હું બહુ નાનો હતો ત્યાર ની વાત છે, ચોથા કે પાંચમાં મા હોઈશ.હું સ્કુલ મા મસાલાવાળા ચણી બોર ખરીદતો, મને ચણીબોર ખાસ ભાવતા નહિ, પણ એના ઠળિયા નું મને આકર્ષણ રહેતું. બધા ઠળિયા સ્કૂલબેગ ના એક ખાના મા ભેગા કરતો, અને પછી એ ઠળિયા બધા ને મારતો, બહુ મજા પડતી. નોટમાંથી કાગળ ફાડી ને તેની ભૂંગળી બનાવતો, એ ભૂંગળી મા ઠળિયો ભરી ને પછી જોર થી ફૂક મારતો, એ ઠળિયા મોટે ભાગે ક્લાસની છોકરીયો ને જ મારતો. અને પાછો મારો નિશાનો એકદમ પાક્કો, જે છોકરી ને નિશાનો બનાવી હોય, ઠળિયો એને જ જઈ ને વાગે.ક્લાસ ના છોકરાઓ મારી પાસે ફરમાઇશો લઇ ને આવતા કે “ઓલી ને માર ને….,ઓલી ને માર ને….” એક દિવસ નિશાળ છુટી ત્યારે એક છોકરી મારી પાસે આવી ને બોલી – “મને ઠળિયો તે માર્યો હતો”, મેં કહ્યું “હા , મેં માર્યો હતો, શું કરી લઈશ? ” એનો જવાબ હતો “હું તો એમ પૂછવા આવેલી કે તારી પાસે બોર વધ્યા હોય તો આપ ને મને થોડા ખાવા”. અને પછી એક દિવસ મારા પર પણ ક્યાંક થી ઠળિયો આવેલો, હું સમજી ગયો કે એણે જ માર્યો હશે, મેં તેની સામું જોયું તો તેના ચેહરા પર સ્મિત હતું, એના ચેહરા પર મને શબ્દો વંચાયેલા “હા મેં માર્યો છે, શું કરી લઈશ?”
હમણાં થોડા દિવસ પહેલા માળિયું સાફ કરતા એ સ્કુલ બેગ હાથમા આવી. એના ખાના ફંફોડયા તો એમાંથી બે-ત્રણ ચણીબોર ના ઠળિયા નીકળ્યા. જાણે કોઈ જુનું ખોવાઈ ગયેલું સ્વજન પાછુ મળી ગયું હોય તેવી લાગણી ઊભરાઈ આવી.
નાનપણ ની બીજી પણ એક વાત અત્યારે યાદ આવે છે,લગભગ દસમામાં હોઈશ. ત્યારે રાતે સુતા સુતા હું સીલીંગ ફેનને તાક્યા કરતો. એ દિવસો મા હું એકલો જ સુતો હતો- મારા રૂમ મા. મારા રૂમ નો સીલીંગ ફેન હલ્યા કરતો. એને જોઈ ને મને સતત ડર લાગ્યા કરતો કે આ પંખો હલતા હલતા અચાનક પડી જશે તો?
મારું માથું કપાઈ જશે તો?
એને સતત જોયા કરતો…., સતત ડર્યા કરતો,પછી અચાનક મનમા કોઈ દ્રઢ વિચાર આવતો, અને પછી જે થવું હોય તે થાય તેવી તૈયારી સાથે પંખાને જોયા કરતો, પંખો પડશે અને મારું મૃત્યુ થશે તો એ મુકદ્દરની વાત હશે,ઈશ્વરે મુકદ્દર મા અત્યારે મરવાનું કે ઈજા પામવાનું લખ્યું હશે તો એ પંખો બંધ કરીશ તોય થઈનેજ રહેશે.
અને પછી પંખા ને તાક્તા તાકતા તેના પડવાની રાહ જોયા કરતો,અને એ રાહ જોતા જોતા જ ઊંઘ આવી જતી.શું હું સાવ ડરપોક હતો કે પંખા ને જોઈ ને પણ આવા વિચારો આવતા? કે પછી હું બહાદુર હતો, કારણ કે ત્યારે મારી ધારણા પ્રમાણે પંખા ની પડવાની પૂરી શક્યતા હોવા છતાં હું ત્યાં જ સુઈ રહેતો.આજે પણ હું એ નથી જાણી શક્યો કે એ સમયે હું ડરપોક હતો કે બહાદુર હતો!
