Month: September 2012

Jaisal_Mer_Haveli_Wallpaper_5v86c

એકલતા (TWO SHORT POEMS)

એક સુની હવેલીમાં
સંગીત ગુંજે છે,
સાલું પાગલ હૃદય…
કોઈ સાંભળતું નથી તોય
એકલું એકલું ગાય છે !

* * *

* * *
મારા ઘરનો દરવાજો બંધ છે,
કોઈ કહે છે કે અંદર કોઈ
રહેતું નથી ને
કોઈ કહે છે કે ત્યાં કોઈ
આવતું નથી.

* * *

16519623.cms

કે. લાલ – માયાજાલ (કલ ખેલ મેં હમ હો ના હો…)


બે મહિના પહેલા જૂલાઈ માં કે.લાલ ના શો એચ. કે. કોલેજ ના હોલ માં આવ્યા, છાપાઓ માં જાહેરાતો એવી થઇ હતી કે કે.લાલ રીટાયર થાય છે, અને રીટાયર થતા પહેલાના આ એમના છેલ્લા શો છે. મેં પહેલા ક્યારેય કોઈ જાદુ નો શો જોયેલો નહોતો, કે.લાલ ને પણ એક વાર જોવાની ઈચ્છા હતી. ટીકીટો લીધી. હું ને મારા પત્ની બેય એચ.કે. કોલેજ ના હોલ માં ગોઠવાયા અને શો ચાલુ થયો.
“હમ્બો હમ્બો હમ્બો…..કે લાલ જદુવાલા…..કમાલ હૈ નિરાલા….કે લાલ …માયાજાલ…માયાજાલ….માયાજાલ…” કે લાલ ના શો નું આ સિગ્નેચર ગીત વાગ્યું અને બે- ચાર છોકરીયો હાથ માં ઓલા ચીયર ગર્લ જેવા ફૂમતા લઇ ને નાચવા આવી. એમણે સ્કર્ટ ની નીચે ટાઈટસ પહેરેલું એ જોઈ મારા થી જરા જોર થી બોલાઈ ગયું – “એ…આતો છેતર્યા! “. પત્ની બોલી- “શાંતિ રાખો, તમે જાદુ જોવા આવ્યા છો તો માત્ર તે જોવાની જ અપેક્ષા રાખો! ” અને પછી કે.લાલ આવ્યા ને ઓલી ન્યુઝ ચેનલ વાળા આજકાલ પાંચ મિનીટ માં પચ્ચીસ ન્યુઝ ફટાફટી બતાવે છે તેમ તેમણે પહેલા તો પચાસેક જેટલા નાના જાદુ ફટાફટ બતાવી દીધા. દાંડી માંથી ફૂલ બનાવે ને એવા બધા. ને પછી મોટા જાદુના એક્ટ ચાલુ કર્યા. એમાય પાછી એમની થીમ એવી કે અમે તમને દુનિયા ની સફરે લઇ જઈએ છીએ એમ કહી ને બોલે કે આ ઈજીપ્ત આવ્યુ ને પછી એમનો એકટ ઈજીપ્ત ના કપડા ને મમી ને લાગતો હોય. એવી રીતે ચાઈના ને બીજા દેશો આવે.
અમુક એકટ ખરેખર અધધધ.. પંખા ની હવા થી છોકરી ઊડે!
છોકરીને પેટી માં પૂરે અને પેટી નો ઉપર નો ભાગ કાપી ને બાજુ ના ટેબલ પર મુકે પછી પેટી ખોલે તો તેમાં શરીર નું માથું ના હોય અને ઓલો ટેબલ પર મુકેલો ભાગ ખોલે તેમાં માથું હોય, અને તે માથું પાછુ આપડી જોડે વાતો પણ કરે. ઓડીયન્સ માંથી કોઈ ને બોલાવી ને કહે કે માથા જોડે વાતો કરો. એટલે પછી માથા ને જે પૂછો તેનો જવાબ આપે.
બધા એકટસની વચ્ચે વચ્ચે ઠીંગુજીની કોમેડી પણ આવે.
