંખ હોતે તો ઉડ આતી રે [ નવરંગ ] { મારા કેસમાં આતા રે 😉 }

  ૨} લંકાની લાડી ને જળની બિ’લાડી ‘ { પહેલી વાર જોઈ !}

  ૩} હિંગોળગઢ અમારી જ ત્રિજયામાં છે , પણ હરામ બરાબર કોઈ દી પરિઘ પર આંટો માર્યો હોય તો 🙂

  1. ૧ ) વાહ, શું મસ્ત ગીત યાદ અપાવ્યું , એ પણ “નવરંગ” નું.
   ૨ ) એક વખત જઈ આવજો સાહેબ, મજા આવે તેવું છે. અને જતા પહેલા અમારા અનુભવો પર થી ગાઈડલાઈન મેળવવી હોય તોય કહેજો હોં કે ! 🙂

 2. અરે જાડેજા જુવાન,
  યુવરાજ બાપુ તમેતો આતા ને પણ ભેગા લીધા હોય, એવો આતાને એહસાસ કરાવ્યો .
  તમારી લખવાની શૈલી વખાણવા જેવી કહેવાય .મારે તમારી સાચી પ્રશંશા કરવી હતી .એટલે કરી
  બાકી બધા નવરંગીલા સ્માઈલ વેરતા જોયા ,ફોટામાં પણ બાપુ તમે ઓછું સ્માઈલ વેર્યું . કેમ ?
  મારી એક મિત્ર છોકરી છે. (ગર્લ ફ્રેન્ડ નહિ હો .)એ છોકરી નું અટ્ટહાસ્ય અજોડ છે .ઉર્દુમાં અટ્ટહાસ્યને “કહકહા”કહેવાય
  એનાં મારી સાથેના નખરાં તમે જુવો તો તમને મારી જબરી ઈર્ષા થઇ જાય હો !એના બે શેર તમને “નવરંગી “મિત્રોને કહું
  कह्कहाका तीर कलेजेमें चुभ गया
  ज़ालिम तुनेतो दिलका मेरा कब्ज़ा कर लिया એ વિશ્વામિત્રની લંગોટી તોડાવનાર મેનકાથી વધી જાય એવી રૂપાળી છે. હો
  खुल्लासीना दिखायके मदहोश बनादिया
  काफिरने आँख मारके क़त्ल करदिया આ સમયે મારી પાસે એક મુંબઈમાં જન્મેલા સુરતી બેઠાતા , તેઓ ૭૮ વરસના જુવાન છે. શરમાળ એભાઈ “તમે કતલ કરાવ્યા કરો હુંતો આ હેન્ડ્યો એમ બોલી ઉઠીને હાલતા થયા .એ આવી રહી હતી મને જોઇને એણેપોલકાનું એક બટન ખોલી નાખ્યું પછી મારી સામે આંખ મારીને જતી રહી ,આ વખતે મને તુર્તજ એક શેર સ્ફૂર્યો જે મેં તમને કહ્યો.

  1. થેન્ક યુ સો મચ આતા, આપે વાંચ્યું , વખાણ્યું તે ખુબ જ ગમ્યું, ચાલો, આવતી વખતે ખડખડાટ હસિશ, તમે હુકમ કરો એ મુજબ થશે આતા, આપ કે લિયે તો જાન હાઝીર હૈ 🙂
   તમારા અનુભવો અને શાયરીઓ વાંચવાની ખુબ મજા પડી, એક શાયરી હું પણ સંભળાવી દઉં છું – ઉધર ઝુલ્ફો મેં કંગી હો રહી હૈ ખમ નીકલતા હૈ,
   ઇધર રુક રુક કે ખીચ ખીચ કે હમારા દમ નીકલતા હૈ,
   ઇલાહી ખૈર હો ઉલ્જન પે ઉલ્જન પડતી જાતી હૈ,
   ના ઊન કા ખમ નિકલતા હૈ ના હમારા દમ નિકલતા હૈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s