તો મિત્રો એવું વિચાર્યું છે કે દર રવિવારે કૈક અલગ પોસ્ટ કરવું છે.તો આ મહિના પુરતો એવો વિચાર છે કે દર રવિવારે હું મારી બનાવેલી એક શોર્ટ ફિલ્મ પોસ્ટ કરીશ, અને આ સિલસિલો મેં ગયા રવિવાર થી જ શરુ કરી દીધો છે. યેસ, ગયા રવિવારે મેં આ બ્લોગ પર મારી શોર્ટફિલ્મ “ફ્રિડમ” મુકેલી (પેહલા પોસ્ટ કરેલી દરેક શોર્ટફિલ્મ “મારી શોર્ટ ફિલ્મ્સ ” નામની કેટેગરીમાં જઈ ને જોઈ શકાશે)
તો આજ ની શોર્ટ ફિલ્મ નું નામ છે “ટી.વી.,રિમોટ એન્ડ મમ્મી”
આ ફિલ્મ નો વિચાર જેવો મારા માઈન્ડ માં આવ્યો તેવો તરત મેં મારા મમ્મી ને કીધો ને કીધા પછી તરત મેં મૂવી શૂટ કરી લીધું, અને પછી રાતે જમી ને તરત એડિટ કર્યું, આ ફિલ્મ માં મારા મમ્મી એ અભિનય કર્યો છે, લાઈફ માં ક્યારેય તેમણે એક્ટીગ કરેલી નૈ, તોય દીકરા ની જીદ ને વશ થઇ ને આ રોલ તેમણે કર્યો છે, આવતા વિક માં એક ફિલ્મ આવવાની છે “બરફી”, જેમાં કોઈ સંવાદ નથી, આ ફિલ્મમાં પણ કોઈ સંવાદ નથી, તથા આ ફિલ્મ માં ઈશારા થી પણ કોઈ કામ નથી લેવાયું, માત્ર ક્રિયા દ્વારા વાત સમજી શકાય છે, જો કે એમાં કઈ નવું નથી,સાઈલેન્ટ શોર્ટફિલ્મ્સ ઘણી બનતી હોય છે.
તો ચાલો શરુ કરીએ ફિલ્મ – “ટી.વી.,રિમોટ એન્ડ મમ્મી”
ભાઈ ભાઈ , અદભુત !
Nice expressions , good Background score rather the best , and finally secret revealed ! So have a reword now .
& જલસા પાણી એવોર્ડ Goes to you 🙂
thanks a lot niravbhai, આપના દ્વારા આ એવાર્ડ પ્રાપ્ત કરી ને ધન્ય થયો.
વહાલા નીરવભાઈ,
દર સપ્તાહે તમારી શોર્ટ ફિલ્મ પોસ્ટ માણવાની ગમશે…
ધન્યવાદ..
આપને મારી પોસ્ટ ગમી એ મારા માટે આનંદ ની વાત છે સર.