કે.લાલ દર્શકો માં દેશ ભક્તિ ની ભાવના જગાડવા થોડી થોડી વારે પાણી નો જગ લઇ ને આવે અને બોલે ” યે હૈ વોટર ઓફ ઇન્ડિયા” કહી ને ભારત માં ના ચરણો માં પાણી અર્પણ કરે.અને બેક ગ્રાઉન્ડ માં દેશ ભક્તિનું ગીત વાગે. જગમાં રહેલું પાણી ખાલી જ ના થાય!
છોકરી ને પેટી માં પૂરી ને તલવારો ઘુસેડે.
અને છેલ્લે એક એકટ એવું આવ્યું જેણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા. કે.લાલ ના વચ્ચેથી બે ટુકડા. એક ભાગ સ્ટેજની ડાબી બાજુ તો બીજો સ્ટેજની જમણી બાજુ. પાછા બંને ભાગ હલતા હોય. માથા વાળા ભાગ માં કે.લાલ સ્મિત આપતા આપતા હાથ હલાવતા હોય ને બીજા ભાગ માં પગ હલતા હોય. ને પછી બંને ભાગ જોઈન્ટ કરવામાં આવે, બંને ભાગ જોઈન્ટ થાય, એટલે કે.લાલ ઊભા થઇ ને તાળીઓ પાડી રહેલા દર્શકો સમક્ષ બે હાથ ફેલાવે….
બધા એક્ટ પુરા થયા એટલે કે. લાલે જાહેરાત કરી કે કોઈ ઉભા ના થશો, અમારું છેલ્લું સ્પેશિઅલ એક્ટ બાકી છે. એ સ્પેસીઅલ એક્ટ ચાલુ થતા થોડી વાર લાગી, ત્યાં સુધી કે.લાલે દર્શકો વચ્ચે જઈ ને બાળકો સાથે હાથ મિલાવ્યા. કેટલાક લોકો ને હોલ છોડી જતા જોઈ તેમણે ફરી થી જાહેરાત કરી કે ડોન્ટ ગો, વી સ્ટીલ હેવ સમથિંગ ટુ શો. અને પડદો ખુલ્યો. તેમાં કે.લાલ અને તેમની આખી ટીમ અનોખા કપડામાં સજ્જ થઇ ને આવી અને પછી બેકગ્રાઉન્ડમાં રાજ કપૂરની ફિલ્મ “મેરા નામ જોકર” ના ગીત ની કડી અને તે લાઈન પર કે. લાલ અને તેમના સાથીઓ એ હળવું નૃત્ય કરી ને વિદાય લીધી ને પડદો પડી ગયો. તે લાઈન હતી – “કલ ખેલ મેં હમ હો ના હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા, ધૂન્ઢોગે તુમ, ધુન્ડેગે વો, પર હમ તુમ્હારે રહેગે સદા,રહેગે યહી અપને નિશાં… ઇસકે સિવા જાના કહાં…”
પણ લોકોને તેમાં ક્યાં રસ હોય, બધું પતી ગયા પછી રાજ કપૂર ના ગીત દ્વારા પોતાની લાગણી બતાવી રહેલા કે.લાલ ને જોવા મારા જેવા કેટલાક ઉભા રહ્યા બાકીનાઓ એ ચાલતી પકડી. ગીત પતી ગયા પછી કેટલાકે દિલગીરી વ્યક્ત કરી કે અમને તો એમ હતું કે આ ગીત પછી કૈક જાદુ બતાવવાનું બાકી હશે, પણ આતો કઈ આવ્યું નહિ ને ખોટો ટાઈમ બગડ્યો.
હમણાં બે ચાર દિવસ પહેલાજ કે.લાલના અવસાનના સમાચાર સાંભળી ને મને તો નજર સમક્ષ સૌથી પહેલા એ ગીત જ આવ્યું, કે.લાલ સસ્મિત સહુ ને કહી રહ્યા હતા….”કલ ખેલ મેં હમ હો ના હો……” . મેં જે શો જોયો તે તેમના મૃત્યુ પહેલા ભજવાયેલા છેલ્લા શોઝ માં નો એક હતો. કે.લાલ આપણા સહુ ના હતા અને રહેશે. રાજ કપૂરના “મેરા નામ જોકર”માં છેલ્લે લખેલું આવે છે તેમ “પોઝીટીવલી નોટ ધી એન્ડ”

જબ મેં છોટા બચ્ચા થા !

