ટૂડે ઇઝ્ઝ માય બર્થડે

કેટલાક લોકો માત્ર ખુશી વહેંચતા હોય , ગોડ પ્રોમિસ મને એવું બહુ મન થાય કે હું પણ ખૂબ ખુશીઓ વહેંચું પણ મારી ઝોળીમાં હોય છે માત્ર કાંટા ! અહી વાત મારી લેવાની ઝોળી ની નહિ બલકે આપવાની ઝોળીની થાય છે. જોકે લેવાની ઝોળીમાં વધુ કાંટા હોય છે છતાં હું એવું બિલકુલ નહિ કહું કે મેં કાંટાઓ જ મેળવ્યા છે એટલે કાંટાઓ જ આપીશ. કેમકે મને ખબર છે કે કાંટાઓ મેળવીને પણ ફુલ વહેંચી શકાય છે.

હા , આજે જન્મદિવસ છે , કહેવાનું તો ઘણું છે પણ એ બધું કહું તો ટાઢક થાય … નહિ કે લખી ને ! આખરે રંગમંચ નો કલાકાર ખરો ને , એટલે કદાચ લાઈવ પ્રતિભાવ ઝીલવાની આદત પડી ગઈ છે… પ્રતિભાવ નહિ આપો તો ય હું મારા શો ને જ ઊતરતો ગણીશ , એવું બિલકુલ નહિ કહું કે ઓડીયન્સ જ નીરસ છે , પણ તમે આવો તો ખરા ક્યારેક …. જે લખાયું નથી એ સાંભળવા !

પોસ્ટ લાંબી લખવી હતી એટલે મારા છેલ્લા નાટકનું પોસ્ટર મૂકી રહ્યો છું  , સાથે હમણાં એક સીરીયલમાં ફિરોઝ ઈરાની સામે ટક્કર લેતા પાત્રનો સબળો રોલ કર્યો – એ સિરિયલનું પોસ્ટર પણ , અને સાથે કેટલાક ગમતા ગીતો … ખબર છે તમને એ ગીતોમાં રસ નહિ પડે … તોય મને વહેંચ્યા નો આનંદ થશે … સો હેવ ઈટ , ઓર લીવ ઈટ …. ચીયર્સ !!!!!

10491079_694470960608430_3389941658861251389_nUntitled-3 (1)

 

6 comments

  1. HAPPY BIRTHDAY TO YOU!
    HAPPY BIRTHDAY TO YOU!
    Happy birthday bhai!! 😀

    ~>પાર્ટી એડવાન્સમાં જ લઇ ગયો એટલે હવે નેક્સ્ટ બર્થ-ડે ની પાર્ટી લેવા આવીશ! 😀 (અમે લઇ ગયા, બધા રહી ગયા 😉 :P) (આવું લખીને બીજા લોકોની પાર્ટી મળવાની આશાઓ વધારી દીધી 😉 :P)
    ~>એન્ડ સોન્ગ્સ! ૨ જ સાંભળેલા છે અને ૧ જ ગમે છે 😛

  2. યમ્મી બર્થ-ડે ટુ યુ : યુવરાજભાઇ 🙂

    નાટક / પોસ્ટર એ બધામાં જામો પડે છે હોં બાકી ! ફિરોઝ ઈરાની સામે ટક્કર લીધી . . . ભાઈ ભાઈ !!

    ‘ પ્રણાલી ‘ સિવાય બધા ગીતો સાંભળ્યા છે અને ગમે પણ છે . . . ઓલ્મોસ્ટ બધા જ ઇન્ટેન્સ અને ધારદાર છે .

    બંધુ વિરાજ અમે કેક પીસ’નાં હિસાબમાં નહિ પણ કિલો’ની ગણતરી’માં લઇએ છીએ 😉

    અને છેલ્લે , એવી પણ આશા રાખીએ કે બર્થ-ડે ટુ બર્થ-ડે પોસ્ટ ન આવવા માંડે 😉 . . . . . ભઈ , તમે બધા જ સારા બ્લોગર્સ થોડુક લખતા જાઓ યાર . . . નહિતર લોકોને મને કમને મારા બ્લોગ પર ટાઈમપાસ કરવા આવવું પડશે 😀

  3. હેપ્પી બડ્ડે! હંમેશા ફુલ વહેંચતા રહો અને બદલામાં ફુલ મેળવતા રહો એવી શુભેચ્છાઓ…
    (જો કે જીવનના વિવિધ રંગને નજીકથી જાણવા થોડા કાંટા મેળવવા પણ જરૂરી છે!)

Leave a comment