Dude, You are a brave boy like me. I did same.
આવ ભાઈ સરખા….આપડે બેવ સરખા 🙂
પંદર વર્ષે તમે મુકદર ની વાતો કરતા હતા ! , હું તો ત્યારે હજી તેને અમિતાભની પિકચરનું નામ જ સમજતો હતો 😉
અને પેલી છોકરી ખરેખર તો તમને બોર નો ધુંબો મારતી ગઈ હતી , એ તો સારું થયું કે ઠળિયા તો પાછા આવ્યા 😀
હા….હા…હા… તમને અમિતાભ ના જે પિક્ચર નું નામ ત્યારે ખબર હતું એ મેં આજ સુધી નથી જોયું. 🙂 ઠળિયા પાછા આવ્યા એ ખરેખ ર સારું થયું. ત્યારે તો મેં તેને સંઘરી રાખ્યા, અને અત્યારે તેને જોઈ ને જ તો આ બધું યાદ આવ્યું. મને બધું સંઘરી રાખવાની બહુ ખરાબ ટેવ નાનપણ થી (હજી પણ નથી છુટી)
મેં ય હજી તે મુવી નથી જોયું 🙂 અને સંઘરો કરવો તે તો સજ્જન પુરુષની નિશાની છે !
તમે બહાદુર છો, બન્ને કિસ્સામાં !!! 😉
જો તે ઉંમરે મારા રૂમમાં તેવો પંખો હોત તો મે કયારેય તેની નીચે સુવાની હિંમત ન કરી હોત.
મારી મમ્મીના મતે હું નાનપણમાં એટલો બીકણ હતો કે હવામાં કોઇ કાગળ ઉડતું જોઇને હું ગભરાઇને કોઇ જગ્યાએ છુપાઇ જતો. ત્યારે કદાચ મને તે કાગળમાં કોઇ ભુત હોય એવું લાગતું હશે……
(ખાસ નોંધ – હું હવે એટલો ડરપોક નથી રહ્યો, એટલીસ્ટ ભુતની બાબતે તો નહી જ. 🙂 )
બિરદાવવા બદલ આભાર 🙂 ડર તો નાનપણ માં મને મારી ટીચર નો ખૂબ લાગતો. ગાલ પર એવા જોર જોર થી તમાચા મારે( પાછુ આપડે ત્યાં સામે મારી યે નો હકાય) પણ ભૂત માટે ત્યારે હમેશા curiosity રહે તી. કે હાળું કે વું લાગતું હશે! સામે આવે તો જરા તેના જીવન (i mean મૃત્યુ or whatever ) વિશે પૂછીએ 🙂
મજા આવી તમારા કિસ્સા વાંચવાની…!
~> પંખા વાળો કિસ્સો તો મારી સાથે પણ થતો હતો પણ કઈક અલગ રીતે, રાત્રે ઊંઘતી વખતે ત્યાજ જોઈ રહેતો, ઊંઘ ના આવે તો પંખાને ટપલીઓ મારવા કુદકા મારતો, કુદકા મારીને થાકીને ક્યારે ઊંઘી જતો એ તો યાદ પણ ન રહેતું.. હજુ પણ કુદકા મારવાનું તો ચાલુ જ છે(હવે તો પહોંચાઈ જ જાઉં છું :P)
~> જો કે મારી સ્કુલ લાઈફ ટોટલી ડીફરંટ હતી, ક્લાસ નો સૌથી શાંત છોકરો હું ૧૨માં ધોરણ સુધી કહેવાયો હતો….!