હું બહુ નાનો હતો ત્યાર ની વાત છે, ચોથા કે પાંચમાં મા હોઈશ.હું સ્કુલ મા મસાલાવાળા ચણી બોર ખરીદતો, મને ચણીબોર ખાસ ભાવતા નહિ, પણ એના ઠળિયા નું મને આકર્ષણ રહેતું. બધા ઠળિયા સ્કૂલબેગ ના એક ખાના મા ભેગા કરતો, અને પછી એ ઠળિયા બધા ને મારતો, બહુ મજા પડતી. નોટમાંથી કાગળ ફાડી ને તેની ભૂંગળી બનાવતો, એ ભૂંગળી મા ઠળિયો ભરી ને પછી જોર થી ફૂક મારતો, એ ઠળિયા મોટે ભાગે ક્લાસની છોકરીયો ને જ મારતો. અને પાછો મારો નિશાનો એકદમ પાક્કો, જે છોકરી ને નિશાનો બનાવી હોય, ઠળિયો એને જ જઈ ને વાગે.ક્લાસ ના છોકરાઓ મારી પાસે ફરમાઇશો લઇ ને આવતા કે “ઓલી ને માર ને….,ઓલી ને માર ને….” એક દિવસ નિશાળ છુટી ત્યારે એક છોકરી મારી પાસે આવી ને બોલી – “મને ઠળિયો તે માર્યો હતો”, મેં કહ્યું “હા , મેં માર્યો હતો, શું કરી લઈશ? ” એનો જવાબ હતો “હું તો એમ પૂછવા આવેલી કે તારી પાસે બોર વધ્યા હોય તો આપ ને મને થોડા ખાવા”. અને પછી એક દિવસ મારા પર પણ ક્યાંક થી ઠળિયો આવેલો, હું સમજી ગયો કે એણે જ માર્યો હશે, મેં તેની સામું જોયું તો તેના ચેહરા પર સ્મિત હતું, એના ચેહરા પર મને શબ્દો વંચાયેલા “હા મેં માર્યો છે, શું કરી લઈશ?”
હમણાં થોડા દિવસ પહેલા માળિયું સાફ કરતા એ સ્કુલ બેગ હાથમા આવી. એના ખાના ફંફોડયા તો એમાંથી બે-ત્રણ ચણીબોર ના ઠળિયા નીકળ્યા. જાણે કોઈ જુનું ખોવાઈ ગયેલું સ્વજન પાછુ મળી ગયું હોય તેવી લાગણી ઊભરાઈ આવી.

નાનપણ ની બીજી પણ એક વાત અત્યારે યાદ આવે છે,લગભગ દસમામાં હોઈશ. ત્યારે રાતે સુતા સુતા હું સીલીંગ ફેનને તાક્યા કરતો. એ દિવસો મા હું એકલો જ સુતો હતો- મારા રૂમ મા. મારા રૂમ નો સીલીંગ ફેન હલ્યા કરતો. એને જોઈ ને મને સતત ડર લાગ્યા કરતો કે આ પંખો હલતા હલતા અચાનક પડી જશે તો?
મારું માથું કપાઈ જશે તો?
એને સતત જોયા કરતો…., સતત ડર્યા કરતો,પછી અચાનક મનમા કોઈ દ્રઢ વિચાર આવતો, અને પછી જે થવું હોય તે થાય તેવી તૈયારી સાથે પંખાને જોયા કરતો, પંખો પડશે અને મારું મૃત્યુ થશે તો એ મુકદ્દરની વાત હશે,ઈશ્વરે મુકદ્દર મા અત્યારે મરવાનું કે ઈજા પામવાનું લખ્યું હશે તો એ પંખો બંધ કરીશ તોય થઈનેજ રહેશે.
અને પછી પંખા ને તાક્તા તાકતા તેના પડવાની રાહ જોયા કરતો,અને એ રાહ જોતા જોતા જ ઊંઘ આવી જતી.શું હું સાવ ડરપોક હતો કે પંખા ને જોઈ ને પણ આવા વિચારો આવતા? કે પછી હું બહાદુર હતો, કારણ કે ત્યારે મારી ધારણા પ્રમાણે પંખા ની પડવાની પૂરી શક્યતા હોવા છતાં હું ત્યાં જ સુઈ રહેતો.આજે પણ હું એ નથી જાણી શક્યો કે એ સમયે હું ડરપોક હતો કે બહાદુર હતો!

earrings

એટલે જ તો મારું મન….


તારી બુટ્ટીનો સફેદ રંગ મને આકર્ષે છે,
એટલે જ તો મારું મન તારી
કાન ની બૂટ પર લટકે છે!

એ બુટ્ટી જેમ પરોવાયી છે, કૈઇક
એવો જ સ્પર્શ, આ પાગલ પણ ઝંખે છે
એટલે જ તો મારું મન તારી
કાન ની બૂટ પર લટકે છે!

તું નથી જોતી પણ તારી સખીઓ
જાણે છે કે હું તને જોઉં છું, તારી સખીઓ
મને જોઈ ને તારા કાન મા ધીમા અવાજે કઈ કહે છે
ત્યારે તારા હોઠ મરકે છે, બસ
એટલે જ તો મારું મન તારી
કાન ની બૂટ પર લટકે છે!

સદીઓ થી તને મારે જે કહેવું છે,
કદાચ તારા કાન મા કહી શકું,
“તારી બુટ્ટી સરસ છે- લાવ જોવા દે”
કહી ને તારા કાન પાસે આવી “આઈ લવ યુ” કહી દેવાની
યોજના આ દિલ રોજ ઘડે છે
એટલે જ તો મારું મન તારી
કાન ની બૂટ પર લટકે છે!

to dear ડાહ્યાભાઇ રેકડીવાળા

ગામડા મા રહેતા એક છોકરા ને ચસ્કો છે ગુજરાતી ફિલ્મોના હિરો બનવાનો. તો એણે શું કર્યું કે એક વીડિઓ બનાવ્યો, તેમાં પોતાનું પર્ફોમન્સ આપ્યું અને તે વીડિઓ મોકલી દીધો ગુજરાતી ફિલ્મો ના એક જાણીતા પ્રોડયુસર ને! એ પ્રોડયુસરનું નામ ડાહ્યાભાઈ રેક્ડીવાલા એટલે આ ફિલ્મ નું નામ છે “to dear ડાહ્યાભાઇ રેકડીવાળા”. માત્ર ૫ મિનીટ ની આ ફિલ્મ. ફિલ્મ નો પ્રકાર- કોમેડી. એક જ શોટ મા બનેલું “સ્ટેન્ડઅપ કોમેડી પરફોર્મન્સ”