વાહ અહી તો ઊંધું, નાનપણ માં પંખો મને ડરાવીને પરેશાન કરતો, જયારે તમે તો પંખાને જ પરેશાનકરી મુકતા 🙂 (હવે તો એને હેરાન કરવાનું છોડો યાર 🙂 )
સ્કુલ લાઈફ માં મારી ઈમેજ પણ સેઈમ તમારા જેવી, બટ યુ સી, ક્યારેક ક્યારેક આવા છમકલા પણ કરી લેતો 🙂
યુવરાજ તમે મને નાનપણના મારા ચારા લખણ યાદ અપાવ્યાં . હું નાનો હતો ત્યારે મારે હંમેશ ભગવાનનો પ્રસાદ વહેંચવો પડતો .એક નખરાળી છોકરીને પ્રસાદ આપતો ત્યારે એની હથેળીમાં હળવો ચીટલો ભરી લેતો .એ છોકરી ફરીથી પ્રસાદ લેવા આવે .હું એને કહું કે તું હમણાતો લઇ ગઈ હતી?તો તે કહે ખોટાળા હું ક્યાં લઇ ગઈ હતી .?
હું ક્રુઝની સફરે ગયો હતો .ત્યાં મને એક ગોરી છોકરી મળી. એણે મારી સાથે ફોટો પડાવ્યો. મેં આ ફોટો એક કલ્પેશ નામના જુવાન છોકરાને બતાવ્યો .આ વખતે છોકરી મારી સાથી હતી .કલ્પેશે એવું બોલીને ફોટો ફેંક્યો ,છોકારીયું આવા ડોહાને ભટકાય છે અને મારા સમું જોતીયું પણ નથી .
યુવરાજ આ છોકરીનો મેં એક શેર બનાવ્યો .कृज्मे एक लड़की ने ऐसा जादू किया
दिल चश्प हुस्न वालिने खुदा भुलादिया તમને આ છોકરી સાથે મારો ફોટો જોવો હોય તો તમારો ઈ મેલ મોકલો હું એ ફોટો મોકલી આપીશ
તમે તો આજીવન યુવાન છો આતા, એની આ વધુ એક સાબિતી. thanks for sharing your beautiful memories with me. છોકરીઓ બીજા યુવાનો કરતા તમારો સાથ પસંદ કરે તેમાં કોઈ નવાઈ નથી 🙂 ફોટો તો તાબડતોબ મોકલાવી દો આતા yuvrajjadeja87@gmail.com પર
યુવરાજ જી વાંચવાની ખરેખર મજા પડી પોતાના બચપણ ના દિવસ યાદ આવી ગયા . 🙂
થેન્ક યુ હિનાજી. મારા બ્લોગના આંગણે આપનું હૃદયપૂર્વક સ્વાગત 🙂
સ્વાગત બદલ ખૂબ ખૂબ આભાર યુવરાજ જી .. ખરેખર ખૂબ ગમ્યો તમારો બ્લોગ !!
બાપુ તમને ઉર્દુ ભાષા ગમે છે એવું લાગ્યું .મેં એક ઉર્દુ ભાષા વિષે બ્લોગમાં લખ્યું છે. હાલ તમને ટૂંકામાં કહું છું .મારી ઉમર જયારે ૧૯ વરસની હતી. ત્યારે એક પંજાબના ઉદાસ્સી સંપ્રદાયના સાધુએ મને ઉર્દુ ભાષા લખતા વાંચતા શીખવી .તેના કહેવા પ્રમાણે ઉર્દુ ભાષા કોઈ જાતિ કે ધર્મ વાળાઓની નથી .ઉર્દુ એ ભારતમાં ઉત્પન્ન થએલી નવી ભાષા છે .એમાં વધુ શબ્દો ફારસી અને અરબી ભાષાના છે,અને આ બંને ભાષાઓ ઇસુ ખ્રિસ્ત થી હજારો વર્ષ પહેલેથી લોકો બોલતા આવ્યા છે. અને એ વખતના લોકો મૂર્તિ પૂજક ,અગ્નિ પૂજક “(પારસી ) હતા .
ઊર્દુ ભાષા વિશે આટલું મસ્ત જ્ઞાન આપવા બદલ ખૂબ આભાર આતા, એન્ડ યસ, ઉર્દુ ગમે મને, મારી એ ભાષામાં થોડી વોકેબ્લરી પણ છે. મારી એક નવલકથા ના એક પાત્ર નું નામ “ઝુલેખા” છે, અને એ નામ પાછળનો રસપ્રદ ઇતિહાસ પણ મેં તે નવલકથામાં વણી લીધો છે.