પ્રીત જન્મો જનમની……

હા તો ભાઈ હું વાત કરવા જઈ રહ્યો છું એક નવા ગુજરાતી ફિલ્મ ની. ના ભાઈ ના, કેવી રીતે જઈશ વિશે મારે કઈ નથી કેહવું, હું તો વાત કરીશ એવી એકાદી ફિલ્મ ની કે જે મે ૩૦ રૂપિયાની ટીકીટ લઇ ને ખખડી ગયેલા થીએટર મા જોઈ છે. યેસ, હું ઘણી નવી ગુજરાતી ફિલ્મો થીયેટર મા જઈ ને જોઉં છું. (પ્રશ્ન- હાય હાય, બાપુ, આટલુ નીચું લેવલ? જવાબ- તમે લોકો જે સબ ટીવી ના ઐ યાઈ યો ઐયર જેવા પાત્રો જુવો છો તેના કરતાં તો સારા લેવલ ની હોય છે.) અરે યાર મુકો બધું બાજુ મા આ ગુજરાતી ફિલ્મો કે સબ ટીવી ના લીધે આપડા સંબંધો ના બગાડવા જોઈએ. પણ મારો અંગત મંતવ્ય સબ ટીવી માટે એ છે કે સાવ બકવાસ ચેનલ છે,એણે લોકો ના મનોરંજન નું સ્તર નીચું લઇ જવાનું ઘોર પાપ કર્યું છે. આજ થી વર્ષો પહેલા વપરાતા તેવા લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝીક, સાવ ચવાયેલી કોમેડી(કોમેડી?). (એના કરતા તો ગુજરાતી ફિલ્મો નો રમેશ મેહતા લાખ દરજ્જે સારો )કમ ઓન યાર, ખીચડી અને સારાભાઇ જેવી સીરીયલો યાદ કરો, એવી ક્લાસ સીરીયલો ના પ્રેક્ષકો થઇ ને તમે સાવ આવું જોશો? માનું છું કે હાલ મા બીજી કોઈ ચેનલ પર કોઈ કોમેડી સીરીયલ નથી આવતી, પણ એનો અર્થ એવો તો નથી કે ઘોડી ના મળે તો ગધેડી!!! કેમ તમે ગુજરાતી ફિલ્મો ના નામે જે આવે છે તે નથી જોઈ લેતા? “કેવી રીતે જઈશ” આવ્યું ત્યારે જ તમે ગુજરાતી ફિલ્મ જોયું ને? તો પછી કોમેડી સીરીયલ ના નામે જે આવે છે તે કેમ જોઈ લો છો?

હવે મુખ્ય વાત પર આવું. તમે મારા કહેવા થી ગુજરાતી ફિલ્મો નથી જોવાના તેની મને સારી રીતે ખબર છે. અને મારું પણ એવું જ તમને સજેશન છે કે ના જોશો. કારણ કે આપડે તે ફિલ્મ જોવી હોય તો માનસિક તૈયારી સાથે બેસવું પડે કે તે એક નીચ્લા વર્ગ ના માનસિક સ્તર ને ધ્યાન મા રાખી ને બનાવવામા આવી છે. (પ્રશ્ન- બાપુ – એવા સ્તર ની ફિલ્મો તે કઈ જોવાય? પ્રશ્ન ના જવાબ મા પ્રશ્ન- કેમ તમે “વોન્ટેડ” અને “રાવડી રાઠોર” નથી જોઈ? ) ઘાઘરા ચોળી જોઈ ને નાક ના ટેરવા ચડાવવાની જરૂર નથી, મારા મતે દુનિયા ની કોઈ પણ સ્ત્રી ઘાઘરા ચોળી મા સજ્જ થયેલી ગુજરાતણ કરતા વધારે રૂપાળી ના લાગી શકે. તો મને થયું કે નવી ગુજરાતી ફિલ્મો ના નામ પર જે કઈ આવે છે તે તમારા સુધી નથી પહોચતું, તો હું એટલીસ્ટ તેને તમારા સુધી પહોચાડવા નું કામ કરવા માંગું છું. તે ફિલ્મોના રીવ્યુ દ્વારા. પણ જો નવી આવેલી બધી ફિલ્મો ની હું વાત કરીશ તો તમને કદાચ રસ નૈ પડે. આજે પહેલીવાર પ્રમાણિકતાથી કોઈ સામાન્ય ગુજરાતી ફિલ્મ નો રીવ્યુ લખાઈ રહ્યો છે ત્યારે હું વાત કરીશ ફિલ્મ “પ્રીત જન્મો જનમ ની ભુલાશે નહિ” વિશે. આ ફિલ્મ ના ગીતો એટલે માય ગોડ, એક વાર જીભે ચઢે પછી જિંદગી ભર તેનો નશો ના ઊતરે. મૌલિક મહેતા એ અફલાતૂન સંગીત આપ્યું છે. આના ગીતો તમે તેની ઓંડીયો સીડી ખરીદી ને કે લારી પર થી વિક્રમ ઠાકોર ના ગીતો ની સીડી મા થી સાંભળશો તો એક વાર તો મને યાદ કરી ને આભાર તો જરૂર માનશો આવા આઊટસ્ટેનડીંગ ગીતો સજેસ્ટ કરવા બદલ. અને ફિલ્મ ની સિચ્યુએશન્સ મા તો ઔર મધુરા લાગે છે. એક સુંદર વાર્તા અને બેસ્ટ સંગીત નો સમન્વય છે આ ફિલ્મ. વિક્રમ ઠાકોર અને પ્રાંજલ ભટ્ટ બંને એક બીજા ના પ્રેમ મા પડે છે અને લગ્ન કરે છે, પણ લગ્ન પછી અચાનક પ્રાંજલ ભટ્ટ બીમાર થઇ જાય છે, અને વાત એમ બહાર આવે છે કે વિક્રમ ઠાકોર ના ગયા જનમ ની પ્રેમિકા(મમતા સોની) એ પ્રાંજલ ભટ્ટ ના શરીર મા છે. ( વિક્રમ ઠાકોર નું ગયા જનમ ના પાત્ર નું નામ યુવરાજ! :) .) અને પછી શરૂ થાય છે જન્મો જનમ ના વેર અને વ્હાલના રસમો ની વાત. મમતા સોની રૂપકડી. અને પ્રાંજલ ભટ્ટ તો મારી મોસ્ટ ફેવરીટ, રૂપાળી તો ખરીજ સાથે એક્ટીગ મા પણ એક્કો.

પ્રીત જન્મો જનમ ની ભુલાશે નહિ આલ્બમ મા એક ગરબો છે, એક દર્દભર્યું વિરહ ગીત છે( જે મીરાજી ના એક ભજન પર થી ઈન્સ્પાયર છે), એક મસ્તીભર્યું ગીત છે જે હિરો અને હીરોઈન ભાંગ પી ને ગાય છે અને એક રાજસ્થાની પ્રેમ ગીત છે, આ બધા ગીતો કર્ણપ્રિય. તોય આ આલ્બમ અને ફિલ્મ ની આત્મા સમા ખાસ માણવા જેવા નીચેના બે રોમાન્ટીક ગીતો
૧ – પ્રીત જન્મો જનમ ની ભુલાશે નહિ….જોવું છે? આ રહ્યુ!

૨- સાથી છૂટે ના તારો સંગાથ…..

ગુજરાતી ફિલ્મો ની ઓડીયન્સ ને સારા ગીતો આપો એટલે મોર ધેન ઈનફ.ફિલ્મ સુપરહિટ થઇ જાય! જયારે અહી તો સારા સંગીત ની સાથે સારી વાર્તા પણ છે. મે કીધું તેમ, નીચલા વર્ગ ના લોકો ના માનસિક સ્તર ને ધ્યાન મા રાખી ને જુવો તો બેશક ગમે તેવી ફિલ્મ. હવે તો તેની ઓરીજનલ સીડી પણ બહાર પડી ગઈ છે. આગળ પણ નવી આવેલી ગુજરાતી ફિલ્મો વિશે, તેના સંગીત વિશે, તેના કલાકારો વિશે અને તેના થીયેટરો વિશે પણ ઊંડાણ થી વાત કરવાની ઈચ્છા છે પણ તમને તે વાંચવું ગમશે કે કેમ? આઈ ડોન્ટ નો! જરા જણાવશો તો ખબર પડશે….

એક પીએચ.ડી યે ભી…..

આજે મને એક વિચાર આવ્યો (ઢંગધડા વગર નો) કે જો કોઈ પણ વ્યક્તિ ચાહે તે વિષય પર પીએચ.ડી કરી શકે તો? અને તે પણ કોઈ પણ જાત ની ડીગ્રી વગર ! પછી એક કાલ્પનિક પાત્ર દિમાગમાં આવ્યું.એક તરુણ નું ,જે એની ઉમર ની એક છોકરી પર પી.એચડી. કરવા માંગે છે, હવે એવું પીએચ.ડી કરવા માટે ની દરખાસ્ત લઈને તે યુનિવર્સીટી મા જાય છે…..ચાલો હવે જોઈએ, શું થાય છે….
છોકરો ઓફીસ મા ફોર્મ જમા કરાવતી વખતે , ઓફીસ કર્મચારી- ” આ તે વિષય મા શું લખ્યું છે?
છોકરો- “સેનોરીટા”
ઓફીસ કર્મચારી- “આવો કોઈ વિષય અમારી યુનિવર્સીટી મા નથી, કોણ છે તારો ગાઈડ? “
છોકરો- “આદરણીય આદિત્ય ચોપરા સર”
ઓફીસ કર્મચારી-” અને આ સેનોરીટા કોણ છે?”
છોકરો- “સેનોરિટા એ મારો પ્રેમ છે સર જેને હું મારા સપના મા સેનોરિટા કહી ને બોલવું છું”
ઓફીસ કર્મચારી- ” એના પર પીએચ.ડી ના થાય, સાહીત્ય જગત ની મહાન હસ્તી હોય, એવા કોઈ વ્યક્તિ પર થાય…. “
છોકરો- “એનું સાહીત્ય મા બહુ મોટું યોગદાન છે!”
ઓફીસ કર્મચારી-“શું યોગદાન છે?”
છોકરો- “એના થી પ્રેરાયી ને મે અઢળક કવિતાઓ લખી છે…..”
ઓફીસ કર્મચારી- “એના પર પીએચ.ડી કરવાની લાયકાત છે તારી પાસે? “
“એના પર પી.એચ.ડી. કરવા ની લાયકાત ખાલી મારી પાસે જ છે કારણકે હું તેના પ્રેમ મા છું “
“ઓ. કે. તો તે એના પ્રેમ મા માસ્ટર્સ કર્યું છે?”
“યસ સર “
“તારા માસ્ટર્સ નું સર્ટીફીકેટ ક્યાં છે ?”
યુવાને કાચાપૂંઠા નું એક કાગળ રજુ કર્યું, કર્મચારી બોલ્યો-
“આ તો આર.એમ.ડી. ગુટકાના ખોખા નો ટુકડો છે!”
“એને પાછળ ફેરવો, એની પાછળ મારું સર્ટીફીકેટ છે “
“આ શું લખ્યું છે?”
“કીધું તો ખરું કે મારું માસ્ટર્સ નું સર્ટીફીકેટ છે, વાંચો તો ખરા ….”
પાછળ વાદળી કલરની બોલપેનથી લખેલું હતું-
” આ સાહેબ રોજ મારા ગલ્લે આવે છે, સવારે સાત વાગે ૨ સિગરેટ પીવે છે, બપોર ના ૧૨ વાગે ૨ અને સાંજ ના ૪ વાગે ૨, અને ૬:૩૦ વાગે ૨ અને રાત ના ૧૦ વાગે ૨ ,એમ કુલ ૧૦ સીગરેટો તે રોજ મારે ત્યાં આવી ને પીવે છે, છેલ્લા ૩ વર્ષ થી આ તેમનું રોજ નું છે, મારો ગલ્લો ક્યારેક બંધ હોય તોય તો આ જ ટાઈમે આવી ને આટલી જ સીગરેટો પીવે છે, બાજુ ના ગલ્લા માથી. વર્ષ મા એક વખત ઉનાળા મા તે ૧ મહિના સુધી નથી આવતા, પછી પાછા રાબેતા મુજબ ચાલુ થઇ જાય છે
લી. ચંદુલાલ , શંકર પાન પાર્લર નો માલિક.”
“આ ગલ્લા વાળા ના કાગળ થી તું શું સાબિત કરવા માંગે છે? કે તું કેટલો મોટો ફૂંકણીયો છે? “
“ના સાહેબ આ તો મે સેનોરિટા પર માસ્ટર્સ કર્યું છે તેનું સર્ટીફીકેટ છે. “
“એ કેવી રીતે?”
“જુઓ સાહેબ હું તમને સમજાવું…. ચંદુલાલ નો ગલ્લો સેનોરિટા ના ઘરની એકઝેટ સામે છે એટલે સિગરેટ પીવાના બહાને હું ત્યાં આવી ને મારી સેનોરિટા ને જોતો હોઉં છું. સવારે સાત વાગે તે કોલેજ જાય ત્યારે તેની ઝલક જોવા આવું ત્યારે ૨ સિગરેટ પીવું, ૧૨ વાગે તે કોલેજ થી પાછી આવે ત્યારે ૨ , ૪ વાગે ટ્યુશન જાય ત્યારે ૨ અને ૬:૩૦ વાગે ટ્યુશન થી પાછી આવે ત્યારે ૨, અને રાત ના ૧૦ વાગે તે પોતાના ઘર ના ગેટ પર તાળું મારવા બહાર આવે ત્યારે ૨….”
“સમજી ગયો, પણ તું તારા માસ્ટર્સ મા ફેલ થયો છે. “
“એ કેવી રીતે સાહેબ”
“તું દર વર્ષે ઉનાળા મા ૧ મહિનો નથી આવતો, કારણ કે તને તડકો લાગે છે, પ્રેમ ની ઝલક મેળવવા તું થોડી ગરમી અને થોડો પરસેવો પણ નથી ખમી શકતો?”
“એવું નથી સાહેબ, સેનોરિટા ઉનાળા મા ૧ મહિનો તેના મામા ને ત્યાં જાય છે, આ રહ્યુ બીજું સર્ટીફીકેટ રાજકોટનું. “
“છોકરાએ રાજકોટમા સેનોરિટાના મામાના ઘરની સામે આવેલા ગલ્લાવાળાનો કાગળ રજુ કર્યો, જે “મહેક સિલ્વર” નામની ગુટકાના ખોખાની પાછળ લખેલો હતો.
“ઓહ આઈ એમ ઇમ્પ્રેસ. તો તું પી.એચડી. સેનોરિટાના કયા પાસા પર કરવા માંગે છે?”
“તેની સુંદરતા પર !”
“બેશક તું કરી શકીશ, તે આટલો સમય સુધી તેને ઝાંખી છે…. તો તું જરૂર તેની સુંદરતા થી વાકેફ હોઈશ. તને પીએચ.ડી કરવાની પરવાનગી આપવામા આવે છે.”
“થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ. “
“યુ આર વેલકમ, આ પીએચ.ડી કરી ને પછી આગળ તું શું કરવા ઈચ્છે છે યંગમેન?”
“સર હું આ પીએચ.ડી થિસીસ બતાવીને સેનોરિટાને ઈમ્પ્રેસ કરીશ, પછી તેને ભગાડીને તેની સાથે લગ્ન કરીશ, કારણ કે તેના બાપા કરોડપતિ છે અને તે છેલ્લે તો પોતાની દીકરી ને અપનાવી જ લેશે, એટલે હું ઘર જમાઈ બનીને આખી જિંદગી જલસા કરીશ”
“ઓહ, તું તો બહુ મહત્વાકાંક્ષી છે યુવાન, પણ જો તે છોકરી જ નૈ માને તો?”
“તો સેનોરિટા ના મામા ની છોકરી પણ હજી કુંવારી જ છે, અને એનો મામો પણ કરોડપતિ છે, દર વર્ષે એક મહિનો ફાળવી ને મે તેના મામા ની છોકરી પર પણ ડીપ્લોમા કોર્સ કરી નાખ્યો છે.”
———————————————